મારા મિત્રો


મારા કરતા હોશિયાર.અમે સાથે ભણતા.ધોરણ  ૧થી 10 સાથેજ.કેમ પણ તેને ગણિત અને english  વધારે ફાવે.મને આ સિવાયના બધા વિષયો ફાવે.લગભગ ૧૩ વર્ષ પછી તેનો ફોન આવ્યો.વાત કરી.આજે તેનો ફોટોજ mail  માં મળી ગયો.તુરંત બ્લોગ લખવા બેઠો.

આજે તે ઇજનેર છે.બાલાસિનોરમાં રહે છે.કોન્ટ્રકટર  છે.તેનો પણ નાનો પરિવાર છે.હું મારી સાથેના બધા જ મિત્રો ને યાદ કરું છું. .મારી સાથેના મિત્રો માં


વિરલ...જે ખૂબ જ હોશિયાર.ગફ્ફાર કરતા પણ વધારે.

પાવક શાહ.તે વિરલ જેવોજ હોશિયાર અને વિપુલ પ્રજાપતિ.ડોકટર છે.કદાચ અમદાવાદ માં.દિશાંત,રેહાના ભાયલા,શિલ્પા પંચાલ અને નેહા દોશી આજે અમેરિકામાં છે.હું ડીસા માં.આમાંથી માત્ર બે જ મિત્રોના નંબર છે.મારી સાથેના બધાં મારા માટે ખૂબ મહત્વના છે.હું ભણતો ત્યારે મારા આ તમામ મિત્રો મને શીખવામાં મદદ કરતા.
વિરલ ઇજનેર છે.તે હૈદરાબાદ છે.તે અંગ્રેજી શીખવતી.
ગફ્ફાર ગણિત અને બીજા મિત્રો બાકીના વિષયો.આજે હું નોકરી કરું છું.શિક્ષક છું.મારા પાઠ્યપુસ્તકો લખેલા ગુજરાત માં છોકરા ભણે છે.મને એક મુદ્દાને વિવિધ રીતે શીખવનાર મારા આ મિત્રોએ મને જે શીખવ્યું તે બધું મને યાદ છે.હું અમદાવાદ કોલેજ કરતો હતો.મારા મિત્ર પણ અમદાવાદ કોલેજમાં હતા.હું તે કોલેજમાં ગયો.મેં તેને રૂબરૂ આપવા એક પત્ર લખ્યો..તેણે પત્ર હાથમાં ના લીધો.મને સલાહ આપી.મારા આ મિત્રએ મને અમદાવાદ તેની કોલેજમાં કહ્યું,અત્યારે આ લખાણ વાંચવાનો સમય નથી.ભણવામાં ધ્યાન આપ.મેં તે દિવસે મનોમન પાકું કરી લીધું.મારો પત્ર લેવાની કોલેજમાંના પાડનાર આ મિત્ર સાથે વાત કરતા આજે પણ ડર લાગે છે.બસ મારા બધા મિત્રો મને યાદ આવે છે.મારા આ મિત્રોએ   મને આજે નામના અપાવી.આજે હું લેખક તરીકે ઓળખાઉં છું.મને સફળ થવાની ચાવી મને એક ના વંચાયેલા પત્રમાંથી મળી.હાલ  મારા નામનો  national  record  છે.અત્યારે હું    world  record  માટે મહેનત કરું છું.જો મારો world  record થાય તો તેમાં મારા આ મિત્રોનો ભાગ પણ ખરો જ ખરો.

હું ભણતો ત્યારે ભણવાનું ગમતું જ નહિ. 

આજે ભણાવવાની અનેક નવી રીતો શોધવાની મને ગમે છે.

મારી સાથેના બધા મિત્રોની યાદ અપાવનાર ગફ્ફારનો અભાર.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી