વિશ્વ પર્યાવરણ દિવસ :૨૦૧૬

આજે વિશ્વ પર્યાવરણ દિવસ.આ દિવસને આખા વિશ્વમાં ઉજવવામાં આવ્યો હશે.આજે જ નહિ કાયમ માટે આ દિવસની ઉજવણી ખાસ રીતે કરવામાં આવે છે.સૌએ આજે ઉજવણી કરી જ હશે.આવી ઉજવણીમાં ફોટોગ્રાફ અને પ્રેસનોટ ને વધારે મહત્વ આપવામાં આવે છે.મારા એક મિત્ર છે.ગુજરાતમાં ધારાસભ્ય છે.નામ નહિ આપું.આજે તેમની સાથે ફોન ઉપર વાત થઇ.
વાત કરતાં કરતાં તે મને કહે: 'કોઈ પણ નેતા કે અધિકારી ધ્વારા રોપવામાં આવેલ છોડ મોટેભાગે ઉગતો નથી.'તેમની વાત પૂરી કરી તે કહે: 'મોટેભાગે એટલે અરે!!નથી જ ઉગતો.'મેં કહ્યું:'આજે તમે પણ વૃક્ષા રોપણ કર્યું હશે ને?'મારી વાત સાંભળી મને કહે: 'કર્યું તો ખરું,પણ...'

હવે બીજી વાત...
બનાસકાંઠા જીલ્લામાં થોડા વર્ષો પહેલાં 'અગિયાર લાખ,અગિયાર હજાર એકસો અગિયાર વૃક્ષો'એક સાથે રોપવામાં આવ્યા હતા.ડીસામાં તે વખતે એક જ સ્થળે અગિયાર હજાર વૃક્ષો રોપવા માટે દબાણ થયેલી જમીન ખાલી કરાવવામાં આવી  હતી.આજે તે જમીન ઉપર દબાણ નથી પણ વૃક્ષ પણ નથી.
આમતો આપણે આજના દિવસની શુભેચ્છા.પણ માત્ર વાતો કર્યા કરવાને બદલે એકાદ વૃક્ષ ઉછેરવા પ્રયત્ન કરશો.આજે ચુકી ગયું હોય તો આવતી કાલે પણ કરી શકાય.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી