ઈસપની વાત...
અનેક વર્ષો પહેલોની આ વાત છે.જૂના ગ્રીકમાં એક ગુલામ હતો.તેનું નામ ઈસપ.તે ખૂબ કદરૂપો માણસ હતો.પણ તેની પાસે વાર્તા કહેવાની કળા હતી.તે ખૂબ જ રોચક રીતે બોધકથાઓ કહેતો હતો.ઈસપ ખૂબ જ અવલોકન કરતો.આ અવલોકનમાં તેણે જે દેખાય તેની બોધકથા કહેતો.જ્યાં માણસ હોય ત્યાં તે પ્રાણીનું નામ કહેતો.જેમ કે ‘એક લુચ્ચું શિયાળ હતું.’ખરેખર ત્યાં કદાચ કોઈ માણસ હોય.આવી વાતોથી તે અમર થયો.રોજ સોનાનું ઈંડું આપતી મરગીની વાત છે જ.આજ રીતે વાઘ આવ્યો રે વાઘ, સસલું અને કાચબો... આ અને આવી અનેક વાર્તાઓ આજે પણ પોતાની રીતે ખૂબ જ મહત્વનો રોલ ભજવે છે.એવી ઘણી ઈસપની વાર્તા છે જે આજે આપણે કહીએ છીએ અને બાળકોને આપની વાત મનવાવા આ વાર્તાઓ આપણા એક અદના સાથીની ગરજ સારે છે.ચાલો આવી વાર્તાઓ એકઠી કરીએ અને ઇસપને યાદ કરી આપણાં બાળકોને કહીએ.
Comments