એક દેશ જ્યાં માત્ર છસો પાંચ વ્યક્તિ ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે.
આ દેશમાં ફાવતું ન હોય, જેને આપણા દેશની લોકશાહીમાં વિશ્વાસ ન હોય તેમણે આ લેખ જોઈ, વાંચી લેવો.પછી જ આપણા દેશ અને તેની લોકશાહી અંગે એલફેલ બોલવું અથવા સંભાળવું. જ્યાં સુધી કૂવાના દેડકાએ બહારની દુનિયા ન જોઈ હોય તેણે તો દુનીયામાં સૌથી નબળો દેશ આપણો જ લાગે.સાચી લોકશાહી અને તેના મહત્વને સમજવા માટે આ વાંચવું જરૂરી છે. બાકી એવો દેશ જ્યાં એક ગુહ્નાની સજા ત્રણ પેઢી સુધી ભોગવવી પડે છે.
આજે આપણે બીનોવેશનમાં એવી જ વાત કરવાના છીએ. એક એવા દેશ જે રોજ
ચર્ચામાં રહે છે. ક્યારેક એના શાશક કે એના નિયમો માટે આખો દેશ ચર્ચામાં હોય છે.આ
દેશ એટલે ઉત્તર કોરિયા. આ દેશમાં અનેક બાબતો એવી છે જે દુનિયામાં અલગ છે. એના
શાશકનું નામ કિંગ જોહન છે.અને તેને લીધે દેશ કાયમ ચર્ચામાં રહે છે. આ દેશમાં
રહેનાર બીજા દેશના નાગરિકોની જેમ જીવન જીવી નથી શકતા. ત્રીજા વિશ્વ યુદ્ધ માટે
કાયમી તૈયાર બેઠેલ કિંગ જોહનના દેશના કેટલાક ખતરનાખ નિયમો અંગે વાત કરીશું.
આમ તો આ દેશનો શાશક સરમુખત્યાર છે. હવે આપણે સૌને એવું લાગે કે અહીં ચુંટણી થતી જ નહિ હોય. પરંતુ એમાં એવું નથી. વર્ષોથી અહીં દર પાંચ વર્ષે ચુંટણી થાય છે. પણ મજા એ વતની છે કે અહીં ચૂટણીમાં એક જ ઉમેદવાર એટલે કે વર્તમાન શાશક જ ઊભા રહે છે.તેમની સામે કોઈ બીજો ઉમેદવાર હોતો નથી. એક જ ઉમેદવાર હોઈ દરેક મતદાર ભલે મતદાન કરવા જાય પરંતુ મત તો કિંગ જોહનને જ આપવો પડે છે.આપણે તો મતદાન કરતી વખતે એકેય ઉમેદવાર પસંદ ન પડે તો નોટા કરી શકીએ છીએ. અહીં નોટા તો દૂર દૂર સુધી જોવા મળી શકે એમ નથી.
શાસન વ્યવસ્થામાં એક મહત્વના આધાર સ્થંભ તરીકે પત્રકારિતાને જોવામાં
આવે છે.મીડિયા ધ્વારા સૌને પોતાની વાત રજુ કરવાનો કે વિરોધ કરવાનો અધિકાર છે. આ
દેશમાં માત્ર બે સમાચાર પત્ર અને ત્રણ ટી.વી. ચેનલો છે. મીડિયા બધું જ સરકારના
હસ્તક છે. આ મીડિયામાં માત્ર કિંગ જોહન કે તેના સલાહકારો નક્કી કરે એ જ સમાચાર
એમના દેશની જનતા જોઈ શકે છે. એવું નથી કે માત્ર મીડિયા ઉપર જ કંટ્રોલ રાખી સાચી
બાબતો સામે આવવા દેવામાં આવતી નથી. આ દેશમાં ફરવા જેવા કેટલાક સ્થળો છે. વિદેશના
અનેક લોકો અહીં પ્રવાસ માટે આવે છે. આ પ્રવાસીઓ માટે ખાસ નિયમો છે. આ પ્રવાસી
પોતાનો કેમેરો કે મોબાઈલ અહીં લઈ જઈ શકતા નથી. તેઓ ઉત્તર કોરિયાના કોઈ પણ પ્રકારના
ફોટો પાડી શકતા નથી. આ દેશમાં એટલી ગરીબી અને બેકારી છે છતાં આ વાત બહાર ન જાય એ
માટે અહીં આવું કરવામાં આવે છે. અરે... આ દેશની ગરીબી કોઈ જોઈ કે જાણી ન શકે એ
માટે એક વિચિત્ર કાયદો અમલી બનાવવામાં આવ્યો છે.રાજધાનીમાં રહેવા માટે કરોડોપતિ
હોવું જરૂરી છે.આ કારણે અહીં આવનાર વિદેશીઓ ને ઉત્તર કોરિયા સમૃદ્ધ લાગે.
બીજી વાત તો છોડો. આપણા
દેશમાં એક જ સોસાયટીમાં અનેક લોકો રહે છે. અહીં જેટલા લોકો એટલી વિવિધતા ધરાવતી
હેર સ્ટાઈલ જોવા મળે છે. ઉત્તર કોરિયામાં વર્ષ ૨૦૧૩થી અનોખો નિયમ છે. આ દેશના
નાગરીકોને સરકાર દ્વારા પસંદ કરેલ
અઠ્યાવીસ પ્રકાર પૈકીની જ હેર સ્ટાઈલ ઉપયોગમાં લઈ શકે છે. દસ હેર સ્ટાઈલ પુરુષો
માટે અને અઢાર હેર સ્ટાઈલ મહિલાઓ માટે જાહેર કરવામાં આવી છે. આપણા દેશમાં આજે વર્ષ બે હજાર એકવીસ ચાલે છે.
આખી દુનિયા વૈશ્વિક કક્ષાએ એક જ કેલેન્ડર વાપરે છે.જયારે આ દેશમાં પોતાનું અને
સૌથી જુદું કેલેન્ડર અમલમાં છે. આજે જ્યારે આપણે સૌ વર્ષ બે હજાર એકવીસમાં છીએ
ત્યારે ઉત્તર કોરિયામાં વર્ષ એકસો નવ ચાલે છે. ત્યાં મહિનાઓના નામ વર્તમાન અને
પૂર્વ શાસક કે તેમના અન્ય સભ્યોને નામે જ મહિનાના નામ પાડવામાં આવ્યાં છે.પોતાના
દેશ માટે અલગ કેલેન્ડર ઉત્તર કોરિયાના પૂર્વ શાસક કિંગ ઈલ્સુંગ નાં જન્મથી ગણવામાં
આવે છે.
આ દેશમાં એક કાયદો એવો સારો પણ છે કે અહીં કોઈ પોર્ન જોઈ શકતું નથી.
જો એમ કરવામાં આવે તો એ રાષ્ટ્રીયદ્રોહ કર્યાનો કાયદો અમલી કરાય છે. બીજું અહી ખાસ
એ છે કે લોકો માટે, દેશના નાગરીકો માટે ઈન્ટરનેટ સુવિધા વાપરવી એ ગુહ્નો છે. અરે
આખા દેશમાં સરકાર સાથે જોડાયેલ મહત્વના અધિકારીઓ જ ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે. તેની
ઉપર સરકારની સીધી દેખરેખ હોય છે. આખા ઉત્તર કોરિયાની જનસંખ્યા વર્ષ 2018 મુજબ ત્રણ
કરોડ પણ નથી. આ પૈકી માત્ર છસો પાંચ
લોકોને ઇન્ટરનેટ વાપરવાની છૂટ આપવામાં આવી છે. એક બીજી ખાસ વાત એ કે આ દેશમાં
ક્યાય ટ્રાફિક લાઈટ નથી. પોલીસ કર્મચારીઓ જ ટ્રાફિક સંચાલન કરે છે.
આ દેશના નાગરીકોને સરકાર દ્વારા પસંદ કરેલ અઠ્યાવીસ પ્રકાર પૈકીની હેર સ્ટાઈલ ઉપયોગમાં લઈ શકે છે. દસ હેર સ્ટાઈલ પુરુષો માટે અને અઢાર હેર સ્ટાઈલ મહિલાઓ માટે જાહેર કરવામાં આવી છે.આપણા દેશમાં આજે વર્ષ બે હજાર એકવીસ ચાલે છે. આખી દુનિયા વૈશ્વિક કક્ષાએ એક જ કેલેન્ડર વાપરે છે.અહીં પોતાનું અને સૌથી જુદું કેલેન્ડર અમલમાં છે. આપણે સૌ વર્ષ બે હજાર એકવીસમાં છીએ ત્યારે ઉત્તર કોરિયામાં વર્ષ એકસો નવ ચાલે છે.
Comments