પ્રવેશોત્સવ: મિશન કે ફેશન?



દરેક વ્યક્તિ શિક્ષણમાં પોતાના વિચારો આપે છે.સૌને વિચારો આપવાનું ગમે.કેટલાકના વિચારો આપણે સાંભળવા તૈયાર હોઈએ છીએ.કેટલાકનું વક્તવ્ય સાંભળવું પડે છે.એ વાત ચોક્કસ કે શિક્ષણ એ એક સામૂહિક જવાબદારી છે. આજે ગુજરાતમાં પ્રવેશોત્સવની તાડમાર તૈયારીઓ થઇ રહી છે.આવતી કાલથી ગુજરાતની ચોત્રીસ હજાર કરતાં વધારે શાળાઓમાં આ ઉત્સવની શરૂઆત થશે.મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓ કાર્યક્રમમાં જોડાશે.લગભગ તમામ વિભાગના અધિકારીઓ પણ પ્રવેશોત્સવમાં જોડાશે.
છેલ્લા એક દાયકાથી વધારે સમય થયો.આપણે પ્રવેશોત્સવ કરીએ છીએ.કેટલાક કારણો સામૂહિક જવાબદારી ધરાવતા આ કામને રાજકીય રૂપ આપે છે.ભારતમાં એક માત્ર ગુજરાત જ એવું રાજ્ય છે જેણે પ્રવેશોત્સવની શરૂઆત કરી.ગુજરાતને જોઇ અન્ય બે ત્રણ રાજ્યોએ પણ આ પ્રકારનો કાર્યક્રમ શરૂ કર્યા. થોડા નામ અને ફેરફાર સાથે પોતાના રાજ્યમાં અમલી પણ બનાવેલ છે.આ કાર્યક્રમની અમલવારીનો સાક્ષી બનવાની મનેય તક મળી છે.

ગુજરાતમાં આ કાર્યક્રમ પ્રવેશોત્સવને નામે શરૂ થયો.આજે તેને આપણે ‘કન્યા કેળવણી મહોત્સવ’તરીકે ઓળખીએ અને ઉજવીએ છીએ.શ્રી નરેન્દ્ર મોદીના લાંબા સમયના આયોજન રૂપે કન્યા કેળવણી મહોત્સવ અને કન્યા કેળવણી નિધિ માટે અનોખું આયોજન થયું હતું.મૂળ શિક્ષક અને ત્યાર પછી શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રી બનેલા આનંદીબેન પટેલ આ પ્રક્રિયાને કેવી સાચવી શકે કે ધપાવી શકે છે તે જોવું રહ્યું.
અહીં સવાલ એ થાય છે કે શું પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા કાર્યક્રમો મિશન છે કે વ્યસન.કેટલાક અધિકારીઓ માત્ર ફરવા આવતા હોય તેવું વર્તન કરે છે.કેટલાક ખરેખર તેને મિશન સ્વરૂપે જોતા હોય છે તો કેટલાક આવનાર મહેમાનો તેને માત્ર કરવા ખાતરનું કામ કે આદેશનું અમલીકરણ માની ફરજ નિભાવી પરત થાય છે.અનેક સવાલો અને સમસ્યાઓ વચ્ચે કામ કરતાં એક સરકારી શાળાના શિક્ષકને કોણ બિરદાવે છે? જ્યાં નબળું કામ થાય છે તેને કશું કોઈ કરતુ નથી.જ્યાં સારું કામ થાય છે ત્યાં કોઈ કોઈને બિરદાવતું નથી.આટલા અધધ ખર્ચ વચ્ચે શિક્ષણ મંત્રી કે મુખ્યમંત્રી શિક્ષકોને બિરદાવે તો કેટલો ખર્ચ વધે?સમગ્ર રાજ્યમાંથી પ્રવેશોત્સવમાં જનાર અધિકારીઓ સારી શાળાનો રીપોર્ટ આપે અને તે શાળા કે શિક્ષકને બિરદાવવામાં આવે તો મજા પડી જાય.આશા રાખીએ કે આ વખતે પ્રવેશોત્સવ પછી સરકાર આવું આયોજન કરશે.આમ થાય તોજ મિશન બની શકે.બાકી ફેશન અને વ્યસન એક સિક્કાની બે બાજુ ન હોય તો પણ બે જુદા જુદા સિક્કાની એક એક બાજુતો છે જ.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી