બિલ્લા મહારાજની જય.....


 એક બિલાડી.તેને આગળ કોઈ નહિ.બિલાડીની પાછળ પણ કોઈ નહિ.બિલાડી એકલીહતી.બિલાડી જે ઘરમાં રહેતી હતી તે જ ઘરમાં એક ઉંદર પણ રહેતો હતો.એક દિવસની વાત તેઓ જે ઘરમાં રહેતા હતા તે ઘરમાં કથા વંચાવવાનું આયોજન કર્યું હતું.મહેમાનો પણ આવવાના હતા.મહારાજ પણ આવી ગયા અને તેમને કથાની વસ્તુઓ આમતેમ ગોઠવી દીધી.

આ બાજુ ઉંદર આ બધું જોતો હતો.ઉંદર જે જોતો હતો એ બધું જ અને સાથોસાથ ઉંદરને આ બિલાડી જોતી હતી.બિલાડીને હતું જ કે આ ઉંદર બહાર આવશે.એ જેવો બહાર આવશે હું તેને પકડી લઇશ.થયું પણ એવું જ...થોડો સમય પસાર થયો.સૌ મહેમાનોની થોડી રાહ જોવામાં વ્યસ્ત હતા.ઉંદરડો એકદમ દોડતો આવ્યો.એ જેવો કુદીને ભગવા ગયો ત્યાં કથામાં ભગવાનના ફોટા વાળા પાટલાના આસન ઉપર જી પડ્યો.આગળ ઉંદર અને પાછળ બિલાડી.બિલાડી પણ થોડી વાર પછી એ જ પાટલીના મુખ્ય આસન કે પાટ ઉપર ચડી ઉંદર પાછળ ભાગતો થઇ ગયો.

આ બાજુ કથાનું કામ તો સારું થયું.બધાને ગમ્યું. મહેમાન પણ આવીને  બધા જ ગયા.આ તરફ ઉંદર અને બિલાડી જ્યાં થાળીઓ ધોવાતી હતી તે તરફ ગયા.બંને ભૂખ્યા હતા.બંને થાક્યા હતા.તેઓ સામસામે બેસી ખાતા હતા.હા,કોઈ કોઈની નોધ લેતું ન હતું.થોડુક ખાધા પછી જોર આવતા ઉંદર બિલાડીને કહે”આપણે શા માટે લડવું.જો ખાવા માટે જીવવું જરૂરી છે.જીવ હોય તો કોઈ મારી શકે ને.મરેલાને કોણ મારે છે.લાવો પહેલા જીવીએ.શું કામ મારાવવાની કે મારવાની ચિંતા કરીએ?

આમ થોડો સમય પસાર રહ્યો.એક શહેરમાં ફરતા ફરતા બિલ્લા મહારાજની કથાનું આયોજન હતું.સાથે તેમના અંગત સેવક અને કારભારી શ્રી ઉંદરલાલ કાયમ તેમની સાથે રહેતા દર્શાવ્યા હતા.આસ પાસમાંથી તેમના અનેક બીલ્લાડા ભક્તો આ તરફ આવવાના હતા.પોલીસે પણ ખાસ વ્યવસ્થા ગોઠવી હતી.નાના ઉંદરો માટે સીધા મંડપ સુધીની વાહનની વ્યવસ્થા હતી.એક નવો પ્રભાત લાવવાની આશા સાથે તેમના બેનરમાં ‘સત્યનારાયણ ભગવાનના આસન ઉપર બેઠેલ ભક્ત શ્રી બિલાડા દસના મુખે અભય કથા’લખ્યું હતું

એક પત્રકારે પ્રશ્ન કર્યો.આપ કઈ રીતે આવું અનોખું કાર્ય કરી શક્યા.આ સાંભળી બીલ્લારામ કહે: ‘ભૂખ...ભૂખ...ધર્મની ભૂખે અને અને મારા સેવકને આ તક આપી.સૌએ બિલ્લા મહારાજની વાહવાહી બોલાવી.

બોલો બિલ્લા મહારાજની જય....

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી