અમૂલ અને વર્ગીઝ કુરિયનકેરલ રાજ્યના કોઝિકોડ ખાતે ૨૬ મી નવેમ્બર ૧૯૨૧ના રોજ એક છોકરાનો જન્મ થયો.આ છોકરાનું નામ વર્ગીઝ રાખવામાં આવ્યું.તેમના કુટુંબમાં કુરિયન અટક ચાલતી હતી.બસ આ છોકરાનું નામ થયું વર્ગીઝ કુરિયન.વર્ગીઝ એટલે સાથોસાથ વધનાર.અને હા આ છોકરો વધ્યો પણ ખરો.તેઓ ગુજરાત આવ્યા.અહીં આવી તેમણે પશુપાલકોને એકઠા કરી એક નાની દૂધ મંડળી બનાવી.આ મંડળીના સભાસદોને આર્થિક સદ્ધર કરી શકાય તેવા સતત પ્રયત્નો કર્યા.
કામ નાનુંકે મોટું નથી.આવું કાયમ માનનાર અને સ્વામી વિવેકાનંદ અને ગાંધીજીને પોતાના આદર્શ માનનાર કુરિયન.ધીરેધીરે આ માળખામાં ધીરે ધીરે લોકો  અને દૂધ મંડળીઓ જોડાઈ.સચોટ વહીવટ અને ઈમાનદારી સાથે જીવનાર આ માણસે AMUL નામના એક માળખાને યોગ્ય રીતે  વિકસાવવા પ્રયત્ન કર્યો.
સખત પરિશ્રમ અને નેક્દીલથી કરેલ કામનો કોઈ વિકલ્પ નથી.ધીરે ધીરે અમૂલ બ્રાન્ડ તરીકે વિશ્વમાં પ્રસિધ્ધી પામી.મારા અત્યાર સુધીમાં આ લેખના આટલા શબ્દોથી તેમને ઓળખાવવા શક્ય નથી.હા.હું તેમને એક બે વખત મળ્યો છું.
૨૬મી  નવેમ્બર ૧૯૨૧ ના રોજ જન્મનાર શ્વેત ક્રાંતિના પ્રણેતા વરગીસ કુરિયનનું ગઈ કાલે નિધન થયું.નડિયાદ ખાતે તેમણે સારવાર આપવા માટે ઇ જવામાં આવ્યા.અહીં  જ તેમનું અવસાન થયું.
GCMMF ના સ્થાપક,એમ.ડી અને પ્રથમ ચેરમેન ડૉ.વરગીસ કુરિયનનું ૯૧ વર્ષે અવસાન થયું.

જીના ઉસીકા નામ હૈ નામના એક ખાનગી ટીવી ચેનલમાં એક કાર્યક્રમમાં તે પરિવાર સાથે આવ્યા હતા.હાલની પરિસ્થિતિ માટે સવાલ કરતાં તેમણે સરસ વાત કરી  હતી.સવાલનો જવાબ આપતા તેમણે કહ્યું હતુંત્યારે અમે ખેડૂતોને આર્થિક પગભર કરવા આ પ્રોજેક્ટ કર્યો હતો.પણ...તે બોલી ન શક્યા.કલાકાર અને આ કાર્યક્રમના ઉદગોશક સુરેશ ઓબેરોય કહે:’ કેમ બંધ થયા.બોલો...બોલો...ત્યારે આંખમાં આંસુ સાથે તે કહે આજે:નેતાઓ રાજનીતિ કરવા આ અને માત્ર મતને માટે જ કામ કરે છે.અમૂલના વિકાસને બદલે સ્વ વિકાસની અનેક ફરિયાદો આવે છે...આટલું બોલતાં તેમનો અવાજ બહાર આવી શકતો ન હતો.બસ,અહીં કાર્યક્રમમાં બ્રેક પડ્યો.
મેગ્સેસ એવોર્ડ અને ૧૯૮૯મ ખાદ્ય પુરસ્કાર પ્રાપ્ત કરનાર અને દુનિયામાં શ્વેત ક્રાંતિના પ્રણેતાને ચેરમેન તરીકે દૂર કરાયા  અને કરપ્શન અને લાગવગમાં માહિર એવા બેઠેલા લુખા નેતાઓ આજે આ વિશ્વ પ્રસિદ્ધ માળખાનું સંચાલન કરે છે.
દુનિયામાં અનોખું નામ ધરાવતી બ્રાન્ડ.આ બ્રાન્ડ કઈ આમજ ઊભી નથી થઇ.સ્વ.શ્રી કુરિયને તેમાં વિશ્વાસ અને પરસેવો રેડ્યો હતો.૯૧ વર્ષની વયે તેમનું અવસાન થયું.કેરાલાના હોવા છતાં ગુજરાતને વતન બનાવી રહેનાર સ્વ.શ્રી કુરીયનને મારા અને મારા વાચકો તરફથી શ્રદ્ધાંજલિ.

કૌભાંડથી અબજો કમાનાર હવેના સંચાલકો આ બ્રાન્ડને વિકસાવે નહીતો ચલે પણ તેણે બરબાદ ન કરે નેવું નમ્ર સૂચન.
છતાં જોઈએ શું થાય છે.ત્યાં સુધી...
ઓમ શાંતિ.. ઓમ શાંતિ.. ઓમ શાંતિ..
(૮ સપ્ટેબર ૨૦૧૨)

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી