જવાબદારી ઓછી કરીએ....




इन बच्चो के हाथो को चांद सितारे छूने दो.! दो चार किताबे पढके वो भी हम जैसे हो जाएंगे...!







એવું કઈ રીતે બને કે શાળાનાં તમામ છોકરાંને એક જ સમયે પેશાબ લાગે? શાળામાં એક જ સમયે પેશાબ પાણીની છૂટ આપવી તે કેટલે અંશે યોગ્ય છે? હા. એક વ્યવસ્થા માટે ઠીક છે.પણ તેમાં આપણી જો હુકમી ન  ચાલે. આમાં અક્કડ વલણ ના ચાલે.બાળકોનું જીવન અને તેની  સાથે જોડાયેલ કેટલાય મુદ્દા છે.તે દરેક મુદ્દા મહત્વના છે. આવા મુદ્દામાં યોગ્ય વ્યવસ્થા જરૂરી છે.

હવે વેકેશન.છોકરાંને મજા.માવતરને કદાચ સજા.વેકેશનમાં બાળકો રમશે.આધુનિક જમાનામાં બાળરમતો પણ પોર્ટેબલ થઇ ગઈ છે.ફ્લેટમાં કે નાની સુધરાઈની શેરીમાં કે ગામના ઉબડ ખાબડ મેદાનમાં સ્કેટિંગ કરતુ છોકરું.સ્કેટિંગના નાના પૈડા ઉપર વેકેશનનો સમય કાપે છે.
બાળરમતો બાળકના વિકાસનું અનોખું માધ્યમ છે.શારીરિક અને માનસિક સમતુલા માટે આ રમતો ખૂબ જરૂરી છે.બાળકોમાં સમૂહ ભાવના કેળવાય તેવી જો કોઈ જગ્યા હોય તો તે રમતનું મેદાન.એવી અનેક રમતો છે.આ રમતો આજે આપણને યાદ પણ નથી કે તે રમત કઈ રીતે રમાય.બોલો ...
·         થપ્પો...
·         હતુડી...પતુડી...
·         બોબો ભમરો...
·         ગીલ્લી દંડો...
·         ટ્રીન...ટ્રીન...
·         રામ રાવણ...
·         નદી કિનારે ટામેટું...
·         લોઢું કે લાકડું...
·         નદી કે પર્વત...
આ લેખ વાંચનાર એક વખત આ રમતના નિયમો યાદ કરી જુએ. શું સાચા અને આખે આખા આખા નિયમ તમને યાદ છે?આવી અનેક રમતો કે આવી વિસરાતી રમતોને જીવાડવા અનેક લોકો કામ કરે છે.ચાલો આપણે આવા કામની શરૂઆત કરીએ.આપણા બાળકો  સાથે નિયમિત રમતો રમીએ.

કેમ પણ માતા પિતા તેમના બાળકોને શક્તિને ઓછી આંકે છે.આપણાં કરતાં ઓછા તાકતવર લાગતાં આ છોકરાં ખૂબ જ શક્તિઓના માલિક હોય છે.જીવન કૌશલ્યમાં  મહત્વના દસ કૌશલ્યો છે.આ કૌશલ્યો કેળવવા જરૂરી છે.આ બધા જ કૌશલ્યો નાનપણમાં કેળવી શકાય છે.પણ આપણે એ સમજી શકતા નથી. વિવિધ કૌશલ્યોના વિકાસ માટે કોઈ કોચિંગ કેમ્પ કે સમર કેમ્પ ઉપયોગી નથી.આ કેમ્પ મહત્વના છે તેના આયોજકો માટે.આયોજકોની આર્થિક સદ્ધરતા માટે.
શું એકાદ સપ્તાહની તાલીમ પછી સમર કેમ્પના તજજ્ઞ અહીં રજુ થયા હશે?શું ચારેક દિવસ ગ્લાસ પેઈન્ટીંગ પછી માવતર બાળકોને પેઈન્ટીંગ કરવા ગ્લાસ અપાવશે?જે કાયમ મહાવરા માટે પણ શક્ય નથી તેનું કોચિંગ શું કામનું? જો બાળકને હારમોનિયમ આવડે તો તેને કી બોર્ડ આવડે જ આવડે.પેપર ઉપર પેઈન્ટીંગ કરનાર ગ્લાસ ઉપર કરી જ શકે. બાળકોને તેમના શોખ તરફ વળવા માવતર આવા પ્રયોગો કરે.નિયત થયેલા પ્રમેય નહિ.બાળકોને સતત પ્રેમ અને હુંફની વચ્ચે તેમણે સ્વતંત્રતા પણ આપવી જરૂરી છે.

એક છોકરી સાતમા ધોરણમાં ભણે છે.તે સંગીત શીખે છે.શાસ્ત્રીય સંગીત શીખે છે. તેની નાની બહેન પણ સંગીત શીખે છે.આ નાની છોકરી તેનાથી ચાર જ વર્ષ મોટી  બેનથી શીખે છે.આ છોકરીને સૌ “દીદી ગુરૂ” કહે છે.આ પ્રક્રિયાને શિક્ષણમાં સહપાઠી શિક્ષણ કહેવાય.સાથેની વ્યક્તિ પાસેથી શીખવું,શીખવાનો આ પ્રકાર ખૂબ જ સહજ અને સરળ છે.બંને બહેનો શહેરમાં કચરો વીણતાં છોકરાંને સંગીત શીખવે છે.કચરો વીણતાં કુલ ચોવીસ પૈકી અઢાર બાળકો આજે શાળામાં કોઈના સહયોગથી ભણે છે. આ અઢાર બાળકોની વાર્ષિક ફી સવા લાખ ઉપર જાય  છે.સવાલાખ રૂપિયા આ છોકરીઓને ગણતાં પણ ન આવડે.પણ એક નાના વિચારને આધારે આ રકમ પ્રાપ્ત થઇ.આ દાતાઓ છેલ્લા બે વર્ષથી આ બાળકોની ફી ભરે છે. આ છોકરીઓ પાસે સંગીત શીખવા અને અત્યારે એડમિશન લેવા લોકો આવે છે.કોઈ પણ પ્રકારના બંધારણ વગર તે શીખવે છે.કોઈ  ગરીબ કે અમીર બાળકને જોડાવવું હોય તો તેના માતા પિતા આ છોકરીને મળવા જાય.આ છોકરાં ગામના બગીચામાં સંગીતસભા ભરે છે.

આવી એક બીજી છોકરી.તેનું નામ કિંજલ નાયક. આ છોકરી માથાના વાળમાં કાણું પાડે.આ કાણામાંથી બીજો વાળ પસાર કરે.આ ચીવટ અને જીણવટના કામમાં આખું કામ કરતાં તેને માત્ર ૧૪ થી ૧૬ સેકંડ લાગે છે.તેનું નામ નેશનલ રેકોર્ડમાં છે. આ છોકરીની ડોક્યુમેન્ટરી થઇ.ડિસ્કવરી ચેનલમાં તેનો એપિસોડ બન્યો.તેને એટલા પૈસા મળીગયા કે તેના બાપુજીએ એક નાનું ઘર લીધું.આ છોકરીની સીધ્દ્ધીને લીધે તે એક મોટી ફી ધરાવતી શાળામાં ભણે છે.એક ઈલેક્ટ્રોનિક મીડિયા માટે આ લખનારે આ છોકરીનો ઇન્ટરવ્યું લખ્યો હતો.આ છોકરી મને કહે:નેશનલ રેકોર્ડ અને ડિસ્કવરી ચેનલે મારું સન્માન કર્યું.હું ભણવામાં સારું પ્રદર્શન ન કરું તો મને જ  શરમ આવે.

આવા વિવિધ કૌશલ્યો બાળકોમાં હોય જ છે.તે માટે ખૂબ જ  લખાયું છે.દરેક બાળકની પોતાની એક અનોખી દુનિયા હોય છે.આ દુનિયાનો વિકાસ કરવા આપણે માત્ર નિમિત્ત બનીએ.એવું કઈ રીતે બને કે શાળાનાં તમામ છોકરાંને એક જ સમયે પેશાબ લાગે? શાળામાં એક જ સમયે પેશાબ પાણીની છૂટ આપવી તે કેટલે અંશે યોગ્ય છે? હા. એક વ્યવસ્થા માટે ઠીક છે.પણ તેમાં આપણી જો હુકમી ન  ચાલે. આમાં અક્કડ વલણ ના ચાલે.બાળકોનું જીવન અને તેની  સાથે જોડાયેલ કેટલાય મુદ્દા છે.તે દરેક મુદ્દા મહત્વના છે. આવા મુદ્દામાં યોગ્ય વ્યવસ્થા જરૂરી છે.વ્યવસ્થા કે તેનો ઝડપથી ઉકેલ લાવવા મથામણ કરીએ.કેટલાય લોકો આ કામ કરે છે.કેટલાય આવું કામ કરનારને મોટા વેદિયા કે પંતુજી માને છે.

નાની નાની વાતમાં મમ્મી ને કે પપ્પાને પૂછતાં બાળકો આપણે જોયા જ છે. અરે! ક્યાંક એવું પણ જોવા મળે કે બાળકો પોતાના દરેક નિર્ણયમાં,દરેક કામમાં માતા પિતાની મદદની અપેક્ષા રાખે.આવું સતત પૂછ્નાર અનેક બાળકો છે.આવા જ બાળકો મોટા થાય ત્યારે માતાપિતાની વાત ન  માનતા હોવાનું કેટલાક સંશોધનોમાં તારણ જોવા મળ્યું છે.આ માટે માતા પિતા જવાબદાર છે.
વિચારો...તમે તમારી  કામવાળી બાઈને સતત સમજાવો છો.તમે તેને  સતત  માર્ગદર્શન આપો છો.હવે...!તમે ઘરે ન હોવ ત્યારે આ બાઈને કોણ સમજાવે?કોણ શિખામણ આપે?આ વખતે આ કામવાળી બાઈ જે વર્તન કરે તે મોટી ઉંમર થતાં બાળકો કરે છે.
શાળામાં ગણવેશની છુટ્ટી હોય ત્યારે કયા કપડાં પહેરું...શાળામાંથી ઘરે આવી કપડાં બદલવામાં કે બીજા દિવસે શાળામાં જવાની પૂર્વ તૈયારીમાં બાળક એકલું કાંઇ જ કરતું નથી. આ માટે આપણી કેળવણી જવાબદાર છે.આવી જવાબદારી..અરે વધારે પડતી આપણી તેમના તરફની જવાબદારી તે 
બાળકને પરાવલંબી બનાવે છે.ચાલો આપણી જવાબદારી ઓછી થાય તેવો પ્રયત્ન કરીએ.

SMS: જો આધુનિક શિક્ષણ મોઘું લાગતું હોય તો અજ્ઞાનતાનો અનુભવ કરી જુઓ.


Comments

How can you write all these? I still wonder. Are you the same Bhavesh, to whom i know! :)
Anonymous said…
આજના માબાપો 'હેલીકોપ્ટરીંગ પેરન્ટીંગ' કરે છે. ક્યારેક મને એવું પણ લાગે છે કે આ તેની મજબુરી છે. હું પણ આપની વાતનો જ હિમાયતી છું. પહેલા મોટાઓનો 'શિક્ષક' હતો, હવે રિટાયર્ડ છું. આપના બ્લોગની પ્રથમ મુલાકાત છે. ફરી નિરાંતે વાંચવા આવીશ. મારી ઘણી પોસ્ટમાં ઉદાહરણ સ્વરુપે 'બાલવાર્તા'ઓનો ઉલ્લેખ કર્યો છે. એવી વાર્તાઓ આજના બાળકોને ક્યાં સાંભળવા મળે છે. મળતા રહીશું.
Bee The Change said…
વિરલ...આપણે સાથે ભણતા હતા.એ જ ભાવેશ પંડ્યા છું.
વડીલ ગુરૂજી આપ અવશ્ય મુલાકાત લેશો.માર્ગદર્શન આપશો.ગમશે.
i t rabari said…
Bhaveshbhai
khub sundar ane asarkarak babat chhe.aapana vichar sathe hun sahamat chhu.
Good evening.....
I T Ghanghor
kheda
i t rabari said…
This comment has been removed by a blog administrator.

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી