સત્રની શરૂઆત...૨૦૧૬શાળાના દરવાજાનું તાળું એક મહિનાની નિંદરમાંથી ઉઠશે,
એ જાગતાંની સાથે...શાળાની દિવાલો,બારીઓ,અને તમામ બારણઓ....હળવાશનો શ્વાસ લે છે,ધૂળની ચાદર ઓઢીને ઉંઘી ગયેલો વર્ગ...અને વર્ગમાં રહેલ ચોપડીઓ,ટેબલ,ખૂરશી,પંખાઓના પાંખડાઓ પર ચોટી ગયેલી રફડી!આવી જ રફડી!તીજોરી ઉપર-નીચે,થપ્પો કરીને ગોઠેવેલી ખુરશીઓ વચ્ચેની જગામાં હશે!!

કરોળીયાના જાળાં બધા ખૂણાઓને બંધક બનાવીને બેઠા હશે!

બસ,દરવાજો ખૂલતાની સાથે,હવે,બધું બદલાશે...દરવાજો ખોલતા શિક્ષકને ગામનું એકાદ બાળક જોઈ જશે!પછી તો,સાહેબ આવ્યાના સમાચાર ગલીએ ગલીએ ફરી વળશે!ઘણા દિવસે 'સાહેબ' 'સાહેબ'ના અવાજો વાતાવરણમાં ભળશે!ફટાફટ! બધું બદલાશે!વૃક્ષો નિરાંતનો શ્વાસ લેશે,ખાલી પડેલો રુમ તેના ફેફસામાં ઉલ્લાસ અને ઉમંગ ભરશે,શાંત પડેલી લપસણી,મેદાનની 


ધૂળ,પાણીનોનળ,કંપાસ,નોટબુક,દફતર,લાદીઓ,નિશાળના થાંભલા.....આ બધામાં જીવ રેડાશે.ફરી શરુ થશે!,,, પ્રવેશોત્સવ ની તાડમાર તૈયારીઓ સાથે.. બાળકો ના ભવીષ્ય નું ઘડતર કરવા... શરૂ થશે આપ ની પ્રિય શાળાઓ...
સૌ સારસ્વત મિત્રો ને શરુ થતા શિક્ષણિક સત્ર ૨૦૧૬ના નવીન શૈક્ષણિક સત્રની શુભેચ્છા.

પણ અંતમાં...
પ્રવેશોત્સવ જેવા મહત્વપૂર્ણ કાર્યક્રમ માટે થોડો સમય ન આપી શકાય.ગુજરાત સરકાર શ્રી ના કેલેન્ડરમાં ૧૩ થી ૧૫ તારીખ લખી હતી.એવું તે શું થયું હશે કે એકદમ પ્રવેશોત્સવ લાવી દેવો પડ્યો?અને હા,શિક્ષક સંઘના નેતાઓ માત્ર હા પાડવા માટે જ ગાંધીનગર જાય છે કે કોઈની કશી ચિંતા કરે છે?તેઓતો નવો ઝભ્ભો પહેરીને બીજી શાળામાં જશે પણ તેમની શાળામાં છોકરાં નહિ આવે તો?

થોડામાં વધારે...

હા,આવી ઓચિંતી તારીખ 'ગુનોત્સવમાં આવેતો મને ખૂબ ગમે.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી