દર્દી તરીકે બાળક હોય તો બધું જ મફત.



આજથી અગિયાર વર્ષ પહેલાની વાત છે.વાત એમ બની કે એક છોકરીને હૃદયમાં કાણું હોવાનું નિદાન થયું.તેના બાપુજી ખેતરમાં મજુરી કરે.ગરીબ ઘરમાં આમ પણ જ્યાં બચતને નામે રોજની આવક કે મજુરી હોય ત્યાં આવી બીમારી આવે,બસ! પછીતો પત્યું.આ દીકરીને સરકારમાંથી સહાય મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી.એ વખતે આ દીકરી ભણતી ન હતી.શાળામાં ભણનાર વિદ્યાર્થીઓ માટેની સરકારશ્રી ની સુવિધાનો લાભ લેવા આ દીકરીને શાળામાં દાખલ કરવામાં આવી. કેશોદ તાલુકામાં એક સરકારી શાળામાં અભ્યાસ કરે.દીકરીની સરકારી તબીબ ધ્વારા ચકાસણી થઇ.આ દીકરીને દાખલ કરવા,તેની સારવાર અપાવવા અને અન્ય વ્યવસ્થામાં ખૂબ જ સમય પસાર થઇ ગયો.રાધા નામની આ દીકરીને બચાવી ન શકાઈ.
***
આજથી બે ચાર વર્ષ પહેલાંની જો કોઈ આવી ઘટના હોય તો એમાં સરકારશ્રીની યોજનાને આધારે ખર્ચ કરવાનો થતો નથી.હા,બાળક શાળામાં ભણાતું હોય તે જરૂરી છે.અહીં બાળક માટે બધું જ મફત. ગામડાનો માણસ મજુરી કરીને કમાતો હોય તે દવાખાનામાં મજુરીય શું કરે અને કમાય પણ શું?એ કારણે ઓપરેશન ન થાય.બાળક સાથે આવનાર એકની તો વ્યવસ્થા થાય તે ખૂબ જ સારું કહેવાશે.પહેલાં રાહત દરે સારવાર.હવે મફત સારવાર થાય છે.ભવિષ્યમાં સાથે આવનારને પણ સરકાર ખાવા આપશે તેવી આશા રાખી શકાય.આજે વાત કરાવી છે એક દવાખાનાની.
***
વાત છે છત્તીસગઢની રાજધાની રાયપુરની.આ હોસ્પીટલની ખાસિયત એ કે કોઈ કેશ કાઉન્ટર બનાવવામાં આવ્યું નથી.બાળકોના હૃદયની આ હોસ્પીટલનો આકાર પણ દિલ જેવો બનાવવામાં આવેલ છે. પાકિસ્તાન,નેપાળ,નાઈજીરિયા,બાંગ્લાદેશ અને શ્રીલંકા જેવા દેશના બાળકો પણ લાભ લઇ ચુક્યા છે.દર્દી સાથે આવનાર એક વ્યક્તિને પણ અહીં મફત સુવિધા આપવામાં આવે છે.આ હોસ્પીટલમાં રોજના ત્રણ ઓપરેશન થાય છે.ચાલીસ બેડની સુવિધા ધરાવતી આ હોસ્પિટલનું મેનેજમેન્ટ સચોટ છે.અહીં ક્યારેય બેડની કે અન્ય કોઈપણ પ્રકારની અછત ઊભી થતી નથી.ત્રણ વર્ષમાં ૭૭૬ કરતાં વધારે બાળકો લાભ લઇ ચુક્યા છે.સત્યસાંઈ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટના સંચાલકો અને તેની સાથે જોડાયેલ સૌને અનેકો વતી શુભકામના.
સેકટર:2,નવારાયપુર.છત્તીસગઢ...sanjeevanireport@gmail.comસંપર્ક: 07712970325/09424207140


Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

નીલમનો ઝભ્ભો

ન્યાયાધીશ અને માસ્તર