બધાને એ ગ્રેડ...

ગુજરાત સરકાર ધ્વારા ગુણોત્સવનું આ ચોથું આયોજન છે.આ પહેલાં ત્રણ ગુણોત્સવ સંપન્ન થયા છે. ગુણોત્સવને સમજવા માટે ગુણોત્સવ કાર્યક્રમના વિકાસ અને આ કાર્યક્રમના વિશેષ ઉદ્દેશ્યને સમજીએ.
ગુણોત્સવના માધ્યમથી બાળકો અને શાળાઓને બિરદાવવાનું આયોજન હતું.બાળકો,શાળાઓ અને શિક્ષકોના ગુણોને બિરદાવવા આવી શાળાઓ અને તેની શોધ કરી.શિક્ષણના વિકાસથી સમાજનો વિકાસ સાધવાનું પ્રેરક આયોજન અમલી બન્યું.પ્રથમ ગુણોત્સવમાં વાચન,ગણન અને લેખનની ચકાસણી થઇ.બીજી વખતના ગુણોત્સવમાં અર્થપૂર્ણ વાચન અને લેખનની ચકાસણી થઇ.ત્રીજી વખતના ગુણોત્સવમાં  અર્થગ્રહણ અને અભિવ્યક્તિની ચકાસણી થઇ.

 આ વખતના ગુણોત્સવમાં....


સમાજ અને શાળાને સાથે જોડાવાનો ઉદ્દેશ્ય છે.

સમજ પૂર્વકનું વાચન અને  વાચનનું અર્થઘટન ચકાસવાનો ઉદ્દેશ્ય છે.
અભિવ્યક્તિ ધરાવતા સ્વતંત્ર લેખન અને તેના જ્ઞાનને ચકાસવાનો ઉદ્દેશ્ય આ વખતના    ગુણોત્સવમા રહેલો છે.

लाओ तुम्हारे बच्चे....इंसान बना देंगे...!लोग पूजेंगे ऐसे महान बनादेंगे...!
ગુણોત્સવની સાથે...

ગુજરાતના તમામ શિક્ષકોનું મૂલ્યાંકન થયું છે.

ગુજરાતની તમામ શાળાઓનું મૂલ્યાંકન થયું છે.
દરેક શાળા અને શિક્ષકોને ગ્રેડ આપવામાં આવ્યાં છે.
આ વર્ષે ગુજરાતના પ્રત્યેક બાળકનું મૂલ્યાંકન તૈયાર થશે.
આ મૂલ્યાંકન દર વર્ષે નિયમિત અપડેટ થઇ શકે તેવી વ્યવસ્થા છે.

ધોરણ બે થી આઠના દરેક બાળકની વિકાસત્મક ગતિ નોંધી શકાય છે.

પદાધિકારીઓ,અધિકારીઓ શાળાની મુલાકાત લઇ સ્થળ મૂલ્યાંકન કરે છે.
ગુજરાત ગુણોત્સવ મોડલ ભારતના અનેક રાજ્યોમાં પણ ખૂબ પસંદ પામ્યું છે.


મને ખબર છે કે ક્યાંક મૂલ્યાંકનને લીધે શરમ આવે તેવું જોવા મળે છે.કોઈ એક શિક્ષક કે શાળાને એ કે બી ગ્રેડ મળે છે.આ વખતે ખરેખર આવા હકદાર ગુરૂજીઓ અને આવા સન્માનની હકદાર શાળાઓને બદલે અન્યને જોતાં શરમ કે સંકોચ થાય છે.

મે એક એવી શાળા જોઈ છે.જે શાળાના એક શિક્ષકે હિન્દી સાથે બી.એડ કર્યું છે.પણ તે હિન્દીમાં એક પણ શબ્દ બોલ્યા વગર હિન્દી ભણાવે છે.આ શાળાને અને આ ગુરૂજીને એ ગ્રેડ પ્રાપ્ત છે.આ એવી શાળાઓ છે જ્યાં સ્વ મૂલ્યાંકનને આધારે જ...મોસાળમાં મા એ પીરસ્યું તે જ જમવાનું હતુ.બસ....
हिन्दी आवडता हैं...!આત્મ વિશ્વાસ સાથે આજે હવે એ ડબલ પ્લસ તરફ ગતી થઇ છે.કેટલીય શાળાઓ એવી પણ હતી જે ખરેખર એ ગ્રેડ ની હતી.પોતાની જાતને હમેશ માટે ઓછી આંકવાના મુદ્દા સાથે સફર કરનાર ગુરૂજીઓએ પોતાને તુચ્છ માન્યા.તેમનું પણ તે જ મૂલ્યાંકન ફાઈનલ રહ્યું.

હું જી.સી.ઈ.આર.ટી.મા હતો.કોઈએ પૂછ્યું:
'કેવો રહ્યો ગુણોત્સવ???'મે કહ્યું આપના આ વિધાન જેવો.પ્રશ્ન સૂચક.સ્વ મૂલ્યાંકન કરવાનું હતુ.થઇ ગયું.કાયમ માટે સરેરાશ હાજરી ધરાવતી શાળામાં એ દિવસે ૯૫ ટકા કરતાં વધારે હાજરી.કદાચ હશે.....કદાચ દર્શાવી હશે.હું જ્યાં હતો ત્યાં સરેરાસ ૧૦૦ ટકા હાજરી હોય છે.તે શાળામાં તે દિવસે માત્ર બે જ બાળકો ગેર હજાર હતાં.મારી વાત સંભાળીને એક અધિકારી કહે:'બોલો તો શું કરી શકાય?'મે કહ્યું:'એ ગ્રેડની શાળાની મુલાકાત લેવામાં આવે.પરિણામ યોગ્ય હોય તો સન્માન કરવાનું.જો દર્શાવ્યથી નબળું પરિણામ હોય તો ત્યાં સતત માર્ગ દર્શન આપી તે સિધ્ધી હાંસલ કર્યા પછી સન્માન.

ભલે આ વર્ષે બધી જ શાળાઓ એ ગ્રેડમાં આવતી.કાં ત્યાં સુધી પહોચી છે કે હવે માર્ગ દર્શનથી પહોચશે.આપણે શું...લખ્યું તે વંચાય.

SMS:

સર આ વખતે મારો ગુણોત્સવમાં સી ગ્રેડ આવે તો...પછી કોઈ ખૂલાસો કરવો પડશે
???
મે કહ્યું ઈ ગ્રેડ વાળાએ ક્યાં ખૂલાસા આપ્યા છે???

પણ સર...મારી શાળાનો છેલ્લો ગ્રેડ એ હતો..સાહેબ હું સાચું મૂલ્યાંકન કરું
?
મે એમને જવાબ ન આપ્યો. SMS કર્યો.
Ha sachu moolyakan karo.

12
th april 2013


Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી