હા,હું ગુજરાતની શિક્ષિકા

એજ્યુકેશનલ ઇનોવેશન્સ બેંક અંતર્ગત ‘રવિ જે મથાઈ સેન્ટર ફોર એજ્યુકેશનલ ઇનોવેશન’ આઈ.આઈ.એમ અમદાવાદ અને ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ ભવન, ગાંધીનગર સાથે થયેલ એમ.ઓ.યુ. થયેલ છે. આ અંતર્ગત ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણમાં નવતર પ્રવૃત્તિ કરનાર શિક્ષકોની કામગીરીને નોંધવાનું અને બીજા શિક્ષકો સુધી પહોચાડવા માટે પ્લેટફોર્મ પૂરું પડવાનું કામ હાથ ધરેલ છે. આ માટે નવતર પ્રવૃત્તિ માટે કાર્યરત મહિલા શિક્ષિકાઓની કાર્યશાળાનું આયોજન થાય છે.

આ કાર્યશાળાનો મુખ્ય હેતુ મહિલા શિક્ષિકાઓને શિક્ષણ ક્ષેત્રે થઇ રહેલ નવતર પ્રવૃત્તિઓ સાથે જોડવા,તે અંગેની જાગૃત કરવા અને તેમણે આ પ્રકારની પ્રવૃત્તિઓ કરી હોય તો તેને પસંદગી માટેની પ્રક્રિયામાં જોડવા માટે અને શાળા કક્ષાએ નવતર પ્રવૃત્તિ કરે. એજ્યુકેશનલ ઇનોવેશન્સ બેંક અંતર્ગત ‘રવિ જે મથાઈ સેન્ટર ફોર એજ્યુકેશનલ ઇનોવેશન’ આઈ.આઈ.એમ અમદાવાદ ખાતે પોતે કરેલ કાર્યની વિગતોની નોધણી કરાવે અને ઇનોવેટીવ શિક્ષકોના નેટવર્કમાં જોડાય એવો ઉદેશ્ય રહેલો છે.પોરબંદર અને ભાવનગર જીલ્લામાં સફળતા પૂર્વક આ વર્ગો સંપન થયા છે.

આ વર્કશોપમાં માટે આપની દ્રષ્ટીએ શિક્ષણમાં અને શાળામાં થોડું પણ સારું કાર્ય કરી રહ્યા હોય તેવી શિક્ષિકા બહેનો નો પણ સમાવેશ કરી શકો છો.આ વર્કશોપનો મુખ્ય હેતુ મહિલા શિક્ષિકાઓને નવતર પ્રવૃત્તિઓ કરવામાં ઉત્સુકતા વધે અને ગુણવત્તા માટે વધુ કાર્ય થઇ શકે તેવો રહેલો છે. આવ કાર્યમાં ઉપયોગી થઇ શકે તેવી મહિલા શિક્ષિકાઓની પસંદગી થાય તેવી અપેક્ષા છે.કોઈ સંકુલ કે એનજીઓ પણ આ રીતે શિક્ષિકાઓને એકથી કરી આ કાર્ય શાળાનું આયોજન કરી શકે છે.અહિ ગૌરવ આપે એ વાત પણ જાણવા મળે છે. અહિ મહિલા શિક્ષિકા સ્વ ખર્ચે ઉપસ્થિત રહે છે. કાર્યશાળામાં આવનારને અહી ભોજનની વ્યવસ્થા આપવામાં આવે છે.
ભાવનગર જીલ્લામાં વલ્લભીપુર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી મમતાબેન ચૌહાણ(૦૯૪૦૮૫૨૫૪૫૬) કે જેઓનું ગત વર્ષે રાષ્ટ્રપતિ ભાવનામાં 'સૃષ્ટી સન્માન' થયું તેવા મમતાબેન અને તેમની ટીમે તો ખૂબ જ સુંદર આયોજન કર્યું.સફળ બનાવ્યું આજે સમગ્ર ભાવનગર જીલ્લામાં મહિલા શિક્ષિકાઓ સુયોજિત રીતે નાવાચારના કાર્ય  સાથે જોડાયેલ છે સક્રિય છે. પોરબંદર જીલ્લામાં બીઆરસી કો.ઓર્ડીનેટર શ્રી લાખાભાઈ રાણાવાવ અને તેમની ટીમના સભ્યો જોડાયા અને ખૂબ જ સરસ કાર્યશાળા સંપન થઇ.આઈ.આઈ.એમ અમદાવાદથી સોનિયા સૂર્યવંશી,મેઘા ગજ્જર અહીં હાજર હતા.વર્કશોપના છેલ્લા કલ્લાકોમાં હું પણ ત્યાં હાજર રહી શક્યો હતો. આ જીલ્લામાંથી અગાઉ આપણને શ્રીમતી જલ્પાબેન ગેઢેચા(૦૯૯૭૪૪૮૪૧૭૨),શ્રીમતી દીલ્પાબેન જોશી(૦૯૪૨૯૭૭૫૩૭૬),શ્રીમતી મીનાબેન પોરિયા જેવી મહિલા શિક્ષિકાઓ તો આઈ.આઈ.એમ.ના ઇનોવેટીવ ટીચર્સ તરીકે પસંદ થયેલ છે.તેઓ આ કામને આગળ ધપાવી રહ્યાં છે.વિજ્ઞાન જેવા વિષયને વિશાળ વિગતો,જાણકારી અને સંશોધનોને વિશાલ ગોસ્વામી(૦૯૭૧૪૨૩૦૯૩૭) અપડેટ કરે છે.હું ગૌરવ સાથે કહી શકું કે તે પણ અમારી કોર ટીમ ધ્વારા પસંદ થયેલ ઇનોવેટીવ ટીચર્સ છેઆજે ખાસ વાત મહિલાઓની કરીએ છીએ.
પુરૂષ શિક્ષકો પણ આ કામ માટે મહેનત કરે છે.આયોજન કરે છે.આપણા ગુજરાતના નવરત્નો એવા છે કે જેમની નોધ ટાઈમ્સ ઓફ ઇન્ડીયામાં લેવાઈ છે.અને તે પણ તેમના નવતર કાર્ય માટે.આ યાદીમાં શ્રી કમલેશ ઝાપડિયા(સભ્ય: કોરટીમ) શ્રી જયેશભાઈ પટેલ(૦૯૪૨૬૩૧૭૮૬૭) શ્રી રાકેશ પટેલ(નાવા નદીસર.૦૯૯૭૪૫૯૮૮૧૭) શ્રી સુરસિંહ પરમાર(૦૯૨૭૫૧૧૨૬૩૮)બીન્દુબા ઝાલા(પાર્થેશ-બિંદુ...૦૯૪૨૮૦૦૦૫૪૧)શ્રીમતી જાગૃતિ પંડ્યા(૦૯૪૨૯૬૬૪૫૪૯) ડૉ.કેતન વ્યાસ(૦૯૪૨૭૩૮૯૩૭૭)શ્રી મેહુલ સુથાર(ઇગ્નાઈટ એવોર્ડ:બોરુ પ્રાથમિક શાળા...૦૮૧૪૧૨૦૪૫૦૦) અને હું.
અહી એ વાત ચોક્કસ કે આપના નવા વિચારોની નોધ લેવાય છે.તાલીમના આયોજન,અમલીકરણ કે ગુણવત્તા માટેના દરેક કાર્ય વખતે નાના કે મોટા સ્વરૂપે આવા વિચારો અમલી બને છે.
દરેક જીલ્લાના જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં ઇનોવેશન સેલ કાર્યરત અને સક્રિય છે.દરેક જીલ્લો પોતાની રીતે આ કામને આગળ ધપાવે છે.તે માટે પ્રયત્ન કરે છે.આપણા શિક્ષકોના જ અનેક નવતર વિચારોને નેપાળ ખાતે ભૂકંપ પ્રભાવિત વિસ્તારની શાળાઓમાં અમલ થવા જી રહ્યો છે.આ કામ સાથે હું સીધો જ જોડાયો છું.ગણિત અને ભષા શિક્ષણમાં થયેલ નવતર પ્રયોગોને નેપાળમાં અમલ કરવાનું સમગ્ર માળખું તૈયાર થઇ રહ્યું છે.આપ પણ એમાં જોડાઈ શકો.
અને હા, ફરી મહિલા શિક્ષિકાઓ જે નવતર કાર્ય કરે છે તેમને પ્રોત્સાહન માટે આઈ.આઈ.એમ.એજ્યુકેશન ઇનોવેશન બેંક અને તેની સાથે જોડાયેલ સૌ સક્રિય રીતે કામને આગળ ધપાવી રહ્યાં છે.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી