ધ્વજ ફરકાવતાં પહેલાં ...

દેશ આઝાદ થયો.આપણે આજે એના સૌથી મહત્વના અંગ વિષે વાત કરીશું.આવતા સોમવારે આપણે ધ્વજ ફરકાવીશું.ધ્વજ ફરકાવવા માટે ચોક્કસ નિયમો બનાવ્યા છે.ધ્વજ ફરકાવવા માટે ‘ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્ઝ ઇન્સ્ટિટયૂશન’ દ્વારા રાષ્ટ્રધ્વજ માટે ઠરાવેલા ધોરણસરના ચિહ્નોવાળા રાષ્ટ્રધ્વજનો માટે માર્ગદર્શિકા આપવામાં આવી છે.ધ્વજ માટે 4:3નું પ્રમાણિત કદ નક્કી થયું છે. આ માટે ચોક્કસ નિયમો બનાવવામાં આવ્યા છે.ભારતીય ધ્વજ સંહિતા ૨૦૦૨ મુજબ ગણતંત્ર દિવસ અને સ્વાતંત્ર્યતા દિવસે ખાદીનો જ રાષ્ટ્રધ્વજ ફરકાવી શકાય છે.
રાષ્ટ્રધ્વજની ઉપર કે તેની જમણી બાજુએ બીજા કોઈ પણ ધ્વજ કે સંજ્ઞા મૂકીન શકાય.બીજા ધ્વજ રાષ્ટ્રધ્વજની ડાબી બાજુએ જ મૂકી શકાય છે. એકથી વધુ  કરતાં વધારે પ્રકારના ધ્વજ હોય તો ધ્વજ ફરકાવવામાં પ્રથમ રાષ્ટ્રધ્વજને ઊંચો લેવાનો હોય છે.રાષ્ટ્રધ્વજને  સૌથી છેલ્લો નીચે ઉતારવામાં આવે છે.રાષ્ટ્રધ્વજને સીધો કે આડો ન ઉંચકાય.સરઘસમાં તેને લઈ જવાતો હોય ત્યારે જમણા ખભા પર ઊંચો રાખવો જોઈએ.રાષ્ટ્રધ્વજ કાઠી પર બારીએ કે કઠેળામાં મકાન પર મૂકવાનો હોય ત્યારે કેસરી રંગ ઉપર જ આવવો જોઈએ.
રાત્રીના સમય પહેલાં રાષ્ટ્રધ્વજ ઉતારી લેવો જોઈએ. જ્યારે રાષ્ટ્રધ્વજ માનભર્યા સ્થાને હોવો જોઈએ.સ્પષ્ટ દેખાઈ આવે તે રીતે ગોઠવાયેલો હોવો જોઈએ. જાહેર મકાનો પર ફરકાવવામાં કોઈપણ દિવસે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ફરકાવી શકાય છે.પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણ જતી શેરીના મધ્ય ભાગમાં રાષ્ટ્રધ્વજ પ્રર્દિશત કરવાનો હોય ત્યારે ધ્વજનો કેસરી પટ્ટો ઉત્તર તરફ રહે તેરીતે ઊભો હોય અથવા પ્રસંગ પ્રમાણે પૂર્વ તરફ રહે તે રીતે ફરકાવવાનું કહેવાયું છે, રાષ્ટ્રધ્વજને વક્તાના મંચ પર રાખવાનો હોય તો તે વક્તાની જમણી બાજુએ રહેવો જોઈએ. તેમ જો થઈ શકે તેમ ન હોય તો વક્તાની પાછળ અને તેનાથી ઊંચા સ્થાન પર રાખવો જોઈએ. પ્રતિમાઓના અનાવરણ વિધિ જેવા પ્રસંગોએ રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરવાનો હોય ત્યારે તે સ્પષ્ટ દેખાયતે રીતે અને જુદો તરી આવે તેમ રાખવો જોઈએ. આ વખતે ખાસ ધ્યાનમામ રાખવુ કે રાષ્ટ્રધ્વજનો સ્મારક અથવા પ્રતિમાના ઉપરણા તરીકે ઉપયોગ કરી શકાતો નથી.  મોટર પર જ્યારે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો હોય ત્યારે મોટર સાથે અગ્ર ભાગમાં સજ્જડ બેસાડવામાં આવેલા સળિયા પર તે ફરકાવવો જોઈએ.પ્લાસ્ટીકનો ધ્વજ પણ એક પ્રતિક છે.તેને ખરીદી રોડ ઉપર ન નખાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.આપણા ધ્વજને એક સપ્તાહ પહેલા વંદન કરીશું.
Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી