સુરખાબ...


પ્રેમ હોય તો ના ડર હોય છે,આમતો...સુરખાબને પણ ક્યાં ઘર છે?


સુરખાબ.ગુજરાતનું રાજ્યપક્ષી.પરદેશથી આવતું પક્ષી.લાખોની 
સંખ્યામાં ઋતુમાં ગુજરાતમાં આવતું પક્ષી.અનોખી અને સહજ સુંદરતા.કોઈ પ્રકારના આડંબર વગરની સુંદરતા.
પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર,અમદાવાદ ધ્વારા એક સરસ કામ થયું છે.સુરખાબના પ્રવાસ દ્વ્રારા ગુજરાતનો અનોખો પરિચય આપ્યો છે.ગુજરાતના ગૌરવ સમાન એવી સંસ્થા જે વૈશ્વિક કામ કરતી હોય.પર્યાવરણ શિક્ષણ કેન્દ્રનું ક્ષેત્રમાં ખૂબ મોટું કામ છે.હમણાંજ સંસ્થાના શ્રી કાર્તિકેય સારાભાઈને પદ્મશ્રી સન્માનથી નવાજયા.એક વર્કશોપમાં હું તેમણે મળ્યો છું.હુંપર્યાવરણના પાઠ્યપુસ્તકના લેખન વખતે મળી શક્યો હતો.આજે મને ફોટો મળતાં લખવાનું થયું.પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર,થલતેજ અમદાવાદ ખાતે છે. સંકુલનું ખાસ મહત્વ છે.દરેક ઓફીસ અને તેની બારીમાંથી આપણે એક ઝાડ જોવા મળે.જયારે જગ્યા ફાળવી ત્યારે અહીં એક ટેકરો હતો. ટેકરા પર આવેલી છે સંસ્થા.તેનું બાંધકામ પણ એવું કે,કયું બાંધકામ નવું અને કયું જૂનું તે જાણી ના શકાય.અહીં દરેક ઓફિસની પ્લીન્થ સાવ ઓછી.અહીંથી પર્યાવરણની કોઈ વસ્તુને કેમ્પસ બહાર લઇ જવાતું નથી.
આખી દુનિયાની પર્યાવરણ કોન્ફરન્સ અહીં યોજવાની હતી.દુનિયાના ડેલીગેટ આવવાના હતા.અહીં સમારોહ સ્થળે એક વ્રુક્ષ વચ્ચે આવતું હતું.પણ તેવું કરતાં આયોજન રીતે કર્યું કે બધું સચવાય.ગુજરાતની અનેક ગૌરવ નોધ અહીં જોવા મળે છે.અહીં એક સ્ટુડીઓ છે.અહીં કલાકારો પશુ અને પક્ષીના સ્ટ્રક્ચર બનાવે.ચિત્રો બનાવે.
અમે ગયા.એક ચિત્રકાર વાઘ નું ચિત્ર બનાવતા હતા.મેં કહ્યું:'' સ્કેચ બનાવ્યા પછીતો વાઘને પટ્ટા ગમેતેમ બનાવાય ને. ચિત્રકારે મને સરસ માહિતી આપી.તે કહે:"જેમ દરેક માણસની ફિંગર પ્રિન્ટ સરખી નથી હોતી.બસ,આમજ દરેક વાઘને પણ પટ્ટા સરખા હોતા નથી.'
જાણે અદભૂત મગર.વાઘ અને એવુંતો કેટલુંય.આજ કેમ્પસમાં હું ગિજુભાઈ બધેકાની પ્રપોત્રીને મળ્યો હતો.તારીખ હતી ૨૯ ડીસેમ્બર ૨૦૧૨.તેઓ એન.સી..આર.ટી.ના પર્યાવરણના પાઠ્યપુસ્તકનાં લેખિકા છે.તેમના વિશે મેં બ્લોગમાં પણ લખ્યું છે.








Top of Form

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી