ઋચાર્મી નેશનલ ઇનોવેશન એવોર્ડ:૨૦૨૨

આજે વિશ્વ ટેકનોલોજી દ્વારા સતત આગળ વધી રહ્યું છે. આ સમયે વિશ્વ જાણે ખોબા જેટલું બની ગયું છે ત્યારે ભારતીય નાગરિક અને મૂળ ભારતીય વ્યક્તિઓ માટે એક સારા સમાચાર પ્રાપ્ત થયા છે. આ અંગે મળતી માહિતી મુજબ સમગ્ર દેશમાં ઇનોવેશન અને ઇમ્પ્લીમેન્ટેશન માટે કાર્યરત મહિલાઓ દ્વારા સંચાલિત કંપની દ્વારા આ વર્ષે પણ રાષ્ટ્રીય પુરસ્કાર માટેની જાહેરાત કરી છે. આ અંગે ઋચાર્મી ઇનોવેશ કંપની દ્વારા સમગ્ર દેશમાંથી નવતર વિચારો એટલે કે ઇનોવેશન મંગાવવામાં આવનાર છે. આ અંગે જાણવા મળ્યા મુજબ કંપની દ્વારા શિક્ષકો,ઇજનેરો,મહિલાઓ,પશુપાલકો,બાળકો કે કોઈ પણ પાસે નવો વિચાર હોય તો આ વિચાર કંપની દ્વારા મંગાવવામાં આવે છે.  અબ્દુલ કલમના જન્મ દિવસે આ સ્પર્ધાની જાહેરાત કરતાં નેશનલ અને ઇન્ટર નેશનલ ઇનોવેશન એવોર્ડ વિજેતા ડૉ. ભાવેશ પંડ્યાએ આ સ્પર્ધામાં બહોળી સંખ્યામાં ભાગ લેવા અનુરોધ કર્યો હતો.

 

વિજેતાઓ માટે...

આ સ્પર્ધામાં વિજેતા થનાર વ્યક્તિઓને એવોર્ડ, સન્માનપત્ર,શાલ અને મોમેન્ટો આપવામાં આવશે. આ પૈકીના આંતર રાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે યોગ્ય નવાચાર ને ત્યાં સુધી પહોંચાડવામાં આવશે. જે આઈડિયા પસંદ થશે તેની પેટર્ન ઋચાર્મી કંપની દ્વારા નોંધાવી આ સ્પર્ધકોને વિશેષ સન્માનિત કરવામાં આવશે.


કેવી રીતે થશે પસંદગી.

કંપનીના ચેરપર્સન ચાર્મી રૂપલ દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ મહિલાઓ દ્વારા સંચાલિત આ કંપની દ્વારા એક લીક શેર કરવામાં આવેલ છે. ભારતની કોઈ પણ ભાષામાં અહીં વિગત ભરી શકાય છે. સ્પર્ધામાં ભાગ લેવા માટે આ લિંકમાં વિગતો ભરવાની થાય છે. આ વિગતોનો અભ્યાસ કરી પસંદગી સમિતિ દ્વારા સ્પર્ધકોનો સંપર્ક કરી આગળની વ્યવસ્થામાં નવ સર્જક કે વિચારકને જોડવામાં આવવા અંગે જણાવ્યું હતું. આ અંગેની લિંક મેળવવા 7016653034 નંબર ઉપર લિંક લખી મેસેજ કરવાથી આ લિંક પહોંચતી કરવામાં આવશે.


ઋચાર્મી ઇનોવેશન શું કરે છે.

નવ વિચારકો અને વિશેષ સ્કિલ ધરાવતા વ્યક્તિઓને શોધી એમને પ્રસ્થાપિત કરવાનું કામ આ કંપની દ્વારા છેલ્લા એક દાયકાથી કરવામાં આવી રહ્યું છે. આ કંપની દ્વારા અગાઉ પણ આવી સ્પર્ધાઓનું આયોજન કરી ગુજરાતમાંથી સાત કરતાં વધારે બાળકો કે વયસ્કોને એમના વિચારની પેટર્ન નોંધાવી આપી છે.કાગળની પેન,પેન્સિલ ઉપરાંત દિવ્યાંગ વ્યક્તિઓ માટે ખાસ ડિજાઇન કરેલ ખુરશી ની વૈશ્વિક પેટન આ ઋચાર્મી પાસે છે. અત્યાર સુધી 21 જેટલી પેટન ઋચાર્મી પાસે છે. અહીં જોડાયેલ સૌની પસંદગી રાષ્ટ્રીય કક્ષાના સન્માન માટે થાય એ માટે આ કંપની ઇનોવેટીવ વ્યક્તિઓ અને સ્કિલ ધરાવતા લોકોને શોધવાનું કામ કરે છે. આવા આયોજન દ્વારા લગભગ 23 કરતાં વધારે વ્યક્તિઓ,સંસ્થાન કે વિચારને બહુમાન પ્રાપ્ત થયું છે.


થ્રી ઇડિયટ્સના રિયલ રેંચો આ કંપની સાથે જોડાયેલ છે.

અમીરખાનની થ્રી ઇડિયટ્સ ફિલ્મના જે ઇનોવેશન જેમ કે અનાજ દળવાની ઘંટીવાળું સ્કૂટર અને હેલ્મેટ જેવા આઈડિયાના શોધક જહાંગીર શેખ. જે મહારાષ્ટ્રના જલગાવ ખાતે રહે છે,આ વિગતના પ્રચાર માટે તેઓ ઋચાર્મી સાથે છેલ્લા સાત વર્ષથી જોડાયેલ છે.


સહયોગી સંસ્થાઓ.સેવન સ્કિલ ફાઉન્ડેશન,ગુજરાત. 90.4 એફ.એમ.રેડિયો પાલનપુર અને  બીકે ન્યૂઝ દૈનિક અને દુનિયાની પ્રથમ દેશની એજ્યુકેશન ઇનોવેશન બેન્ક વતી ફેર-ઇ નો વિશેષ સહયોગ મળી રહ્યો છે.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી