શું બધાં જ સાક્ષર ડિજિટલ ઉપકરણ વાપરી શકતાં હશે?



એક સમયની વાત છે.લોકસભાનું સત્ર ચાલતું હતું.સંસદમાં પ્રશ્ન પૂછાયો. ‘દેશને આઝાદી મળી છે. આપણો દેશ આઝાદ થયા પછી વિકાસ કરી શક્યો છે?’સીધો સવાલ એમ કે ‘આઝાદી પછી આપણો દેશ વિકાસ કરી શક્યો કે નહિ?’ત્યારે સંસદમાં લાલબહાદુર શાસ્ત્રીએ જવાબ આપ્યો ‘હા,આપણો દેશ વિકાસ કરી રહ્યો છે’આવો ટૂંકો જવાબ સાંભળી એક નવો પ્રશ્ન આવ્યો. ‘આપણો દેશ વિકાસ કરી રહ્યો છે તેની શું સાબિતી?’આ પ્રશ્નનો જવાબ આજે પણ એટલો જ મહત્વનો છે.પણ તે સમયે સરકાર તરફથી એવું કહેવામાં આવ્યું કે ‘આપણાં દેશના દરેક ગામડામાં બે સાયકલ છે.સરેરાશ બે સાયકલને આધારે એવો જવાબ માન્ય રહ્યો કે હા,દેશ વિકાસ કરી રહ્યો છે.
સમય સમયની આ વાત છે.તે પછી એક નવી વાત આવી.સો ટકા સાક્ષરતા.નાનાં ગામ,નગર કે શહેરોની બહાર બોર્ડ મારવામાં આવતાં.સો ટકા સાક્ષર ગામ,નગર કે શહેરમાં આપનું સ્વાગત છે.આજે પણ સાક્ષરની વ્યાખ્યા વિવિધ રીતે જોવા,સંભાળવા કે સમજાવવામાં આવે છે.માત્ર પોતાનું  નામ લખી કે વાંચી  શકે તે સાક્ષર.આવી લગુતમ લાયકાત ન ધરાવતા અનેક આપણે જોયા છે.આજે પણ આપણી આસપાસ ડાબા કે જમણા હાથનો અંગૂઠો કરતી વ્યક્તિઓ છે.હશે,આજથી  કેટલાંય દાયકા પહેલાં સંપૂર્ણ સાક્ષર ગામ કે શહેરની શાળામાં નિરક્ષર બાળકો છે.લાખોની સંખ્યામાં એવાં વિદ્યાર્થીઓ છે જે માતૃભાષા વાંચી કે સમજી શકતાં નથી.હા,આ જ શાળાઓમાં આંતર રાષ્ટ્રીય કે રાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત કરાવતા છોકરાં પણ છે.શાળાઓ અને શિક્ષણ એક અલગ ચર્ચાનો મુદ્દો છે.છતાં સમજ પૂર્વક વાંચી કે સમજી શકતાં ભારતીયો માટે એક નવી આશા ઊભી થઇ  છે.
સરકાર ધ્વારા રાષ્ટ્રીય ડિજિટલ સાક્ષરતા મિશનની  શરૂઆત થઇ છે.ગુજરાતમાં તો તેની શરૂઆત થઇ અને તેમાં સફળ થવાયું છે.આ જ મોડલ આખા દેશમાં એક અનોખી રીતે જોવા મળશે.આ મિશનને અનેક પેટા વિભાગોમાં વિભાજીત કરવામાં આવ્યું છે.તે પૈકી એક વિભાગ એટલે ઈ એજ્યુકેશન.આવા નવતર વિચારમાં શિક્ષણ માટે અને શિક્ષણમાં ટેકનોલોજી,દરેક શાળાઓનું બ્રોડબેન્ડ સાથે ઈ જોડાણ.ડિજિટલ સાક્ષરતા મિશન અને ઓન લાઈન એજ્યુકેશન સિસ્ટમ.આ વિગતોનો  વધુ અભ્યાસ કરતાં લોકો કહે છે કે આમ જો થઇ શકે તો  ભરત વિશ્વમાં કોમ્યુટરનો  અસરકારક ઉપયોગ કરતો દેશ બંને.સંચાર મંત્રાલય ભરત સરકારની આ પહેલને આપણે સૌએ વધાવવી જોઈએ.આજથી ચાર વર્ષ પહેલાં સાદો મોબાઈલ ન વાપરનાર આજે એપ્લીકેશન ડાઉનલોડ કરી શકે છે.ડિજિટલ ઈન્ડીયા એ જ આનું નામ.ગમે ત્યારે મોબાઈલમાં ટ્રેનની ટિકિટ બુક કરાવતાં યુવાનની સોસાયટી કે ગામમાં વધારે વેલ્યુ હોય છે. આપણી સરકાર આજના યુવાનો માટે ચિંતિત છે.ટેકનોલોજી અને ડિજિટલ ઇન્ડિયાને ભવિષ્ય માટે જ વિકસાવવાની વાત છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી વખતે આ જ રીતે પ્રચાર કરતાં હતાં.એક જ જાહેર સભામાં આખા દેશમાં લાઈવ કરી યુવાનોમાં ડિજિટલ ઉમેદવાર તરીકે ઉપાસ્ય હતાં.નરેન્દ્ર મોદીએ આધુનિક રીતે ચૂંટણી લડવાનું આયોજન કર્યું હતું.ભારતની ચૂટણીમાં છેલ્લી લોકસભાની ચૂંટણી અનેક રીતે ઐતિહાસિક કહેવાશે.સરકારનું  આયોજન છે કે દરેક ઘરમાં એક વ્યક્તિ ડિજિટલ સાક્ષર હોય.આ માટે આયોજન અને અમલવારી છે.
ગ્રામ પંચાયતથી શરું કરી કોઈ પણ કચેરી કે તેની સાથેનો વ્યવહાર આ રીતે સરળ બનશે.અરે શૈક્ષણિક રીતે સજ્જ થવા ધોરણ છ થી  દસના વિદ્યાર્થીઓને ઉપયોગી કાર્યક્રમો તૈયાર થયાં છે.ખૂબ જ સસ્તા અને માત્ર શૈક્ષણિક હેતુ ધરાવતા લેપટોપ અને ટેબલેટ તૈયાર થયાં છે.ભાષાની પસંદગીને અવકાશ આપતું ટેબલેટ સસ્તું અને ઉપયોગમાં સરળ છે.૩૦૦ કરતાં વધારે વિડીયો ફ્રી ડાઉન લોડ અને મેમરીની સુવિધા ધરાવતા સરકારી ઉપકરણ ખરીદવું જોઈએ.
ગુજરાત સરકાર ધ્વારા અનેક યોજનાઓ થકી આ લાભ આપણે લઈએ છીએ.તેમાં કેટલોક સુધારો થઇ શકે તેમ છે.ફેરફાર દેખાય છે અને સવલત લેતા લોકો વધતા જાય છે.કેટલાંય મિત્રો પોતાના બેંક એકાઉન્ટથી  જ મોબાઈલ ચાર્જ કરે કે ફિલ્મની ટિકિટ બૂક કરાવે. આ એક પ્રકારનું ડિજિટલ ઈન્ડીયા જ કે બીજું? અને તેમાં જોડવા માટે કઈ એવું ખાસ કશું જરૂરી નથી. ગુજરાતનો એક પ્રસંગ અહીં લખવાનું માન થાય.પંચમહાલ જીલ્લાની શહેરા તાલુકાની એક શાળા.નામ એનું નવા નદીસર.આ શાળાનો બ્લોગ આપણા વડા પ્રધાન નિયમિત જુએ છે.વડા પ્રધાને શિક્ષક દિને તેમનાં ભાષણમાં કહ્યું કે ‘હું મારો બ્લોગ નિયમિત અપડેટ ન કરું પણ નવા નદીસર શાળાનો બ્લોગ અપડેટ થતો જોવું છું.’શિક્ષક દિને નરેન્દ્ર મોદી ધ્વારા કહેવાયેલ આ શબ્દોનું એટલા માટે મહત્વ છે કે આ શાળાનો બ્લોગ છેલ્લા આઠ વર્ષથી  લખાય છે.હા,આ શાળામાં ચાર વર્ષથી  કોમ્પ્યુટર છે. આ શાળામાં સરકાર ધ્વારા નેટ કનેક્શન આપવામાં આવેલ નથી છતાં વડા પ્રધાન આ બ્લોગ જુએ છે.આ શાળાનાં મોટા ભાગના વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર વાપરતા નેટ વાપરતા આવડે છે.
ડિજિટલ ઇન્ડીયામાં દરેક ઘરમાં એક માણસ ડિજિટલ હોય તેવી  સરકારની નેમ છે.આ માટે આપણે સહયોગ કરવો રહ્યો.આ માટે આપણે શરૂઆત કરાવી રહી.એક જમાનામાં ટેલિફોનમાં વાત કરવા માટે રાહ જોવી  પડતી હતી.આજે આપણે પોતાના ખીસામાંથી વિશ્વના કોઈપણ ખૂણે વાત કરી  શકીએ છીએ.બેન્કમાં લાઈન વચ્ચે ઊભા રહી પૈસા લેવા માટે સમય બરબાદ કરનાર હવે એટીએમ ધ્વારા વ્યવહાર કરતાં થયા છે.આ બધું જ ડિજિટલ ઇન્ડિયાને લીધે છે એવું કહેવું શક્ય નથી.હાં,ડિજિટલ ઇન્ડીયા બનવા માટે આવી સમજ અને તેનો ઉપયોગ થાય તે જરૂરી છે.આ માટે આપણે સૌએ પ્રયત્ન કરવો રહ્યો.આ પ્રયત્ન એટલે વધુમાં વધુ આધુનિક ઉપકરણનો યોગ્ય અને જરૂરીયાત મુજબનો ઉપયોગ.આજે પણ કેટલાંક મિત્રોને એટીએમ માંથી નાણાં ઉપાડવા માટે સહયોગીની જરૂર પડે છે.હા,અહીં અર્થ એવો નથી કે માત્ર ડિજિટલ ઉપકરણનો ઉપયોગ આપણને સફળ કરશે.હા,એવું નક્કી કે આ પ્રકારના કાર્યોથી આપણે આગળ ધપવામાં સફળ રહીશું.

Comments

Unknown said…
Digital crc co.bhavesh bhai
Unknown said…
Digital crc co.bhavesh bhai

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી