રાજાનો શોખ (જોડાક્ષર વગરની વારતા)
એક હતો રાજા.તેને વાજા વગાડવાનું
ખૂબ ગમે.તેને વગાડવાનું ફાવે નહિ.રાજાને ચેન ના પડે.રાજાને તો હવે કશું જ ના
ગમે.રાજા ના ખાય કે ના આરામ કરે.બસ, વાજા વગાડનાર ને શોધવામાં જ પોતાનો સમય પસાર
કરે.આ રાજાને વાજા વગાડવાના જ વિચાર આવે.નગરના લોકો પણ વિચારે.રાજાને આ વાજા
વગાડનું શીખવાની જરૂર કેમ પડી હશે? રાજાને વળી વાજા વગાડવાનું શીખીને શું કામ છે? પણ આતો રાજા,વાજા અને
વાંદરા.તેમને તો કોણ સતાવે?
આ તરફ બે
મહિનાની મહેનત પછી એક વાજા વગાડનાર માણસ મળી ગયો.આ માણસ સંગીતના બધા જ સાધન વગાડતા
આવડે.આ કલાકાર તો ઢોલકા વગાડે,તબલા વાગડે,વાજુ પણ વાગડે અને સંતુર પણ વગાડી
જાણે.રાજા આ માણસને મળીને ખુશ થયો. આ કલાકાર રાજસભામાં રાજાની બાજુમાં જ બેસે.રાજાએ આ કલાકાર
પાસેથી જુદા જુદા વાજા વગાડવાનું શીખવાનું ચાલુ કરી દીધુ હતું.રાજા એ વાજા
વગાડવાની શરૂઆત કરી.રાજા બધું કામ છોડી આ કલાકારની પાસે બેસી જાય.
રાજા રાગડા
તાણીને ગાય.થાપોટ મારી સાજ પણ ખખડાવે.ફૂંક મારી વાંસળી અને પીપૂડી પણ વગાડે.આડો,અવળો અવાજ આવે..આવાજ આવે અને રાજા હરખાય.રાજાને
પણ મજા આવતી હતી.
એક દિવસની
વાત છે.રાજા અને કલાકાર બગીચામાં બેઠા
હતા.કલાકારના
હાથમાં મંજીરા હતા.કલાકાર હાથમાં બાંધીને
આ મંજીરા વગાડતો હતો.સરસ મજાનો ઠંડો પવન આવતો હતો.રાજા કોઈ વાત પર બોલતા હતા.આ કલાકાર મંજીરા વગાડવાની
ધૂનમાં હતો.તેમને વિવાદ થયો. કલાકાર દુ:ખી થાય તેવું રાજાએ કહી દીધું.બસ,કલાકારને દુ:ખ
થયું.
કલાકાર કહે:રાજાજી
તમને હું ના શીખવી શકું.તમે કલાનું અપમાન કારો છો.મારાથી કલાનું અપમાન સહન ન
થાય.હું જાઉં છું.આટલું બોલી કલાકારતો ગયો.રાજાને નમન કરી ને તે ગયો.રાજાને હતું કે આ કલાકાર પાછો આવશે.પણ
કલાકાર બીજા દિવસે પણ મહેલમાં ના દેખાયો.આમ કરતા કરતા દિવસો પસાર થયા.
રાજાને
વાજા વગાડતા થોડું ગણું આવડતું હતું.અરે કહોને કે કઈ રીતે અવાજ આવે છે તે રાજાને
જાણ હતી.રાજાએ પોતાના નગરમાં લોકોને બોલાવવાની શરૂઆત કરી.બધાંજ લોકો
સંગીતના સાધન શીખવામહેલમાં
આવતા થયા.દિવસો પસાર થયા.હવે લોકો પણ વધારે આવતા હતા.મહેલમાં અનેક લોકો આવતા થયા.આ
સંગીતના સાધનો શીખાવામાં અને વગાડવામાં તો આવડત જોઈએ.આતો આવડતની વાત.આવડત કોઈની
ગુલામ નથી.આવડ હોય તો સમય ન બગડે.રાજા અને તેના કેટલાક લોકો સારું વગાડતા થઇ ગયાં.રાજા
પણ હવેતો વાજુ વગાડવાનું શીખી ગયા હતા.કોઈ તબલાં વગાડતો હતો.કોઈ મંજીરા.બધાં સાથે
વગાડે એટલે સાંભળનારને પણ મજા પડે.
રાજા હવે
નગરના લોકો સાથે બેસતો હતો.વાત વાતમાં નગરની સુવિધાઓ વિષે જાણતો હતો.રાજાની નજીક
જનાર આ લોકો નગરના વિકાસમાં પણ સહભાગી થયા હતા.રાજાને સંગીત શીખવાને લીધે મજા આવી
હતી.રાજાએ તેના નગરમાં ચાલતી બધી જ શાળાઓમાં સંગીત શીખવવાનું ફરજીયાત કરી દીધું
હતું.એક દાયકામાં તો આ નગરમાં અનેક કલાકારો થયા..આજે આ નગર કલાનગર તરીકે ઓળખાય છે.
(castme Briton માટે મોકલેલી વાર્તા.જેનો સરસ અંગ્રીજી અનુવાદ કેતન ઠાકરે કર્યો હતો.)
(castme Briton માટે મોકલેલી વાર્તા.જેનો સરસ અંગ્રીજી અનુવાદ કેતન ઠાકરે કર્યો હતો.)
Comments