સગુણા ફાઉંડેશન અને આપનો સાથ...


મધુ.ભણવામાં હોશિયાર.ખૂબ કામગરી અને કામણગારી.કોઈ મધુને જુએ.બસ!તેને જોતા રહેવાનું મન થાય.મધુ ને જોઈ સૌ ખૂશ થાય.હા તેને જોઈ કોણ ખૂશ થાય છે તે મધુ જોઈ શકે.મધુ  જન્મી ત્યારથી  અંધ હતી.
કુદરત દુશ્મન હોય પછી પૂછવું શું?મધુના ઘરમાં કુલ પાંચ જીવ.મધુથી નાનાં ભાઈ અને બહેન.બધાં અંધ.તેના પપ્પા અને મમ્મી શાકભાજીની લારી ચલાવે. છોકરીને કોણ ભણાવે? છોકરીને ભણાવવાની જવાબદારી એક બેને લીધી.છોકરી ભણી.તેને સંગીત વિશારદ કરાવ્યું.
એક દિવસની વાત છે.હું એક કાર્યશાળામાં હતો.હું બોલતો હતો.મધુ મારો  અવાજ સાંભળીને મને મળવા આવી.મેં તેને જોઈ.મારું કામ પત્યું.હું મધુને મળવા ગયો.અમે બે વર્ષ પછી મળ્યા.મને કહે:’હું અત્યારે નોકરી કરું છું. હવે મારા બાપુજી શાકની  લારી લઈને ફરતાં નથી.તેનાં ભાઈ-બહેન આજે  સંગીત વિશારાદનું  ભણે છે.આજે સખેદ નોધા લઈશ કે તેને ભણાવવા અમે બે ચાર મિત્રોએ મદદ કરી.
મધુ કહે:સાહેબ આવાં બીજો છોકરાંને પણ ભણાવવા જોઈએને.તેમને  કોણ મદદ કરે? સવાલનો જવાબ એટલે સગુણા ફાઉંડેશન.એક એવું ફાઉંડેશન જે પ્રતિભાશાળી બાળકોને શોધે અને તેને મદદ કરે.કેટલાક મિત્રોના સહકારથી આવાં બાળકોને ભણાવવા ઉપરાંત પ્રકાશન અને સંશોધનનું કામ પણ સગુણા ફાઉંડેશન કરે છે.સગુણા એટકે સારા ગુણો ધરાવનાર. ગુણ કૌશલ્યનો હોય કે મજૂરીનો.આવા કૌશલ્યો સાથે બાળકોની શક્તિને બહાર લાવવા છેલ્લા દસ વર્ષથી અમે થોડા મિત્રો ફાઉન્ડેશન ચલાવીએ છીએ.
પ્લાસ્ટિકનો કચરો શોધતા સફાઈવીરોને નિયમિત આરોગ્યની ચકાસણી અને સાથેગમતી નિશાળમાંદર રવિવારે બે કલાક ભણવાનું. ભણતર એટલે ચોખ્ખાઈ વિશે વાત સમજવાનું શિક્ષણ.આજે મારા નાનાં શહેરમાં આવા બત્રીસ બાળકો  છે.આપ પણ આપના વિસ્તારમાં આવા બાળકો વિશે અમને જણાવો.આપણે સાથે ભેગા થઇ તેમની સાથે ભળીશું. ફાઉંડેશનમા આપને  આવકારીએ છીએ.આપનો અભિગમ કેટલાયને મદદ કરશે.
આભાર...
  

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી