હેપ્પી બર્થડે...ગાંધીનગર...


આજે રક્ષાબંધન.હિંદુ ધર્મમાં અનોખું મહત્વ ધરાવતો તહેવાર.આજનો દિવસ બીજી રીતે પણ યાદ રહેશે.અન્ના હજારે અને તેમના લોકોએ નવો પક્ષ બનાવવાનું વિચાર્યું છે.હવે કેટલાક ઈમાનદાર કહેવડાવવાના શોખીનો ચુંટણી લડશે.હશે પડશે તેવા દેવાશે.
આજે એક રીતે દિન વિશેષ છે.ગુજરાતના પાટનગરનો આજે જન્મ દિવસ.હા,ગુજરાતની છેલ્લી બનેલી મહાનગરપાલિકા.ગુજરાતની આઠમી મહાનગરપાલિકા એટલે ગાંધીનગર.કર્મચારીઓનું નગર.ગી.આર અને સી.આર. વચ્ચે નભતું ગાંધીનગર.બાપુને અમર કરવા આ નગરને ‘ગાંધી’ નામ અપાયું.
૧૯૬૫ ના રોજ ખાતમુર્હુત થયું.ગાંધીનગરનું પહેલું બનાવેલું ભવન એટલે આજનું વીજળી ભવન.પહેલાં બનેલી આ ભવ્ય ઈમારત આજે પણ ગાંધીનગરમાં હયાત છે.આ ગાંધીનગરને બનાવવા ૨૩૮૨ ખેડૂતોની ૧૦,૫૦૦ એકર જમીન છે.અરે!૫૦૦૦ એકર ખરાબાની જમીન પણ અહીં કેળવી છે.આસપાસના બાર  ગામ એક કર્યા.એકતા અને સમર્પણથી  આ નગર નિર્માણ પામ્યું છે.હજુ જમીન આપનાર ખેડૂતો ધક્કા ખાય છે.૧ મેં ૧૯૭૦ સુધી સચિવાલય અમદાવાદ હતું.અહીંથી સચિવાલય  ગાંધીનગર સ્થિર થયું.ગાંધીનગર આજે ગીફ્ટસીટી,ગ્રીનસીટી,ગાંધીમંદિરથી પોતાની ઓળખ આપે છે.
એક થી સાત નંબરના માર્ગ અને ક થી જ વચ્ચેની સફર ગાંધીનગરને અનોખું બનાવે છે.હમણાં સરકારી  ગતકડાં કરવાની નીતિ અને આવા જ  ધાકડા બાજ નેતાઓ.બસ પત્યું બધા બાબુઓ એ અહીના માર્ગના અને સર્કલના નામા  બદલી નાંખ્યા.શું સુજ્યું કે બસ...આવું જ માયવતીને ઉતાર પ્રદેશના કેટલાક જીલ્લાના નામ માટે થયું હતું.હમણાં અખિલેશે જુના નામ પાછા નવા કરીઆપ્યા.ગાંધીનગરનું પણ કદાચ એવું જ થશે.હા,સતત વી.આઈ,પી.ના બંદોબસ્તમાં વ્યસ્ત પોલીસ અહીના લોકોની સેવા સારી રીતે કરી શકતી નથી.આખા રાજ્યના લોકો અહીં વાવટા ફરકાવે..રેલી કાઢે...આવું જ અહીના લોકોએ પણ કર્યું.ગાંધીનગરમાં નર્મદાનું પાણી મળે તે માટે અંદોલન કરવું પડ્યું હતું.એવું જ મહાનગરપાલિકા બનાવવા માટે પણ સૌ એકઠા થયા હતા.
આજે ગાંધીનગરથી ગુજરાતની ઓળખ છે.હા,ગાંધી વગરનું ગાંધીનગર.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી