એક ઠગ જેના નામ આગળ મિસ્ટર લગાવવું જ પડે.

 

સાચું નામ શોધવા માટે ગૂગલ પણ પાછું પડે. આ માણસ આખી દુનિયામાં એવો અનોખો ઠગ છે જેણે ક્યારેય હુમલો કર્યો નથી.આખી જીંદગી બસ સૌએ એને સામેથી પૈસા આપ્યા છે. એના સાચા નામને બદલે ઉપનામ સાથે એક પિક્ચર બન્યું. જેમાં અમિતાબ બચ્ચન હીરો હતાં. આ પિક્ચર બનાવવા માટે આ ઠગ ને રોયલ્ટી ચુકવવામાં આવી. આ રોયલ્ટી એણે એના મૂળ ગામમાં વિકાસ માટે વાપરી.

 

આજેએક એવા વ્યક્તિની વાત કરાવી છે.જે અનોખો છે. ખાસ છે. સૌને એની વાતો કરવી ગમે છે. પરંતુ કોઈ એના જેવું થવા માગતું નથી. હા, આજે હું આપણે ભારત જ નહિ દુનિયાના સાથી મોતાથાગ વિષે વાત કહેવાનો છું.આ એવી વ્યક્તિ છે તે ગમે તે કરી શકે અને ગમે તે વેચી શકે. બિહારની રાજધાની પટનાથી લગભગ એકસો પચાસ કિલો મીટર દૂર એક ગામ. એનું નામ જીરાદેઈ. આ ગામ સીવાન જીલ્લામાં આવે છે.નટવરલાલ અને ભારતના પ્રથમ રાષ્ટ્પતિ ડૉ રાજેન્દ્રપ્રસાદનું પણ આ જ ગામ છે.

આ નટવરલાલ એટલે મીથીલેશ કુમાર શ્રીવાસ્તવ. એટલે આપણા મિસ્ટર નટવરલાલ.એમના નામ આગળ મિસ્ટર લખવું જાણે બોલવું જ પડે.જો તમે નટવરલાલ કે મીથીલેશ કુમાર શ્રીવાસ્તવ કહો તોય કોઈ જવાબ ન આપે.એમનો જન્મ ૧૯૧૨માં બાંગળા ગામમાં થયો હતો. એમણે વકીલાત પણ કરી હતી. એક વખત્મેત્રીકમાં ફેલ થનાર નટવરલાલ વકીલ તરીકે નામ બનાવી રહ્યા હતાં. એક વખત એવું બન્યું. એમના પાડોશીએ આપણા આ નટવરલાલને એક ડ્રાફ્ટ બનાવી આપવા બેન્કના કામે મોકલ્યા.મીથીલેશે આ ડ્રાફ્ટમાં હતી એવી જ સહી કરી જોઈ.આ રીતે ચાર હજાર જેટલી રકમ એ જમાનામાં ખોટી સહી કરી ચાર હજાર રૂપિયા. એ જમાનામાં ચાર હજાર રૂપિયા એટલે આજના જ્માંનામાંતો કલ્પના જ કરી શકાય એમ નથી. આ વાત જાહેર થતાં મિસ્ટર નટવરલાલ ગામ છોડી ગયા. અહીંથી તેઓ હાલના કોલકત્તા પહોંચી ગયા. અહીં એક શેઠના છોકરાને ભણાવવા ઉપરાંત એ જાતે પણ અભ્યાસ કરતાં હતાં.એક વખત નટવરલાલ  પૈસાની જરૂર પડી.જે શેઠ જોડે કામ કરતાં હતા તે શેઠે પૈસા ન આપ્યા. મિસ્ટર નાતાવાર્લાલનું એક મહત્વનું કામ અટકી ગયું.નટવરલાલે આ શેઠનો હિસાબ બરાબર કરવાનું નક્કી કર્યું. શેઠના કોટનના એક ધંધામાં શેઠની સહી કરી લગભગ સાડા ચાર લાખનો ચૂનો લગાવી દીધો.વિવિધ પ્રકારના વેશ ધારણ કરવા અને અંગ્રેજી બોલવું અને પ્રભાવશાળી અંગ્રેજી બોલવું એ મિસ્ટર નટવરલાલની આગવી કુનેહ હતી.

આમ તો અનેક પ્રસંગો છે. એક પ્રસંગ રાજીવ ગાંધી સાથે જોડાયેલ છે.વાત જાને એમ હતીકે રાજીવ ગાંધી વડા પ્રધાન હતા. નારાયણ દત્ત તિવારી નાણા મંત્રી હતા.દ્લ્હીના ઘડીયાળના વેપારી સુરેન્દ્ર શર્મા જોડે ગયા. ભારતના પ્રધાનમંત્રીના પર્સનલ સેક્રેટરી તરીકે ઓળખ આપી.નાણા પ્રધાન કોંગ્રેસ આગેવાનોને બેઠકમાં રાજીવ ગાંધી ધ્વારા એક એક ઘડિયાળ ભેટ આપવાનું આયોજન છે. મારે ત્રાનું ઘડિયાળ જોઈએ છે. બીજા દિવસે પ્રધાન મંત્રીના પર્સનલ સેક્રેટરી ફરી ઘડિયાળની દુકાન ગયા. દુકાનદારને ત્રાણું ઘડિયાળ પેક કરવાનો આદેશ કરી. આ શો રૂમના એક માણસ સાથે નોર્થ બ્લોક પહોંચી ગયા.અહીંથી આ ઘડિયાળની કિમતનો બત્રીસ હજાર આઠસો કરતા વધુ રકમનો ચેક નોર્થ્બ્લોકમાં આપ્યો. બે દિવસ પછી ઘડિયાળ નો ડ્રાફ્ટ પાસ ન થયો ત્યારે ઘડિયાળના વેપારીને છેતરાયાની જાણ થઇ. ત્યાર પછી તો મિસ્ટર નટવરલાલ ક્યારેય પાછુ વાળીને ન જોયું.એ  પછી નાતાવાર્લાલે ત્રણ વખત તાજ મહાલ,બે વખત લાલ કિલ્લો અને એક વખત રાષ્ટ્રપતિ ભવન અને સંસદ પણ વેચી દીધી હતી. સંસદ વેચી ત્યારે સંસદ સભા ચાલુ હતી.

રાષ્ટ્રપતિની સમક્ષ કરેલી એમની જ સહી 
અધિકારી બની. વેચનાર બિલ્ડીંગની માહિતી,વેચાણ માટેના બધાં જ પેપર સરકારી અધિકારી બની ફોરેનર સાથે એ આ બિલ્ડીંગો વેચી દીધો હતો. રતન ટાટા અને ધીરુભાઈ અંબાની પણ એમનાથી છેતરાયા હતાં.આખા દેશમાં નટવરલાલ ઉપર એકસો પચાસ જેટલા કેસ થયાં હતાં. કુલ કેસ પૈકી નવ જ્કેસની સુનવાઈ થઇ હતી. જેમાં મિસ્ટર નટવરલાલ ને એકસો નવ વર્ષની  સજા થઇ હતી. અત્યાર સુધીમાં એમ ને પહેલી વખત જ બેલ મળી હતી. બાકી દરેક વખતે તેઓ જેલમાંથી ભાગી જવામાં સફળ રહ્યાં હતાં.

એક એવી જ સત્ય ઘટના આપણે સાંભળી હશે. વાત જાણે  એમ બની કે મિસ્ટર નટવરલાલ લખનૌની જેલમાં હતા.અત્યાર સુધીમાં સાત આઠ પત્રો લખનૌ જેલમાં મિસ્ટર નટવરલાલને મળ્યા હતા. ઘરની હાલત,ગરીબી, ખેતી અને એવી બધી સમસ્યા અંગે હમેશા ઘરેથી પત્રો આવતા હતા. એ સમયે જેલમાં આવનાર પત્ર અને લખાયેલ પત્રો જેલ અધિકારી ધ્વારા વાંચવામાં આવતા હતા. જો કશું અજુગતું જણાય તો જેલ અધીકારીઆગલ જાણ કરતાં. નવમી વખત મિસ્ટર નટવરલાલનો પત્ર આવ્યો ત્યારે જેલર જાતે એ પત્ર આપવા આવ્યાં અને કહ્યું:’ તમે ઘરે કેમ કોઈ જવાબ આપતાં નથી. ઘરમાં કેટલી તકલીફ છે. ખેતીનું કોઈ આયોજન ન હોઈ આવક નથી.’ આ સાંભળી નાતાવાર્લાલે એક પત્ર લખ્યો.નાત્વ્ર્લાલે પત્ર લખ્યો જેમાં જણાવ્યું કે આપણા ખેતરમાં ત્રણ ફૂટ ઊંડે એક કપડામાં બાંધી દાગીના,પૈસા અને ઘરેણા મુક્યા છે. તમે જરૂર પડે એમ આ દાગીના વેચીને ખાજો. જીવજો. કોઈ અગવડ ભોગવશો નહિ. નટવર લાલે આ પત્ર લખ્યો. પત્ર જેલના સત્તાધિકારી એ વાંચ્યો.જેલરે આ પત્ર વાંચી બિહાર પોલીસને જાણ કરી. સવાર્સવારમાં બિહાર પોલીસે મિસ્ટર નટવરલાલનું ખેતર આવેલ હતું એ જીરાદેઈ ગામમાં સોનાના દાગીના માટે ખોદકામ કરી નાખું. આખા ખેતરમાં ત્રણ ફૂટ જેટલું ખોદી નાખી ત્રણ દિવસની મહેનત છતાં પોલીસને કશું મળ્યું હતું. એ પછી મિસ્ટર નટવરલાલ ફરી એના ઘરે ચાર દિવસ પછી કાગળ લખીને કહે છે. પોલીસે ખેતર ખેડી આપ્યું છે. તમે હવે માત્ર દાણા ચોપવાનું કામ કરો.આ વાત લખનૌ કોર્ટમાં આજેય નોધાયેલ છે. એક કેસ વખતે કોર્ટના જજે નટવરલાલ ને પૂછ્યું: ‘તમે આવુકેમ કરીશકો છો?’આ સવાલના જવાબમાં નટવરલાલ કહે: ‘હુ કોઈ ને ધમકાવતો કે મારતો નથી. કોઈ મને પૈસા આપે છે.હું એ પૈસા લઉં છું.’એની વાત સાંભળી અદાલતના જજ કહે એમ નહીં: ‘તમે જે કરો છો તે શક્ય કેમ કરી બને છે?’ત્યારે નટવરલાલ  કહે સાહેબ મણે એક રૂપિયો આપની પાસે હોય તો આપો.જજ સાહેબે એક રૂપિયો  નટવરલાલને આપ્યો.નટવર લાલ આ રુપીયો ખિસ્સામાં મૂકી જજ સાહેબ સામે હસતા હસતા કહે:’મણે બધા આ જ રીતે પૈસા આપે છે.’જજ સાહેબને એમનો રોપીયો નટવરલાલે પાછો ન જ આપ્યો.

આ વાત હતી મીથીલેશ કુમાર શ્રીવાસ્તવની. એમના વિવિધ બાવન નામ પૈકી એક નામ નટવરલાલ હતું.પણ, એમના ગામમાં માત્ર નટવરલાલ ન કહી શકાય. કારણ ગામ લોકો કહે છે એમણે કોઈને ધોકો કર્યો નથી. કેટલાક વર્ષો પહેલાં તેગામમાં આવ્યાં. આખા ગામના લોકો માટે દિવસો સુધી ભોજન સમારંભનું આયોજન થયું. દરેકને એ જમાનામાં સો સો રૂપિયા આપ્યા.જેના ઘરમાં દીકરીઓ હતી તેમના લગ્ન માટે ખર્ચ આપ્યા.જેણે જરૂર હતી એને એ વ્યવસ્થા આપી. આમ આજેય આ ગામના લોકો નટવરલાલ ને જો આપણે મિસ્ટર નટવરલાલ ન કહીએ તો જવાબ આપતાં નથી.    


Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી