ભારતીયોનો વિદેશમાં ડંકો.



ઋષિ સુનક સહિત વિશ્વમાં અનેક નેતાઓના મૂળ ભારત સાથે જોડાયેલ છે. ખૂબ જ મહત્વના દેશો અને તેના વડા તરીકે ભારતીય હોવું ગૌરવની વાત છે. ઋષિ સુનકની વડાપ્રધાન તરીકે પસંદગી થાય એ આપણાં માટે ગૌરવની વાત છે. આવા અન્ય દેશના ભારતીય નેતાઓ અંગે જોઈએ.

અત્યારે સોશિયલ મીડિયામાં ઋષિ સુનલ છવાયેલ છે. કેટલાક એમને એક પૂર્વ ક્રિકેટર સાથે સરખાવી આ બાબત રજૂ કરે છે તો કેટલાક હિન્દુસ્તાનનું ગૌરવ અને આજકાલ ચાલતા ટ્રેન્ડ મુજબ સનાતની પરિવારનો વડાપ્રધાન ભારતીય હોવાનું જણાવે છે. સુનક બે ત્રણ દેશ સાથે સંકળાયેલ છે. છતાં ભારત સાથે વધારે એટલે કે એમના પૂર્વજો ભારતીય હતા. એમના પત્ની પણ ભારતીય છે. આ વાત થાય ત્યાં થોડી થોડી વાત કમલા હેરિસન માટે પણ થાય છે. કમલા આજે અમેરિકા કે જગત જમાદાર કહેવાતા રાષ્ટ્રના વાઇસ પ્રેસિડેન્ટ છે. પણ આજે આપણે બીજા દેશના ભારતીય મૂળના વ્યક્તિઓ અંગે થોડી વાત કરીશું. આ બધા જ ભારતીય મૂળના છે અને જે તે દેશના ચૂંટાયેલા વડા તરીકે જીવન જીવી રહ્યા છે. 

હાલ દુનિયાના કેટલાય દેશમાં ભારતીય મૂળના નેતા પ્રતિષ્ઠિત પદો પર છે.અમેરિકા, બ્રિટન, કૅનેડા, સિંગાપુર, ઑસ્ટ્રેલિયા સહિત ઘણા આફ્રિકન અને એશિયાના દેશમાં આપણા દેશ સાથે સીધા જોડાયેલ લોકો જાહેર જીવનમાં સફળ થયા છે.

અત્યારે જેની વાત ચાલુ છે એવા ભારતીય મૂળના બ્રિટિશ સાંસદ ઋષિ સુનક. હમણાં જ બ્રિટનના વડા પ્રધાન બન્યા છે.  વિશ્વના નેતાઓ આ બાબતે બે ભાગમાં વહેંચાયેલા જોવા મળે છે. જગત જમાદાર જો બાઇડને આ ઘટનાને મહત્વની  ગણાવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુનકને શુભેચ્છા પાઠવતાં કહ્યું છે કે તેઓ આવનારા દિવસોમાં તેમની સાથે મળીને બંને દેશોનાં સામાન્ય હિતો પર કામ કરશે. ભારતમાં માયાવતીજી એ નવું ગતકડું કર્યું. બ્રિટનમાં ઋષિ વડાપ્રધાન થઈ શકે તો ભારતમાં દલિત કેમ નહીં? માયાવતીજીએ ઘણા દિવસો પછી મીડિયામાં અવાય એવું જાતિવાદી નિવેદન કર્યું. રચનાત્મક બાબતો માટે સતત ટ્વીટ કરતા  ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ આ તકને લઈને ટ્વીટ કર્યું છે કે, "વિંસ્ટન ચર્ચિલે વર્ષ 1947માં ભારતીય સ્વતંત્રતા અંગે કહ્યું હતું કે ભારતીય નેતા ઓછી ક્ષમતાવાળા લોકો છે. આજે અમારી સ્વતંત્રતાના 75મા વર્ષે ભારતીય મૂળની એક વ્યક્તિ બ્રિટનના વડા પ્રધાન બનવા જઈ રહી છે. જિંદગી ખૂબસૂરત છે."

આ વાત તો થઈ શુભેચ્છાઓની. મિમ બનાવનાર તો અમીરખાનની ફિલ્મ લગાન નું પોસ્ટર બતાવી 1947માં અંગ્રેજો સામે લાગણની ક્રિકેટ અને 2022 માં ભારતીય વડાપ્રધાન જેવા કાર્ટૂન બનાવી લોકોને આ બાબતે રસ લેતા કરવામાં ફાળો આપ્યો છે. ઋષિ સુનકની વાત કરી. આ સાથે વિશ્વના અન્ય દેશના ભારતીયો દ્વારા શોભાવવામાં આવતા મહત્વના પદો પર બેઠેલા ભારતીય મૂળના નેતાઓનો ઉલ્લેખ કરી રહ્યો છું.

યુરોપ એટલે વિકાસ પામેલ દેશોનો સમૂહ. એક સામાન્ય સમાજ મુજબ આ યુરોપમાં  ભારતીય મૂળના એંટોનિયો કોસ્ટાનું નામ ખૂબ આગળ છે. તેઓ પોર્ટુગલના વડા પ્રધાન છે. એંટોનિયોના પિતા ઓરલૅંડો કોસ્ટા કવિ હતા. સામ્રાજ્યવાદવિરોધી આંદોલનમાં તેમણે ભાગ લીધો. પોર્ટુગીઝ ભાષામાં 'શાઇન ઑફ એન્ગર' નામનું એમનું પુસ્તક વિશ્વમાં બેસ્ટ સેલર છે. એમના દાદા ગોવામાં રહેતા. અન્સફોનસો મારિયા ડી કોષ્ટઆ એમનું નામ.તેમના સંબંધીઓ આજે પણ ગોવાના મરગાઓની નજીક રુઆ અબેદ ફારિયા ગામ સાથે જોડાયેલા છે. પોતાની ભારતીય ઓળખ અંગે કોસ્ટાએ એક વાર કહ્યું હતું કે, "મારી ત્વચાના રંગે મને ક્યારેય કશું કરતાં નથી રોક્યો, હું મારી ત્વચાના રંગ સાથે સામાન્યપણે રહું છું." આટલું જ નહીં, કોસ્ટા ભારતના ઓસીઆઈ કાર્ડધારકોમાં પણ સામેલ છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2017માં તેમને ઓસીઆઈ કાર્ડ સોંપ્યું હતું.

આ ઉપરાંત મૉરિશિયસના વડા પ્રધાન જગન્નાથ. એમનું નામ સાંભળીને પણ ભરાતીયતાનો અહેસાસ થાય. જી, તેઓ પણ ભારતીય મૂળના રાજનેતા છે, જેમનાં મૂળ ભારતના બિહાર સાથે જોડાયેલાં છે. પ્રવિંદ જગન્નાથના પિતા અનિરુદ્ધ જગન્નાથ પણ મૉરિશિયસના રાજકારણના કદાવર નેતાઓ પૈકી એક ગણાય છે. તેઓ મૉરિશિયસના રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનપદ પર રહ્યા હતા.એમના અવસાન પછી પ્રવિંદ જગન્નાથ થોડા સમય પહેલા પિતાનાં અસ્થિઓને ગંગામાં પ્રવાહિત કરવા માટે વારાણસી આવ્યા હતા. આ ઉપરાંત પણ તેઓ અવાર નવાર ભારત આવતા રહે છે.

રાષ્ટ્રપતિ હલીમા યાકૂબ સિંગાપુરના લાડીલા રાષ્ટ્રપતિ છે. તેમના પૂર્વજોનાં મૂળ ભારત સાથે જોડાયેલાં છે. તેમના પિતા ભારતીય અને માતા સિંગપુરના સ્થાનિક મલય મૂળનાં હતાં. સિંગાપુરમાં મલય વસતિ લગભગ 15 ટકા છે. મલય મૂળના લોકો ઇન્ડોનેશિયા અને મલેશિયામાં ફેલાયેલા છે. છતાં હલીમા યાકૂબ ચૂંટાયા અને સિંગાપુરનાં પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનીને ઇતિહાસ રચી દીધો છે. આ પહેલાં તેઓ સિંગાપુરની સંસદમાં પ્રથમ મહિલા અધ્યક્ષ રહ્યા. 

લેટિન અમેરિકન દેશ સૂરીનામ. અહીં રાષ્ટ્રપતિ તરીકે ચંદ્રિકાપ્રસાદ છે. તેઓ ચંદ્રિકાપ્રસાદ સંતોખી પણ એવા નેતા છે, જે ભારત સાથે જોડાયેલા છે. ભારતીય-સૂરીનામી હિંદુ પરિવારમાં જન્મેલા ચંદ્રિકાપ્રસાદ સંતોખીને ચાન સંતોખી તરીકે ઓળખવામાં આવે છે. ચંદ્રિકાપ્રસાદ સંતોખી એરાષ્ટ્રપતિપદના શપથ સંસ્કૃત ભાષામાં લીધા હતા.

કૅરિબિયન દેશ ગુયાનાના રાષ્ટ્રપતિ ઇરફાન અલીના પૂર્વજોનાં મૂળ પણ ભારત સાથે જોડાયેલાં છે. તેમનો જન્મ વર્ષ 1980માં એક ભારતીય મૂળના પરિવારમાં થયો હતો.સેશેલના રાષ્ટ્રપતિ વાવેલ રામકલાવન પણ ભારતીય મૂળના નેતા છે, જેમના પૂર્વજો ભારતના બિહાર પ્રાંત સાથે જોડાયેલા છે. તેમના પિતા એક લુહાર હતા. તેમજ તેમનાં માતા એક શિક્ષિકા હતાં.

ભારતીયમૂળના શીર્ષ નેતાઓમાં અમેરિકન ઉપ-રાષ્ટ્રપતિ કમલા હૅરિસ પણ છે. વર્ષ 2021માં તેમને 85 મિનિટ માટે અમેરિકાના રાષ્ટ્રપતિપદની શક્તિઓ પણ અપાઈ હતી. આ સાથે જ કમલા હૅરિસ અમેરિકન ઇતિહાસમાં રાષ્ટ્રપતિપદની શક્તિ સંભાળનાર પ્રથમ મહિલા બની ગયાં હતાં.

આ પહેલાં કમલા હૅરિસે અમેરિકન લોકશાહીના 250 વર્ષના લાંબા ઇતિહાસમાં પ્રથમ મહિલા, પ્રથમ અશ્વેત મહિલા અને પ્રથમ એશિયન-અમેરિકન મહિલા ઉપ-રાષ્ટ્રપતિ બનીને ઇતિહાસ રચ્યો.

કમલા હૅરિસ ભારત સાથે પોતાના જોડાણ અંગે મુક્ત મને વાત કરવાને લઈને પણ ઓળખાય છે. એક જાહેર સમારંભમાં સાવાલનો જવાબ આપતાં કૅલિફોર્નિયાનાં ખાતે કમલા એમના નામનો અર્થ જણાવતાં કહે છે "મારા નામનો અર્થ 'કમળનું ફૂલ' છે." ભારતીય સંસ્કૃતિમાં તેનું ઘણું મહત્ત્વ છે. કમળનો છોડ પાણીની નીચે થાય છે. ફૂલ પાણીની સપાટી ઉપર થાય છે. તેનાં મૂળ નદીના તળિયામાં મજબૂતાઈથી જોડાયેલાં હોય છે.

આમ અહીં કેટલાક લે ભાગુ અને વહાટ્સ એપ યુનિવર્સીટી વાળા ભારત ને કાયમ નબળો દેશ જ માને છે. ત્યારે અહીં યાદ કરીએ કે વિશ્વના અનેક દેશમાં મહત્વની જગ્યાએ આપણાં લોકો બેઠા છે. આ તો માત્ર પ્રમુખ,વડાપ્રધાન અને એવા જ ચૂંટાયેલ વ્યક્તિઓ અને હોદ્દાની વાત થઈ.આ ઉપરાંત અનેક વૈશ્વિક કંપનીઓમાં આપણાં જ લોકો જે મૂળ ભારતીય છે એ જવાબદારી નિભાવે છે ત્યારે એ ગૌરવ અને એ પછીનું ભવિષ્ય ભારત ને વિશ્વ ગુરુ બનવામાં સહયોગી થશે.

"મારા નામનો અર્થ 'કમળનું ફૂલ' છે." ભારતીય સંસ્કૃતિમાં તેનું ઘણું મહત્ત્વ છે. કમળનો છોડ પાણીની નીચે થાય છે. ફૂલ પાણીની સપાટી ઉપર થાય છે. તેનાં મૂળ નદીના તળિયામાં મજબૂતાઈથી જોડાયેલાં હોય છે.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી