પપ્પા હવે કદાચ ક્યારેય ચંપલ નહિ પહેરી શકો..
એક છોકરો.તેનું નામ નરેશ.ભણવામાં હોશિયાર.ગમેતેમ કરીને સાયન્સ સાથે બારમું ધોરણ
પાસ થયો.એમ.બી.બી.એસ.પુરૂં કર્યું.છોકરો સર્જનનું ભણતો હતો.કોઈક કારણથી તેની
કોલેજની ફી ડબલ થઇ ગઈ.નરેશના પિતાજી સુરેન્દ્રનગરમા મજૂરી કરે.તેમણે એવું નક્કી કર્યું હતું કે નરેશ સર્જન ન થાય ત્યાં
સુધી પગમાં ચંપલ ન પહેરવા.આવું છેલ્લા કેટલાય વર્ષથી ચાલ્યું.
ફી વધારો અને ગરીબી બન્નેની વચ્ચે
આ નરેશને કશું જ ન સુજ્યું.તેણે તેના પપ્પાને જણાવ્યું કે હવે તમે ક્યારેય ચંપલ
નહિ પહેરી શકો.
ત્રણ વર્ષની ફી હતી તેમાં વધારો
કરીને બાર લાખ કરનાર સત્તાવાળાઓએ કદાચ
નરેશનો ભોગ લીધો.
નરેશે ગઈ કાલે ધાબા પરથી છલાંગ લગાવી.નરેશે તેનું જીવન ટુંકાવ્યું.ચંપલનો આજીવન
ખર્ચ બચાવી તેના પિતાને મર્યા પછી પણ ઘર ખર્ચમાં મદદનું લાંબુ આયોજન વિચાર્યું.
Comments