વિકલાંગ બાલિકાને માટે આશાનું કિરણ...



વિજ્ઞાન- ગણિત પ્રદર્શન:૨૦૧૨
અહીં આપેલું ચિત્ર.THE GIRL WITH THREE LEGS નવલિકાનું મૂખ પૃષ્ઠ છે.ખાસ પ્રકારની  આ નવલિકા ખૂબ વંચાઈ છે.આ નવલિકા વિકલાંગ બાળકોને ધ્યાનમાં રાખીને લખાઇ છે.આવા પ્રકારની તે પ્રથમ નાવાલીકાનું ગૌરવ પણ ધરાવે છે.
 

ડીસાનું વિજ્ઞાન ગણિત પ્રદર્શન:૨૦૧૨ રાણપુર ઉગમણાવાસ ખાતે યોજવામાં આવ્યું  હતું.ભૌગોલિક  રીતે ડીસાથી પૂર્વ દિશા તરફ આવેલું ગામ.રાણપુરમાં ત્રણ ભાગ.ઉગમણોવાસ,વચલોવાસ અને આથમણોવાસ.આ ત્રણેય ભેગા થાય  એટલે રાણપુર બને.તાલુકા કક્ષાનું  વિજ્ઞાન અને ગણિત પ્રદર્શન અહીં હતું.
કુલ બસો કરતાં વધારે કૃતિઓ આ પ્રદર્શનમાં હતી.તાલુકાના આ પ્રદર્શનમાં ઉદઘાટન પ્રસંગે આ વિસ્તારના દાતાઓનું સન્માન થયું.સૌએ પ્રાસંગિક વક્તવ્ય આપ્યું.હા,સૌથી ધ્યાન ખેંચે તેવી બાબતો પણ જોવા ળી.

ઉદઘાટનની સાથે સાથે...
·          *     મહેમાનને બદલે વિદ્યાર્થીની ધ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું.
·          *     આ વિદ્યાર્થીની રાણપુર ઉ.વાસ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે.
·         *     આ દીકરીનું નામ કિંજલ ઠાકોર છે.તે અહીં પાંચમાં ધોરણમાં ભણે છે.
·          *     તેનું શરીર દિવસે દિવસે ધોવાતું જાય છે.તેના હાથની આંગળીઓ ધોવાઈ ગઈ  છે.
·          *     તેના પગ પણ ઢીચણ સુધી ધોવાઇ ગયા હોઈ તેને જયપુર ફૂટની જરૂર છે.
·          *     કિંજલ ઠાકોરને બન્ને પગે વિકલાંગતા છે.તેને નકલી પગ બેસાડવા પડે તેમ છે.
·          *     કિંજલ ઠાકોરને હાથે દીપ પ્રાગટ્ય કરવી તાલુકાનું આ વિજ્ઞાન પ્રદર્શન ખૂલ્લું મુકાયું.
·          *     પંદરસો કરતાં વધારે લોકો ઉદ્ઘાટનમાં જોડાયા.રંગારંગ  કાર્યક્રમનો લાભ લીધો.

કિંજલ અને બીજા મહેમાનો:
 *      કુ.કિંજલ જેણાજી ઠાકોર(ધોરણ પાંચ)
·          *     ડૉ.પી.એન.દવે(પ્રાચાર્ય,પાલનપુર ડાયટ)
·          *     શ્રી એસ.આર.ખોરસમા(લેક્ચરર,ડાયટ પાલનપુર.)
·          *     શ્રી પી.એમ.બારડ(લેક્ચરર,ડાયટ પાલનપુર.)
·          *     શ્રી એ.પી.પટેલ(તાલુકા કે.નિરીક્ષક)
·          *     શ્રી ચમનભાઈ વાઘેલા (પ્રમુખ,જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ)
·          *     શ્રીમતી હંસાબેન પટેલ(કે.નિરીક્ષક)
·          *     શ્રી જાગૃતિબેન દેસાઈ(કે.નિરીક્ષક)
·          *     શ્રી પ્રવીણભાઈ  સાધુ(બી.આર.સી.કૉ.ઓ.)

રંગારંગ કાર્યક્રમ:
·                     બન્ને દિવસે કલાકારો ધ્વારા ગીતોની રજૂઆત કરવામાં આવી.ડીસા શહેર અને તાલુકાના બાળકલાકારોએ ગીતો રજુ કર્યા.આ બાળકો ધ્વારા સતત ચાર કલાક સુધી ગીતો રજુ કર્યા હતા.શાળાના કલાકારોએ પણ પોતાની કળા રજૂ કરી હતી.

દા
તાઓની સરવાણી:
·     
 
કિંજલને જીલ્લા કક્ષાના પ્રદર્શનમાં મુખ્ય મહેમાન તરીકેનું અધિકૃત નિમંત્રણ મળ્યું. દાતાઓ ધ્વારા આ દીકરીની સારવાર માટે તમામ ખર્ચ ભોગવવાની જાહેરાત થઇ.તમામ માર્ગદર્શક અને  સ્પર્ધક બાળકોને તાલુકા મંડળીએ પ્રોત્સાહક ઇનામ આપ્યાં.આ વર્ષથી ડીસા તાલુકાના ક્વિઝ્ના વિજેતા માટે ફરતો શિલ્ડ શરુ  કરવામાં આવ્યો.રઘુવંશી હેલ્થ અને એજ્યુકેશન ફાઉન્ડેશન ધ્વારા આ શીલ્ડનું દાન આપવામાં આવ્યું.રાણપુર ઉ.વાસની શાળાઓમાં દાન આપનાર તમામ દાતાઓનું અહીં સન્માન કર્યું.

સમાપનની સાથે સાથે:
·         ડીસાના પ્રાંત કલેકટર શ્રી સી.આર.સંગાડા વિશેષ હાજર રહ્યાં હતા.
·         સમાપન પ્રસંગે ડીસા તાલુકા શિક્ષક શરાફી મંડળીના તમામ ડિરેક્ટર્સ હાજર રહ્યાં.
·         શિક્ષકોના અગ્રણી શ્રી સંજયભાઈ દવે ખાસ હાજર રહ્યા હતા.
·         શરાફી મંડળી તરફથી તમામ સ્પર્ધકને પ્રોત્સાહન અને ઇનામ આપવામાં આવ્યા હતા.
·         મીનામંચ અને કેબિનેટના સભ્યોએ બુફેમાં પીરસવાની જવાબદારી નિભાવી.
·         ૩૦૦૦ કરતાં વધારે લોકોએ અહીં સતત ે દિવસ સુધી ભોજનનો લાભ લીધો.
·         પ્રદર્શનની મુલાકાત લેનારની સંખ્યા ૪૦૦૦ કરતાં વધારે હતી.
·         સમાપન પ્રસંગે ચાર હાજર કરતાં વધારે લોકો હાજર રહ્યાં હતાં.
·         તાલુકાના ગણિત વિજ્ઞાનના શિક્ષકોએ નિર્ણાયક તરીકેની જવાબદારી નિભાવી.
અને છેલ્લે:
·         તાલુકાના તમામ સી.આર.સી.કૉ.ઓ શ્રી અને પગાર કેન્દ્રના આચાર્યોના સહયોગથી આ કાર્ય સંપન થયું.
·         તાલુકા કે.નિરીક્ષક શ્રી એ.પી.પટેલ અને બી.આર.સી.કૉ.ઓ.શ્રી પ્રવીણભાઈ સાધુ એ પ્રત્યેક તબક્કે માર્ગદર્શન આપ્યું.
·         રાણપુર ઉ.વાસ સી.આર.સી.ની તમામ શાળાઓના આચાર્યો અને શિક્ષકોએ આ કાર્યક્રમને સફળ બનાવ્યો. 


તારીખ:૧૩ અને ૧૪ દરમિયાન તાલુકા વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.





Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

નીલમનો ઝભ્ભો

ન્યાયાધીશ અને માસ્તર