કંસારી અને પતંગિયા...


 કંસારી અને પતંગિયા.સરખા જેવા જીવ.આ બંનેમાં ભેદ છે.પતંગિયા અને કંસારીને વિજ્ઞાનમાં લેપીડોપેર પ્રકારના જંતુ કહેવાય છે.આ બન્ને જીવ વચ્ચે ભેદ અને સરખાપણું છે.મારા એક મિત્ર જીતુભાઈ.તેમનું સાચું નામ જીતેન્દ્રભાઈ ઠક્કર.થોડા દિવસ પહેલાં તેમણે એક સરસ માહિતી લખી. કંસારી અને આવા અનેક જીવડાઓને  હિન્દીમાં  પરવાના કહેવાય છે.શમા પે પરવાનાને નામે અનેક વાતો ચાલે છે.અહીં આવું પ્રેમ જેવું કશું નથી.આ પરવાના દીવાની જ્યોત તરફ આકર્ષણ ધરાવતા નથી.પણ તે આ જ્યોતને લીધે તેમની દીશા ચૂકી જાય છે.હા આ પરવાના પ્રકારના જીવડામાં દિશાસૂચક હોય છે.આ જીવડાં સૂરજ કે ચંદ્રના પ્રકાશનો  ઉપયોગ દીશા સૂચક તરીકે કરે છે.આ કારણે તે દીવાની જ્યોત તરફ આગળ વધે છે.  દીવામાં બળીમરતા જીવ કંસારી  હોય છે.પતંગિયા દિવસે જ નીકળે છે.પાંખ ઊંચીરાખીને બેસે છે.તેના સ્પર્શક પર ટોચ હોય છે.તે પતંગિયાના માથાના ભાગે હોય છે.કંસારી રાતે જ નીકળે છે.તે પતંગીયા જેવી તેજસ્વી નથી.કંસારી તેની પાંખો શરીર સાથે ચોટાડીને બેસે છે.કંસારીને સ્પર્શકમાં પીંછાં અથવા શાખાઓ હોય છે.    

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી