બંસીલાલ વર્મા: ‘ચકોર’ ‘ચિત્રકાર અને લેખક ’ ઉત્તર ગુજરાતનું વૈશ્વિક ગૌરવ.
કાર્ટૂન
ની એક મજા છે.કશુક કહેવા માટે કશુક કહેવું એક રસપ્રદ શૈલી છે.મને કાર્ટૂન ગમે
છે.મને કાર્ટૂન બનાવવા ગમે છે.લાંબો સમય સુધી ગુજરાતના મોટા કદના કે સ્થાનિક દૈનિક
પત્રો સાથે કામ કર્યું.કશુક કહેવા માટે સરસ ચિત્રનો ઉપયોગ.ગુજરાતના પ્રસિદ્ધ
ચિત્રકાર એટલે બંસીલાલ વર્મા.’ચકોર’ તરીકે આગવી ઓળખ ધરાવે.સમગ્ર ગુજરાત જ નહિ આખા
દેશ અને દુનિયામાં તેમની અને તેમના કાર્ટૂનની કાયમ ચર્ચા ચાલતી.
નરેન્દ્ર
મોદીના વતન એવાં વડનગરમાં મેટ્રીકની પરીક્ષા પાસ કરી.૧૯૧૭ની ૨૩મી નવેમ્બરે જન્મેલ
બંસીલાલ વર્મા ઉત્તર ગુજરાતનું રત્ન હતા.ચોટિયા ખાતે તેમનો જન્મ થયો હતો.અમદાવાદ
વધુ સારું ચિત્ર શીખવા તેઓ આવ્યા હતા.લખનૌના
ઐતિહાસિક કોંગ્રેસ અધિવેશન વખતે મુખ્ય
ધ્વાર શણગારવાની જવાબદારી બંસીલાલે નિભાવી હતી.અનેક પુસ્તકોના ચિત્રો બનાવનાર અને
જન્મજાત ચિત્રકાર કે જેમના ચિત્રો આજેય વિશ્વ પ્રસિદ્ધ મૈસુરની આર્ટ ગેલેરીમાં
જોવા મળે છે.વર્ષ ૧૯૪૧માં આંતર રાષ્ટ્રીય મોન્ટ્રીયલ એવોર્ડ ચકોરને પ્રાપ્ત થયો
હતો.
ગુજરાતી
બાળ સાહિત્યમાં નવીજ તરાહનું પ્રથમ પુસ્તક એટલે જાને પકડા પકડી.બાળકોને ગમી જ જાય
એવો જાને ચિત્રનો લહેકો.ચિત્રની રચના.અરે!ઘરે કે કાર્યાલયમાં બે હાથ જોડીને
દોરાયેલ સ્કેચ આ બંસીલાલ વર્માની દેન છે.સામાન્ય માનવીનો ખૂબ જ ઓછી રેખાથી તૈયાર
કરેલા ‘કોમન મેન’તે સમયે ચૂંટણીમાં જનાધાર નક્કી કરી શકતો.આટલી તાકાત ધરાવતા આપણા
ઉત્તર ગુજરાતના એ રત્ન નોખી માટીના કલાકાર હતા. સરકાર જયારે ભીંસમાં હોય ત્યારે
સરકાર સામે કટાક્ષ કરતા ચિત્રો જોઈ જેતે સમયના વડાપ્રધાન કે મુખ્યમંત્રી ચકોરનું
ચિત્ર જોઈ હસી જાય એવું બનતું.એ સમયે આવા સમાચાર સૌ માધ્યમો એક સરખા ભાવે
ફેલાવતા.લાલ બહાદુર શાસ્ત્રીની તો તેમને ખાસ સીરીજ તૈયાર કરી એક પુસ્તક બનાવ્યું
હતું.એટલા જ પ્રેમથી લાલ બહાદુર શાસ્ત્રીએ આ પુસ્તક માટે રાજીપો દર્શાવ્યો હતો.
કેટલાક
ચિત્રકારો અનોખી ભાત બનાવે છે.કેટલાક સારા ચિત્રકારો ખરાબ ચિત્રો બનાવીને
પ્રસિદ્ધી મેળવતા હોય છે.ચકોર માત્ર ગુજરાતના જ નહિ સમગ્ર ભારતના કાર્ટૂનીસ્ટ તરીકે
ઓળખાતા હતા.ક્યારેય કોઈની શેહ શરમ વગર બસ સૌને મજા કરાવતા આ કલાકારને વંદન.
(વધુ
ફરી ક્યારેક)
Comments