બાદબાકી(જોડાક્ષર વગરની વાર્તા)




 રાહુલ.ચોથા ધોરણમાં ભણે.તેને બીજા વિષયમાં મજા પડે.ગણિતમાં તેને ખૂબ જ કંટાળો આવે.રાહુલને ગણિત ભણવાની મજા ન આવે.તેને ગણિત ભણવાનું ન ગમે. સોમવાર અને બુધવારે શાળામાં ગણિતનો પહેલો તાસ હોય સોમવાર અને બુધવારે રાહુલ શાળામાં મોડો  આવે.રાહુલને ગણિત ભણવું ન ગમે.
આજે બુધવાર હતો.
રાહુલ આજે મોડો જ આવવાનો હતો..રાહુલ મોડો મોડો શાળામાં ગયો.રાહુલ શાળામાં પહોચી ગયો. ગણિતનો તાસ પતીગયો.
બેન ગણિતનું કામઆપતાં હતાં.છોકરાં તેની નોંધ કરતા હતાં.પાટિયામાં દાખલાની રકમો હતી.બધાં છોકરાં આ દાખલા લખતા હતાં.ખૂબ જ ખૂશ થઇ લખતાં હતાં.રાહુલને આ વાતની નવાઈ લાગી.
તેણે પાટિયામાં જોયું.અહીં ચાર દાખલા હતા.તેણે પણ આ દાખલાની રકમ જોઈ.તે પણ આ દાખલા જોઈ વિચારતો થઇ ગયો.

 ૯  ૧     
 ૧  ૯  
   ૮ ૪
-
   ૪ ૮
  ૯ ૫
-
  ૫ ૯  
  ૭ ૬
  ૬ ૭
               



તેણે જોયુંતો આ દાખલા બાદબાકીના હતા.અને દાખલામાં બાદબાકી કરવા માટે રકમ ઉલટાવી હતી.છોકરાં આ દાખલા લખીને બેઠાં હતાં.રાહુલ પણ લખવા બેસી ગયો.તેણે આજે આ બધા જ દાખલા નોટમાં લખી લીધા.રાહુલ બેઠો.તેણે થોડીક મહેનત કરી જોઈ.તેણે જોયુંતો દાખલા સરળ હતા.પણ ગણિત ગમતું ન હતું.તેણે ગણિતની નોટ બંધ કરી.

તે બારી બહાર બેઠેલ કૂતરાને જોતો હતો.એક ચોકલેટ તેણે બારીમાંથી જ કૂતરા બાજુ ફેકી.જેવી ચોકલેટ કૂતરા પાસે પડી કે રીશેષ પડી.જાણે રાહુલને રાહત થઇ.રાહુલ સીધો બહાર ગયો.દોડતો દોડતો બહાર ગયો.કૂતરા પાસે રાહુલ પહોચી ગયો.કૂતરું ચોકલેટ ખાતું હતું.રાહુલે પાણી પીધું.એટલામાં રીશેષ પતિ.રાહુલ સીધો જ તેના ધોરણમાં જઈને બેસી ગયો.થોડાં છોકરાં આવવાનાં બાકી હતાં અને બેન આવી ગયાં.બેનને પહેલા આવેલાં જોઈ બીજાં છોકરાં પણ આવી ગયાં.

બેન બોલતાં હતાં.બોલો,પેલા દાખલા કોને આવડી ગયા?બધાં છોકરાં એક બીજાનું મોઢું જોતાં હતાં.રાહુલને તો કોણ પૂછે?બેન કહે:બોલો કોઈએ એક પણ દાખલો કરી લીધો છે?એક છોકરીએ હાથ ઉંચો કરી હા પાડી.આ છોકરીનું નામ રાધા.રાધાને શાબાશી આપતાં બેન કહે:બોલ શું જવાબ છે?રાધા કહે:બેન એકાણુંમાંથી ઓગણીસ ઓછા કરીએતો બોતેર જવાબ મળે છે.

બેન કહે:આ બાદબાકીની રકમ કેવી લાગી?રાહુલ કહે:બેન બધા જ દાખલાની રકમ ઉલટાવેલી છે.બેન કહે:હા,અને આવી રકમ માટે ઝડપથી બાદબાકી કરવાનો એક જાદુ પણ છે.રાહુલ કહે:કઈ રીતે:બેન કહે:આવી ઉલટાવેલી રકમો હોય તો ઝડપી બાદબાકી કરી શકાય.
કઈ રીતે...?કઈ રીતે...?

છોકરાં એક બીજાને પૂછતાં હતાં.બેન કહે:જુઓ,આવી રકમમાં મોટા અંકમાંથી નાનો અંક બાદ કરવો.એકાણું(૯૧)માં મોટો અંક નવ છે.તેમાંથી નાનો અંક બાદ કરવાનો.રાહુલ કહે:નવમાંથી એક જાય તો આઠ વધે.રાહુલે બુમ પડી:બેન નવમાંથી એક જાય તો આઠ બાકી રહે.બેન કહે:આ બાકી વધેલાને નવ વડે ગુણીએતો?બધાં જ છોકરાં ગણતરી કરવા લાગી ગયાં.સૌથી પહેલા રાધાએ જવાબ આપી દીધો:બોતેર...બેન બેન ..બોતેર.બેન કહે:હા,આ રીતે બીજા દાખલા પણ કરી જુઓ.હવે છોકરાં એ દસકો લીધા વગર નવાનો ઘડિયો બોલીને જ જવાબ લખવાનું ચાલુ કરી દીધું.

છોકરાં દાખલા કરતા હતાં.રાહુલને પણ રસ પડી ગયો.તેણે મોટા અંકમાંથી નાનો અંક બાદ કરવાનું કરી સીધા જવાબ લખવાનું શરુ કરી દીધું.થોડી જ વારમાં મોટા ભાગના છોકરાં લખીને તૈયાર ઉભા હતાં.બેન કહે:બોલો:પચાસમાંથી પાંચ ઓછા કરીએતો???રાહુલ ફટાફટ ગણતો હતો.તે બોલતો હતો:પાંચમાંથી કશું જ બાદ કરવાનું નથી.માટે પાંચ ને નવ વડે ગુણવાથી...પાચ...નવ...રાહુલ બોલવા જતો હતો.પણ બેને જવાબ આપી દીધો.


આવા દાખલાની નોધ કરો:

૭૩-૩૭=?
૭-૩=૪
૪*૯=૩૬
એટલે ૭૩-૩૭=૩૬.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી