આકાશ કેમ વાદળી?
એક છોકરીએ મને પૂછ્યું.સર...આકાશ કેમ વાદળી છે.આ છોકરીનું નામ જૈના.તે સાતમાં ધોરણમાં ભણે.મેં તેણે એક જવાબ આપ્યો.જે આપને માટે પણ લખું છું.આપનું સૂચન હોય તો જણાવશો.પૃથ્વીને ફરતે અનેક વાયુઓ છે.
તેમાં ઓક્સિજન,નાઇટ્રોજન,અંગારવાયુ,જળબાષ્પ અને રજકણો હોય છે.આ બધા વાયુઓ અને રજકણો વાતાવરણમાં હોય છે.દિવસ હોય તો સૂરજદાદા પણ હાજર હોય.આ સૂરજનો પ્રકાશ વાયુ કે વાતાવરણના હિસ્સાને સ્પર્શે ત્યારે આ પ્રકાશનું વિવિધ રંગોમાં વિભાજન થાય છે.આ રંગોને આપણે મેઘધનુષના રંગ તરીકે ઓળખીએ છીએ.આ રંગ તમે બાજુના ચિત્રમાં જોઈ શકો છો.લાલ...નારંગી...પીળો...લીલો...નીલો(આસમાની)...વાદળી...અને જાંબલી...આ રંગો સાત હોય છે.પણ મુખ્ય રંગ ત્રણ જ છે.લાલ,પીળો અને વાદળી.બાકીના બધાં જ રંગો આ ત્રણ રંગથી જ બને છે.મેઘધનુષ્યના રંગોને પણ જોઈએ.આ પૈકીના રંગોમાંથી ચાર રંગો એવા છે જેમાં વાદળી રંગ કે તેની મદદથી બનતા રંગ છે.જેમાં લીલો (વાદળી અને પીળો)વાદળી...નીલો...(વાદળી અને સફેદ)જાંબલી(વાદળી અને લાલ)આ સાત રંગોમાં વાદળી રંગ વધુ પ્રમાણમાં હોઈ આકાશ વધારે વાદળી દેખાય છે.સાંજ પડે ત્યારે જ્યાં જે રંગ વધારે હોય તે દેખાતો હોઈ આકાશ લાલ દેખાય છે.આ લાલ રંગ સૌથી ઉપર હોઈ તેની નીચેના રંગો દેખાતા નથી.
.
Comments
http://www.sciencemadesimple.com/sky_blue.html