મારા મિત્રો...મારી તાકાત...


મારા મિત્રો.ભણવામાં મારા કરતાં  હોશિયાર.વિરલ પંડ્યા,અબ્દુલ ગફ્ફારખાન,પાવક શાહ, દિશાંત દોશી,રેહાના ભાયલા,શિલ્પા પંચાલ અને નેહા દોશી ધોરણ  ૧થી ૧૦ અમે સાથેજ.વિરલ,ગફ્ફાર,પાવક અને વિપુલને અંગ્રેજી વધારે ફાવે.આ બધાને ગણિત પણ ફાવે.મને ગણિત અને અંગ્રેજી સિવાયના બધા વિષયો ફાવે.થોડા સમય પહેલાં ગફ્ફારનો ફોન આવ્યો.લગભગ ૧૩ વર્ષ પછી તેનો ફોન આવ્યો.અમે વાત કરી.આજે ગફ્ફાર ઇજનેર છે.તે બાલાસિનોરમાં રહે છે.તે કોન્ટ્રાકટર છે.તેનો પણ નાનો પરિવાર છે.હું મારી સાથેના બધા મિત્રો ને યાદ કરું છું.

વિરલ...જે ખૂબ હોશિયાર.કદાચ ગફ્ફાર,પાવક કે વિપુલ કરતાં પણ હોશિયાર.વિરલ હૈદરાબાદ છે.વિપુલ પ્રજાપતિ ડોકટર છે.તે કદાચ અમદાવાદ છે.દિશાંત,રેહાના ભાયલા,શિલ્પા પંચાલ ક્યાં છે તેની ખબર નથી.નેહા દોશી આજે અમેરિકામાં છે.અને હું ડીસા માં.મારા બધાં જ મિત્રો મારા માટે ખૂબ મહત્વના છે.હું ભણતો ત્યારે મારા તમામ મિત્રો મને શીખવામાં મદદ કરતા.
વિરલ અંગ્રેજી શીખવતી.મને દસમું ધોરણ પાસ કરાવવામાં પણ તેની મને ખાસ મદદ હતી.ગફ્ફાર મને ગણિત શીખવતો.બીજા મિત્રો મને બાકીના વિષયો શીખવતા.આજે હું નોકરી કરું છું.શિક્ષક છું.મારાં લખેલાં પાઠ્યપુસ્તકો ગુજરાતના અભ્યાસક્રમમાં છે.મને ભણતી વખતે,ન સમજતા અનેક મુદ્દાને વિવિધ રીતે શીખવનાર મારા મિત્રોએ મને જે શીખવ્યું તે બધું મને યાદ છે.મારા બધા મિત્રો મને યાદ આવે છે.મારા  મિત્રોએ   મને આજે નામના અપાવી.આજે હું લેખક તરીકે ઓળખાઉં છું.અત્યારે મારો નેશનલ રેકોર્ડ છે.અત્યારે હું    વર્લ્ડ રેકોર્ડ  માટે મહેનત કરું છું.જો મારો ગીનીસ બુકમાં રેકોર્ડ નોંધાય થાય તેમાં મારા મિત્રોનો ભાગ પણ ખરો  ખરો.

હું ભણતો ત્યારે ભણવાનું ગમતું  નહિજે ભણાવવાની અનેક નવી રીતો શોધવાની મને ગમે છે.
મારી સાથેના બધા મિત્રોની યાદ અપાવનાર ગફ્ફારનો અભાર.
૦૯૪૨૮૧૩૬૯૧૮
૦૯૯૨૫૦૪૪૮૩૮


Comments

હવે આ લખનારને પણ તમારો મિત્ર ગણજો. તમારો બ્લોગ બાળકો માટે છે; માટે ખાસ મુલાકાત ન લઈ શકું તો, મિત્રતામાં બાધક ન ગણતા. પણ મને બાળકો માટે કામ કરતા સૌ જણ બહુ વ્હાલા લાગે છે.

બાળકો માટેના આ બ્લોગનો છૂટથી ઉપયોગ કરવા - કોપી/પેસ્ટ કરવા સદા માટે પરવાનગી !!
http://hobbygurjari.wordpress.com/
Bee The Change said…
अरे जनि साब....में तो खुश हुआ...आप यहाँ हैं....में बहोत खुश हूँ...शुक्रिया.....
abdulgaffar said…
i am very proud for my child hood friend bhavesh ...i wish your life go very smoothly ,,,and u got your aim
abdulgaffar said…
i am proud of u my friend bhavesh

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી