અનોખી શાળા...


આ શાળામાં છોકરાં ભણે...
જીવતરનું સાચું ભાથું ભરે....
અંધ છોકરું હાજરી ભરે...
વિકાલોંગ છોકરું દોડમાં જીતે...
બહેરું છોકરું તબલાં વગાડે  ઓછું દેખતું ફોટા પડે....

અરે!આ શાળામાં અનોખા બાળકો ભણે છે.આ શાળામાં
 CWSN ભણે છે. CWSNને CHILD WITH SPEICAL NEED કહેવાય. આ માટે કહી શકાય કે ખાસ જરૂરિયાત વાળા બાળકો અહીં ભણે છે.આજ બાળકોની સાથે નોર્મલ બાળકો અભ્યાસ કરે છે.આવું  છેલ્લા ચોવીસ વર્ષથી ચાલે છે.નવાઈની  વાત તો એ છે કે બન્ને પ્રકારના બાળકોને અહીં એક જ સાથે ભણાવવામાં આવે છે.

કોન કહતા હૈ આસમાં મેં સુરાગ નહિ હોતા,એક પથ્થર તો તબીયત સે ઉછાલો યારો.”પૂના એક અનોખું શહેર.પૂના શિક્ષણનું હબ.હા ભાઈ મોટું કેન્દ્ર.અહીં શિક્ષણમાં ખૂબ કામ થાય છે.તેના ઉપર સંશોધન અને અમલીકરણ માટે અહીં વિશાળ તક છે.કહેવાય છે કે શિક્ષણમાં સારું વિચારનાર અહીં સારું કમાય છે.ખૂબ જ સારા લોકો અહીં be the change…ના સૂત્રને સાકાર કરે છે.તે માટે મથામણ કરે છે.કોઈ સારા નાણાં કમાય.કોઈ સારો વિચાર કમાય કે કોઈ સારા કર્મ કરે.જે સારું એ મારું.માનવ સ્વભાવને આ જ ગમે છે.આ જ માફક આવે છે.અહીં,પૂનામાં મારે જવાનું થયું. મારી સાથે The Alliance for Global Educationના ડાયરેક્ટર શ્રી પ્રશાંત કોટડીયાપણ જોડાવાના હતા. થોડા સમય પહેલાં આવા જ એક નવા વિચારને જોવા અમારે પૂના જવાનું  થયું.


અમારે એક સંસ્થાની મુલાકાતે જવાનું  હતું.અમને કહેવામાં આવ્યું હતું કે અહીં સરકારની મંજૂરી વગર ચાલતી શાળા છે.આ શૈક્ષણિક સંકુલ ખૂબ જ સાદા મકાનમાં છે.આ સંસ્થા એટલે એક શાળા.પ્રશાંત કોટડીયા એ મને થોડો પરિચય આપ્યો.આવી વાત સાંભળી મને હતું કે હશે,કોઈ નોન  ગવર્મેન્ટ ઓર્ગેનાઇજેશન હશે.કશુક નવું નવું કે છોકરાં માટે કશુંક ખાસ કરતાં હશે.પ્લાસ્ટિક વીણતા બાળકો કે ભીખમાંગતા બાળકો હશે.
 મારી બધી જ માન્યતા ખોટી પડી. ત્યાં અનોખી શાળા હતી.હાઇ વે ઉપર જમવાની હોટલમાં હોય છે તેવું.ઝૂપડી જેવી શાળા.ગાસ અને લાકડાનો ઉપયોગ કરેલી શાળા.અરે સંકુલ.અને આ શાળાની પણ વિશેષતા. હા તદ્દન અનોખી શાળા.આ શાળા જોઈને થાય કે ખરેખર આ શાળાની દરેક શહેરમાં જરૂર છે.આ શાળાની વિશેષતા એ કે તેમાં ખાસ પ્રકારની શિક્ષણ પ્રક્રિયા ચાલે..આ શાળામાં ચોવીસ વર્ષથી શિક્ષણ કાર્ય ચાલે છે.કોઈને એમ થાય કે શાળામાં તો શિક્ષણ કાર્ય ચાલે જ. એમાં અહીં નવું શું છે.?આવું બધાને થાય જ. પણ આ  શાળામાં ખાસ કશુક છે.

અરે!આ શાળામાં અનોખા બાળકો ભણે છે.આ શાળામાં CWSN ભણે છે. CWSNને CHILD WITH SPEICAL NEED કહેવાય. આ માટે કહી શકાય કે ખાસ જરૂરિયાત વાળા બાળકો અહીં ભણે છે.આજ બાળકોની સાથે નોર્મલ બાળકો અભ્યાસ કરે છે.આવું  છેલ્લા ચોવીસ વર્ષથી ચાલે છે.નવાઈની  વાત તો એ છે કે બન્ને પ્રકારના બાળકોને અહીં એક જ સાથે ભણાવવામાં આવે છે.

ફર્ગ્યુસન કોલેજના કેમ્પસમાં અંકુર વિદ્યાલય કાર્યરત છે. આ કૉલેજ એટલે ગાંધી બાપુના રાજકીય ગૂરૂ એ સ્થાપેલું સંકુલ.આ કોલેજના કેમ્પસમાં શાળા ચાલે છે. તેનું નામ અંકુર વિદ્યામંદિર.આ શાળા એટલા માટે ખાસ છે.કારણ  કે તે ખાસ અભિગમથી ચાલે છે. શાળામાં પ્રિન્સીપાલ શ્રીમતી આકાંક્ષા  જોશી જવાબદારી નિભાવે છે.આ શાળા વિષે જાણકારી આપવા અંકુર વિદ્યાલયનો ખાસ કેળવાયેલ સ્ટાફ પણ છે. દરેકને આ પ્રશ્ન થાય.આવી શાળા કેમ શરું થઇ હશે?તેનો જવાબ પણ એવો જ છે..આ શાળાની શરૂઆત વિશે પ્રિન્સીપાલ આકાંક્ષા  જોશી જણાવે છે કે :”આ સંસ્થા બે બાળકો સાથે  શરૂ થઇ હતી.”અંકુર વિદ્યામંદિરના સ્થાપક અને એમ.ડી. શ્રીમતી માધુરીબેન ગોડબોલે.બે બાળકોમાંથી એક બાળક માંધુરીબેનનું હતું. નોર્મલ બાળકો વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકો પ્રત્યે ખાસ અભિગમ કેળવે.જીવાતા જીવનમાં તેમના તરફ હમદર્દી નહિ પણ સમભાવ કેળવે તે રીતે અહીં બાળક જીવે છે.એવું જ અહીં શીખે છે.કહેવાય છે કે બાળકનું ઘડતર પ્રથમ ચૌદ વર્ષ સુધીમાં થાય છે.આ માટે આ શાળામાં જીવંત વ્યવહારમાં કેળવાય છે.આવા અનુભવોને આધારે નોર્મલ બાળકો પણ કેળવાય છે.

વિશેષ જરૂરિયાત વાળા બાળકો પણ નોર્મલ બાળકો જેવો વ્યવહાર કરતાં થાય છે.વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકોના માવતર કોઈને ડોકટર કે ઈજનેર બનાવવવાનું નથી વિચારતા.તેમનું બાળક જીવનના કૌશલ્યો પ્રાપ્ત કરે.જીંદગી જીવવા માટે કોઈનો સહકાર ન લેવો પડે.ઓછું પરાવલંબી બની જીવવું પડે.ખરેખરતો આ જ સાચી કેળવણી.પોતાની  જરૂરિયાત ઓછી રાખે તે કેળવણી.ઓછી જરૂરિયાતની સામગ્રીમાંથી અન્યને મદદ કરી શકે તે કેળવણી.પોતાના બાળકને ડોકટર બનાવવાનું વિચારનાર બાળકોના માતાપિતાએ એવું વિચારવું કે તેમનું બાળક વિશેષ જરૂરિયાત વાળું હોત તો તેણે શું બનાવી શક્યા હોત???
એક અંધ વ્યક્તિ દિવસની ચાલીસ ખૂરશીને નેટ ભરી આઠસો રૂપિયા કમાય છે.પણ ખૂરશી ઉપર બેઠેલા માણસો...બેસતા માણસો ખૂરશીની નેટ ભરી શકતા નથી.
જીવાતા જીવનના મૂલ્યો  શીખવતી શાળા.બધા જ બાળકો બધું જ શીખે છે.દેખતું બાળક બ્રેઈલ લીપી શીખે.શીખી  શકે છે.શીખતું અને તેવું શીખવતું આપણે જોઈએ છીએ.આ રીતે તે શીખે છે. શીખવાના એક જ પ્રકારથી કંટાળો અનુભવતા બાળકો નવી રીતે ઝડપી શીખે છે.આવતા વર્ષોમાં આ એક પ્રયત્ન પરિણામ બનશે.કદાચ તેના પચ્ચીસ વર્ષની ઉજવણી થાય.આવા
Be the change… જેવા સંકુલો.અંકુર વિદ્યાલય જેવા શૈક્ષણિક સંકૂલોની શોધ કરી એકનવું વિચારી શકાય.કશુક ઠોસ વિચારી આવું સંકુલ ઉભું કરી સેવા કરવા કોણ મથે?.એક અનોખા વિચાર સાથે ચાલતી આ શાળાની સાથે જોડાયેલ સૌને સતત વિકાસની શુભેચ્છા..

(૪ મે ૨૦૧૩ રખેવાળ દૈનિકની કોલમ સપ્તરંગની વિગત... )

Comments

Anonymous said…
Really very inspirational..
શીખવાના એક જ પ્રકારથી કંટાળો અનુભવતા બાળકો નવી રીતે ઝડપી શીખે છે.
----------
વન્ડરફુલ
Bee The Change said…
thanks dear.
this school will complete 25 years in few days.
thanks again.
Bee The Change said…
many new idea of education implementation.some is on base of story and song.some is on base of activity.please check my side regular and share with other.

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી