એક જલ્લાદ: સભી લવાદ કે બાદ જો આખરી હૈ વો જલ્લાદ.

દરેક માણસને અપમાન લાગે એવો શબ્દ જલ્લાદ. બિન સંસદીય શબ્દ છે. આ શબ્દ ઉપર અનેક રાજકીય વિવાદો છેડાયા છે. આ વિવાદોથી પર એક વ્યક્તિ કે પારિવારિક સભ્ય તરીકે એક જલ્લાદ વિષે છાપી શકાય એવી જાણકારી વાંચકોને ગમશે એ આશય સાથે આ વિગતો અહી ખૂબ જ સાર સાથે ટૂકમાં રજુ કરી છે.



જેને દિલ હોય છે. પરિવાર હોય છે.લાગણી અને ડર પણ હોય છે.

  

જલ્લાદનું નામ સાંભળતાજ  એવું લાગે.જેનું આ નામ હશે એમને દિલ નહી હોય. પણ, એવું નથી જલ્લાદ ને પણ દિલ હોય છે. આ કામ મજબૂરી માં તેઓ કરે છે.જેમ આપણે નોકરી કરીએ છીએ એવી આ એક નોકરી જ છે. કરવું પડે છે. જલ્લાદ નું કામ પોતાના પેટ માટે કરવું પડતું હોય છે. આટલી વાત કરી અને આપને જલ્લાદ એટલે એ શું હોય એ જ્ખબર ન હોય. જે ફાંસી આપે એ જલ્લાદ. ભારતના એક માત્ર જલ્લાદનું ઈન્ટરવ્યું લેવામાં આવ્યું ત્યારે પૂછવામાં આવ્યું કે તમને જ્યારે કોઈ જલ્લાદ કહે છે ત્યારે તમને ખોટું  નથી લાગતું ? ત્યારે થોડા ગંભીર થઇ  કીધું ‘એમાં  ખોટું લગાડવાનું  શું ! અમારો એ ખાનદાની પેશો છે.’ પહેલાં મેં કીધું નોકરી અને જલ્લાદ કહે છે ખાનદાની પેશો છે,ધંધો છે.

અમારો  અને અમારા બાપ, દાદા  પણ આજ કામ કરતા હતા. જયારે એમને પૂછવામાં આવ્યું કે તમે હવે તમે પરિવારમાં કોને જલ્લાદ બનાવા માંગો છો ? ત્યારે કહ્યું: ‘હું મારા ભાઈ ને જલ્લાદ બનાવા માંગું છું.’ સૌથી પહેલા તેમણે ૧૯૯૩ માં બે  ભાઈ હતાં અમને ફાંસી આપવા માટે  એમના દાદા સાથે ગયા હતા. ત્યારે એમના દાદા એ પૂછ્યું કે આ કામ તું કરીશ? ત્યારે એમણે કહ્યું હતું  કે હા હું આ કામ કરીશ. ફાંસી આપવાનું કામ એમના દાદા એટલે કે કલ્લુ જલ્લાદ ત્યારે કરતા.કલ્લુ જલ્લાદ એમને  સાથે લઇ ગયા હતાં. એ શીખવવા કે ફાંસી કેવી રીતે આપવા માં આવે છે. ફાંસી આપતી વખતે સૌથી પહેલા પગ બાંધવામાં આવે છે. પછી કાળા કપડાથી મોઢું ઢાંકી દેવામાં આવે છે. પછી ખટકો ખિંચવા માં આવે છે. જેથી લીવર નીચું જતું  રહે છે. કહેવા માં આવે છે કે જલ્લાદ ફાંસી આપતી વખતે દારુ પીવે છે. પરંતુ એવું નથી. જલ્લાદ ફાંસી આપતી  વખતે  દારુ પીધેલો હોતો  નથી . એક જલ્લાદ જ્યારે બને છે ત્યારે તેણે જેલ માં જોવામાં આવે છે કે અંત સમયે આ ગભરાઈ તો નહી જાય ને , ફાંસો ખોટો તો નહિ  બાંધે ને.એક જલ્લાદ બનવા માટે આ બધું જોવું પડે છે. એ જોવામાં આવે છે. ફાંસી માટે જે રસ્સો રાખવામાં આવે છે એની લંબાઈ ૧૫,૧૬ મીટર હોય છે. ફાંસી માટે જે રસ્સો હોય છે તેને એક માટલા માં રાખવા માં આવે છે. ફાંસી આપતા પહેલા પણ એ રસ્સો માટલા માં હોય છે! અને  ફાંસી આપ્યા પછી પણ એ રસા ને માટલા માં જ મુકવા માં આવે છે. આમ કરવા પાછળ જાણવા મળ્યું કે રસ્સો લાંબા સમય સુધી ચાલે એ કારણે રસ્સો માટલામાં રાખવામાં આવે છે. અને આગળના સમય માં  પણ ફાંસી આપવા માટે એજ રસ્સો કામ આવે.

ફાંસી આપતી વખતે ફાંસી આપનારનાં મોઢા ઉપર કાળું કપડું એ માટે નાખવા માં આવે છે કે તે જલ્લાદ ને જોઈ ના શકે. હોઈ શકે છે કે તે જાલ્લાદ ને ટક્કર મારે તે માટે કાળું કપડું  બંધાવા માં આવે છે. ફાંસી આપવાના આગળ નાં દિવસે જલ્લાદ એ નક્કી કરે છે કે ફાંસી આપનારનું  વજન કેટલું છે અને એક બોરી માં રેતી ભરી અને જે રસ્સા થી ફાંસી આપવાની  છે તે રસ્સા થી બોરી લટકાવામાં આવે છે. જેથી કરી ને રસ્સો તૂટે નહિ તેનું ધ્યાન રહે. જ્યારે  અપરાધીને ફાંસી આપવા માં આવે છે ત્યારે જાલાદથી માંડી અને જેલર સુધી બધ્ધાજ ઇસારામાં વાત કરે છે. જ્યારે કોઈ અપરાધીને ફાંસી આપવા માં આવે ત્યારે જલ્લાદ તેના કાનમાં કઈક કહે છે? જલ્લાદ છેલ્લે શું કહે છે એ વાત માટે અનેક બાબતે ચર્ચા ચાલે છે. પરંતુ હકીકત એ છે કે જલ્લાદ એવું કહે છે કે “હિંદુ ઓને રામ રામ અને મુસલમાન ને સલામ હું મારા ફરજથી   મજબુર છું”.  આ વાત પરથી આપણ ને ખ્યાલ આવે કે એક જલ્લાદ  ને પણ દિલ હોય છે. પરંતુ તે એમના પેટ માટે આવું કામ કરતા હોય છે. જલ્લાદ તેની મજબુરી માં જલ્લાદનું કામ કરતા હોય છે. 

અમારો  અને અમારા બાપ, દાદા  પણ આજ કામ કરતા હતા. જયારે એમને પૂછવામાં આવ્યું કે તમે હવે તમે પરિવારમાં કોને જલ્લાદ બનાવા માંગો છો ? ત્યારે કહ્યું: ‘હું મારા ભાઈ ને જલ્લાદ બનાવા માંગું છું.’ સૌથી પહેલા તેમણે ૧૯૯૩ માં બે  ભાઈ હતાં અમને ફાંસી આપવા માટે  એમના દાદા સાથે ગયા હતા.

 

ફાંસી આપવાનું કામ એમના દાદા એટલે કે કલ્લુ જલ્લાદ ત્યારે કરતા.કલ્લુ જલ્લાદ એમને  સાથે લઇ ગયા હતાં. એ શીખવવા કે ફાંસી કેવી રીતે આપવા માં આવે છે. ફાંસી આપતી વખતે સૌથી પહેલા પગ બાંધવામાં આવે છે. પછી કાળા કપડાથી મોઢું ઢાંકી દેવામાં આવે છે. પછી ખટકો ખિંચવા માં આવે છે. જેથી લીવર નીચું જતું  રહે છે. કહેવા માં આવે છે કે જલ્લાદ ફાંસી આપતી વખતે દારુ પીવે છે. પરંતુ એવું નથી. જલ્લાદ ફાંસી આપતી  વખતે  દારુ પીધેલો હોતો  નથી.

 

         

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી