ઉણોદરી એટલે....?!?
ગાંધીનગર અડાલજમાં ત્રિ મંદિર આવેલું છે. અહીં રહેવા જમવાની સગવડ પણ
અફલાતુન.મંદિરની પાછળ ભોજનશાળા છે.અહીં લખ્યું છે ઉણોદરી જેવું કોઈ તપ નથી.ઉણોદરી
શબ્દ જાણે માત્ર જૈન ધર્મ,જૈન સંપ્રદાય કે જૈન વિચારધારા સાથે જોડાયેલો લાગે છે.
જૈનશાસનમાં તપનો ખૂબ જ પ્રભાવ છે.ભગવાન મહાવીરે તેમના ઉપદેશમાં બાહ્ય અને
આંતરિક એમ બે પ્રકારના તપની વાત કરી
છે.અનશન,વૃત્તિ,સંક્ષેપ,રસ પરિત્યાગ,કાયકલેશ,સંલીનતા અને છેલ્લું આંતરિક વ્રત એટલે ઉણોદરી.
શબ્દકોશમાં આ શબ્દનો અર્થ છે પેટ ખાલી હોય તેવું ખાવું.એણે સીધી રીતે કહીએ તો
પેટ ફદીનાખે તેવું ન ખાવું.આ શબ્દ પણ સ્પષ્ટ છે.એક સરસ સંસ્કૃત પંક્તિ છે.
”અનાત્મવત: પશુવત
ભુંજતે યે અપ્રમાનત:રોગનીક્શ્યતે તે મૂંલં અજીર્ણ પ્રાપનુંવંતી હી.”
પાચનની પ્રક્રિયાને ન જાણનાર માત્ર રસ.સ્વાદ અને ગંધને આધારે જ ટેસડા સાથે ખાય છે.માપ વગરનું ખાય છે.ઉણોદરી વ્રત થી શરીર સાફ,નીરોગી અને સ્વચ્છ રહે છે.માણસ કાયમ સ્ફ્રુરતીમાં રહે છે.આળસ તેને ક્યાંય નડતી નથી.અને સતત સક્રિય રહેનાર જ પોતાનો વિકાસ કરે છે.સફળ થાય છે.
કોટક મહિન્દ્રાના ચેરમેન અને વિશ્વના અગ્રણી ઉદ્યોગપતિ માધુ કોટક મારા મહેમાન
હતા.તેઓ જમવા રોકવાના હતા.આવો મોટો માણસ.મારે ઘરે જમે.હું શું કરું અને શું
છોડું?અમે સાથે જમવા બેઠા.તેમણે બે રોટલી અને થોડું શક લીધું.થાળીમાંથી બીજું બહાર
કાઢ્યું.મને એમ કે પછી લેશે.તેમણે આટલું પત્યું ત્યાં હાથ ધોઈ નાખ્યા.મેં કહ્યું
સાહેબ થોડું લોં....છેવટે દાળ અને ભાત...પણ માને તે બીજા.આ વાત આઠ દશ વર્ષ
પહેલાંની છે.ત્યારે તેમણે મને કહેલું:હું
ઉણોદરી વ્રત રાખું છું.મારા આ અનુભવને અંતે..દશ વર્ષ પછી મને તેનો અર્થ સમજાયો.
મહાવીર સ્વામીને ખબર હશે કે ભવિષ્યમાં ખાનાર વધશે અને પકવનાર ઓછા થશે.કદાચ
આવું એક આંતરિક વ્રત આ જ કારણથી આપ્યું હશે.
Comments