જે.કૃષ્ણમૂર્તિનો જન્મ દિવસ અને MOTHERS DAY....


माँ...
तुम्हे हम क्या समजते हैं,क्या पता तुम्हे.!खुदाका दर न होता खुदा कहते तुम्हें...!

આજે માતૃત્વ દિવસ.આજે માતાઓનો દિવસ.જેણે સૌને દુનિયા નિહાળવાની તક આપી.આ અદભૂત શક્તિનો દિવસ.આવા અનેક દિવસો ભારતીય સંસ્કૃતિમાં છે.કેટલાંક પશ્ચિમી સંસ્કૃતિમાં જોવા મળે છે.ત્યાંથી અહીં આવ્યાં છે. આ પૈકીના કેટલાંક દિવસોની ઉજવણી માટે આપણે સહમત કે અસહમત હોઈએ છીએ.હશે તે વ્યક્તિગત વાત છે.માતૃત્વ સાથે જોડાયેલ આ દિવસ મહત્વનો છે.આ દિવસે સૌ પોતાની માતાને શુભેચ્છા આપે છે.આપવી જ પડે. જુઓ, મોરારીબાપુ એક વખત બોલ્યા હતા કે એક મા ચાર દીકરાને રાખી શકે.પણ ચાર દીકરા એક માતાને સાચવવા વાર કાઢે. હશે.

દૈનિકપત્રો અને ઇલેક્ટ્રિક મીડીયાએ માતાના દિવસને અનેક રીતે દર્શકોને યાદ અપાવી.સીરીયલમાં મા અને  દીકરીનો અભિનય કરનાર કલાકારોએ ઇન્ટરવ્યું આપ્યા.કદાચ પૈસા લીધા કે પછી નવી ફિલ્મ કે સિરિયલનું પ્રમોશન કર્યું.માતાનો દિવસ ઉજવાયો ખરો.

હું મારી માતાને શુભેચ્છા પાઠવીને આ લખું છું.મારા પરિચયમાં જે મહિલાઓ છે તેમને શુભેચ્છા પાઠવી ને લખવા બેઠો છું.મારે આજે એક વાર્તા લખીને મોકલવાની હતી.લખવા બેઠો અને એક મેસેજ આવ્યો.મેસેજ વાંચ્યો અને લખવાનો વિષય બદલાયો.આ મેસેજમાં લખ્યું હતુ કે આજે  જે.કૃષ્ણમૂર્તિ નો જન્મ દિવસ છે.મને પણ ગમ્યું. ખાસ દિવસો લખેલી ડાયરી ખોલી.હા મેસેજ સાચો હતો.દિન વિશેષને આધારે લખવાનું શરું કર્યું.આજે ૧૨ મે. જે.કૃષ્ણમૂર્તિનો આજે જન્મ દિવસ.

તારીખ ૧૧ મે ૧૮૯૫ ની મધરાત.સમય રાત્રીના ૧૨ કલાક અને ૩૦ મીનીટનો સમય.એક બ્રાહ્મણના ઘરે એક છોકરાનો જન્મ થયો.આ છોકરાના પિતાનું નામ જિંદુ નારાયણીય અને માતાનું નામ સંજીવમ્મા.તેમના ઘરે આ આઠમું સંતાન.કૃષ્ણ પણ આઠમું જ સંતાન હતા.બસ બાળકનું નામ પડ્યું કૃષ્ણમૂર્તિ.કૃષ્ણનું પ્રતીક. તેમના નામમાં જે. બાપીકું અને દક્ષિણમાં નામ લખવાની એક પેટનમાં મળ્યું.આ નાના છોકરાનું નામ દુનિયામાં મોટું થયું.બાળકનું નામ એટલે જે.કૃષ્ણમૂર્તિ.

આખી દુનિયામાં પોતાની આગવી ઓળખ જે.કૃષ્ણમૂર્તિ. તે ભણવામાં સાવ નબળા હતા.જે.કૃષ્ણમૂર્તિ ભણતા હતા ત્યારે ધીમું શીખનાર હતા.ધીમું શીખવાને કારણે શિક્ષકો તરફથી સજા કરવામાં આવતી.જે.કૃષ્ણમૂર્તિ ભણવામાં નબળા હતા,તેમને સમજાવનાર કદાચ નબળા હોય તેમ બને.

એક વખત રમતાં રમતાં ઘડિયાળ ખોલી અને ફરીથી ફીટ કરી ચાલુ કરવાની આવડત ધરાવનાર આ બાળક સામાન્ય નહિ અસામાન્ય હતો. જે.કૃષ્ણમૂર્તિ ના માતાપિતા આ વાતથી સમજી ગયા કે આ બાળક ખાસ છે.ભણવામાં નબળા આ બાળકમાં તેમની માતાને ખૂબ શ્રદ્ધા હતી.(mothers day..)જે.કૃષ્ણમૂર્તિ ના પિતાજી અંગ્રેજોના કર્મચારી હતા.વારંવાર તેમની બદલી થતી. જે.કૃષ્ણમૂર્તિ ના પિતાજી થિયોસોફીકલ સોસાયટીમાં નોકરી કરતાં હતા.આ સોસાયટીના વડા લાંબા વાળ રાખતા હતા.કદાચ અબ્દુલ કલામ જેવા તેમના વાળ હશે.તેમનું નામ લેડબિટરે.

એક દિવસની વાત છે. આ સોસાયટીના વડા લેડબિટરે આ છોકરાને માંગણી તેના બાપ પાસે કરી. લેડબિટરે કદાચ આ બાળકને જાણી લીધું હશે.કૃષ્ણમૂર્તિ એ ધીરે ધીરે તાલીમ શરું કરી.તેમનું તેજ હવે દેખાવવાનું શરું થયું હતુ.તેઓ સમજતા અને સમજાવતા ગયા.શીખતા ગયા અને શીખવતાં ગયા.ધીરે ધીરે તેમની ખૂદની મસ્તી વડે તે દુનિયામાં ઓળખવા લાગ્યા.

કૃષ્ણમૂર્તિની ઉંમર અંદાજે ૩૪ વર્ષ હતી.આ વખતે તેમની કીર્તિ મોટી હતી. દેશ વિદેશમાં તેમની ચર્ચા થતી.દેશવિદેશમાં તે ભાષાન આપવા જતા.એક વખત તેમને જગત ગુરૂનું પદ આપવાનું નક્કી થયું. આ માટે આયોજકોએ તૈયારી પણ કરી.બધું જ આયોજન ગોઠવાઈ ગયું.આયોજન કરનાર જે.કૃષ્ણમૂર્તિને મળવા ગયા.આખા આયોજનની વાત કરી. આતો જે.કૃષ્ણમૂર્તિ તેમણે આ પદ અને સન્માન લેવાની ના પડી. સત્ય અને સંપ્રદાયને આડવેરનું કારણ દર્શાવી તેમણે આયોજકોને રોક્યા. થિયોસોફીકલ સોસાયટીમાં પોતે જોડાયા છે અને આવું પદ તે લઇ ન શકે.બસ...આખી દુનિયામાં હો..હા..થઇ ગઈ.

અને હવે...
બે વર્ષ પહેલાં એક વ્યક્તિએ કહ્યું હતુ કે હું પદ્મ શ્રી નહિ સ્વીકારું.આ માટે તેમણે કારણ આપ્યું કે મને પદ્મવિભૂષણ આપવો પડે.હું ફલાણો કે ફલાણી છું.આમ તો મને ભારતરત્ન આપવો પડે.પણ હું પદ્મશ્રી નહિ જ સ્વીકારું.બીજા વર્ષે તેમણે જોઈતું માન અને પદ સરકારે આપ્યું.હા કેટલાંકને આ સન્માન આપવામાં સરકાર મોડી પડે છે.ક્યારેક આક્રોશ પણ હોય છે.આક્રોશ સાચો કે ખોટો પણ હોય. હશે...જેની જેવી મતી...

થિયોસોફીકલ સોસાયટીમાં જીવન આપનાર જે.કૃષ્ણમૂર્તિને એ રીતે પણ વંદન કે તેમણે ક્યારેય વક્તવ્ય આપવાના કે લેખ લખવાના પૈસા લીધા નથી.તેમણે માત્ર માનવની ઉન્નતી માટે જ જીવન ખર્ચ્યું.આવા મહારથી અંગે લખાણ કર્યા પછી થોડાક સવાલ પણ થાય કે આવું વિચારનાર અને જીવનાર હવે કેટલા?

SMS: ‘સત્યને માર્ગ હોતો નથી.તમે ત્યાં સુધી પહોંચવા માર્ગ,ધર્મ અકે સંપ્રદાયથી ન પહોચી શકો..!’


Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી