પ્રવેશોત્સવમાં પોલીસ...
ગુજરાતના અનોખા અભિગમ જેવા પ્રવેશોત્સવમાં ગુજરાતના તમામ વિભાગના અધિકારીની સાથે ગુજરાત પોલીસના અધિકારી પણ જોડાયા હતા.૨3 થી ૨૫ જૂન 2011  દરમિયાન શહેરની શાળાઓનો પ્રવેશોત્સવ સંપન થયો.
ડીસા નગરપાલિકામાં છેલ્લા દિવસે એસ.પી. શ્રી હરિકૃષ્ણ પટેલ હતા.કાયમ પોલીસ ખાતાથી દૂર રહેનાર સમાજ આવા
 દિવસે સારા ઓફિસરને મળી શકે તેવું આ આયોજન લાગ્યું.શ્રી પટેલ ડંડા વિભાગના અધિકારી હોવા છતાં ચોક અને પુસ્તક વાળા  સાહેબ લગતા હતા.તેમની વાતમાં સાચપ લાગી.તેઓ પોલીસ સાથે સારા શિક્ષક લગતા હતા.
તેમને સરસ વાત કરી...બાળકને જન્મ આપવાનો તેના  માવતરને હક્ક છે.તેને ભણાવવાની તેના માવતરની બંધારણીય ફરજ છે.તેમન  કરનારને  સજા થવી જોઇએ.હું નોધન કરી શકયો  પણ આ માટે તેમને એંક કાયદાની કલમ પણ બતાવી હતી.આ કાયદા મુજબ પોતાના બાળકને શાળામાંન  મોકલનાર વાલીનું રેશન કાર્ડ રદ થઇ જાય તેમ  હતું. 
એક લોકલ નેતાજી પણ આવેલા.તેમને જાહેરમાં શિક્ષકોને આખોદિવસ અપમાનિત કર્યા.જે સી.એમ. તેમના શિક્ષકોને જાહેરમાં વંદન કરતા હોય તેમના   લોકલ નેતા લોકો તેમની વાતમાં રસન પડતા(લોકશાહીમાં લોકોનો મત લઇ ક્યારેય ચુંટણી જીતેલા જ નથી તેવા અને એંક કરતા વધુ પાર્ટીનો  અનુભવ  ધરાવતા નેતાને લોકલ પ્રજા કેમ સહન કરે?) વાતો કરે અને આ લોકલ ફોલ્ડર ગુરુજીને  જાહેરમાં...પોતાના ભાષણ દરમિયાન  ધમકાવે. ધમકાવાની નોકરી કરતા પોલીસ સારા.જે સાચેજ સારા શિક્ષક  લાગ્યા.
મા.મંત્રી શ્રી નરોત્તમભાઈ પટેલ બાળકોને રાજી રાખવા  બે કલાક વધારે રોકાયા  અને કેટલાક તો અપમાન કરવા આવેલા કે પ્રવેશ આપવા તે સમજ પડી નથી.
છતાં શ્રી નરોત્તમભાઈ પટેલ અને શ્રી હરિકૃષ્ણ પટેલ સાહેબનું વલણ સારું અરે ઉત્તમ હતું.આવા ઉત્સવોમાં ભલે નેતાઓ આવે પણ લોકલ નેતાઓ માપમાં રહે તે પણ જરૂરી છે.  

ગુજરાતનું  ગૌરવ આમ પ્રજાનું ગૌરવ...આમ પ્રજાનું ગૌરવ જળવાય તો ગુજરાતનું ગૌરવ પણ વધે.
(હા,જુનિયર મંત્રી એ સીનીયર શિક્ષકનુ આપમાન કર્યું હતું.મારું નહિ.પણ હું શિક્ષક છું એટલે.)


હું શિક્ષક  છું...

હું શિક્ષક  છું...હું સર્જક છું...
ખુદને મુંજાવર માનું છું...
નવા નવા પ્રયોગોથી બાળક રીજાવી જાણું  છું.

છે બસ ભાડું નથી, ક્યાં જાઉં એ વાત વિચારું છું.
છતાં વર્ગખંડ માં સાત ખંડ ભણાવી જાણું છું.

હું શિક્ષક  છું...હું સર્જક છું...
ખુદને મુંજાવર માનું છું...
નવા નવા પ્રયોગોથી બાળક રીજાવી જાણું  છું.

હું ચીતરું છું,ચીતરી ચડશે તેવું ચીતરાવી જાણું છું.
અવનવું ચિતારનારને સર્જન હાર બનાવી જાણું છું.

હું શિક્ષક  છું...હું સર્જક છું...
ખુદને મુંજાવર માનું છું...
નવા નવા પ્રયોગોથી બાળક રીજાવી જાણું  છું.

મારા જીવતરના પાનામાં એક  લીટી કોઈ ભલેન  લખે,
એ આસ વિના હું દુનિયાનો ઈતિહાસ ભણાવી જાણું છું.

હું શિક્ષક  છું...હું સર્જક છું...
ખુદને મુંજાવર માનું છું...
નવા નવા પ્રયોગોથી બાળક રીજાવી જાણું  છું.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી