રમતાં રમતાં બીજ ગણિતનું શિક્ષણ

 
શિક્ષણ એ રસપ્રદ ઘટના છે.તેને અસરકારક રીતે અમલી બનાવવામાં આવે તો ચોક્કસ પરિણામ મળી શકે છે.શાળામાં આવનાર વિદ્યાર્થીઓની સામાજિક,આર્થિક અને બૌદ્ધિક ભિન્નતા હોય છે.વિવિધતા ધરાવતા આ જૂથને એક સરખી રીતે શીખવી શકાતું નથી.એક સરખા પાઠ્યક્રમમાં શીખવામાં ભિન્નતા ધરાવતા વિદ્યાર્થીઓને કઈ રીતે શીખવવું.આવી અનેક સમસ્યાઓનો શિક્ષક વર્ગખંડમાં સામનો કરે છે.આવા અનેક પડકાર કેટલાય શિક્ષકો સામે જોવા મળે છે.કેટલાંક મિત્રો આવા પડકાર સામે પોતાની કાર્ય પ્રક્રિયામાં ફેરફાર કરે છે.માળખાગત વિગતો કે અમલીકરણમાં બાલભોગ્ય ફેરફાર કરે છે.આવા ફેરફારો ધ્વારા ચોક્કસ પરિણામ મળે છે.આવી અનેક સમસ્યાઓ અને તેના સામે થયેલું કાર્ય અને પરિણામની વિગતોનો ખજાનો એટલે IIM અમદાવાદ.
અનેક રમતોનું નિર્માણ કર્યું.અરે! નાનાં મોટા સૌને રમવી ગમે એવી પ્રારંભિક કે દેશી  રમતોને પણ નવી  રીતે રજૂ કરી.
છેલ્લા દોઢ દાયકા કરતાં વધારે સમયથી આ કામ ચાલે છે.ગુજરાત અને ભારતના અનેક શિક્ષકો,નવતર કાર્યો કરનાર શિક્ષકોની શોધ કરવાનું કામ ચાલે છે.આ કાર્ય અંતર્ગત અનેક શિક્ષકોની પસંદગી થઇ છે.એક શિક્ષક તરીકે આઈ.આઈ.એમ જેવી વૈશ્વિક સંસ્થા સાથે જોડાવું એક અનોખું ગૌરવ છે.આવા ગૌરવને પ્રાપ્ત કરનાર કેટલાંક પૈકી એક એટલે જાગૃતિ પંડ્યા.પ્રાથમિક શિક્ષણ મેઘરજમાં લીધું. સ્ત્રી અધ્યાપન મંદિર,અનેરા ખાતે શિક્ષક બનવાની  તાલીમ લીધી.તાલીમ પૂર્ણ કરીને તેઓ આણંદ નગરપાલિકામાં જોડાયાં.નગરપાલિકામાં શહેરી જીવન વચ્ચે ગરીબી સાથે જીવતાં પરિવારની દીકરીઓ પણ શાળામાં આવે.નગરપાલિકા શાળા નંબર:20 માં કન્યા શાળા કાર્યરત છે..અહીં જાગૃતિ પંડ્યા શિક્ષક તરીકે ફરજ બજાવે.પ્રાથમિક શિક્ષણમાં અપર અને લોઅરનું વિભાજન થયું.જાગૃતિ પંડ્યા અપર પ્રાથમિકમાં જોડાયાં.અહીં થોડી સમજ કેળવીને આવેલો છોકરાં.ધોરણ છ થી આઠમાં ગણિત વિષય શીખવવાની જવાબદારી નિભાવવાનું થયું.અહીં શૈક્ષણિક કાર્ય કરતાં તેમણે જણાયું કે વિદ્યાર્થીઓને બીજ ગણિતમાં જરાય રસ નથી.જાગૃતિ પંડ્યા તેમના વિદ્યાર્થી જીવનમાં ઉત્કૃષ્ટ વિદ્યાર્થીની હતાં.ધોરણ દસ તેમણે સાયન્સ સાથે પાસ કર્યું હતું.બીજગણિત પ્રત્યે વિદ્યાર્થીઓને રસ લેતા કરવા શું  કરી શકાય?આ એક સમસ્યા સાથે અને આ સમસ્યા સામે શું  કરવું તે વિચાર સતત ચાલતો રહ્યો.
અહીં વાત આગળ વધારતા પહેલાં એક ગીત યાદ આવે છે. एक अकेला थक जायेगा,मिलकर बोज उठाना;साथी हाथ बढ़ाना! અહીં બસ આ ગીતની જેમ વિદ્યાર્થીઓને એકઠાં કરી શીખાવાવાનું  વિચાર્યું.આ માટે તેમણે એક રમત બનાવી.આ રમતનું નામ રાજાનો હાર’.એક કરતાં વધારે વિદ્યાર્થીઓ એક સાથે આ રમત રમે.જાતે જ સમજ કેળવાય.જાતે જ પોતાની વિગતોને સરખાવતા કે સમજતા થાય.આમ કરતાં કરતાં એક રમત ધ્વારા વિદ્યાર્થીઓને બીજ ગણિતના કોઈ એક મુદ્દો શીખી શક્યા.વિદ્યાર્થીઓ રમત ધ્વારા કોઈ એક વિગત સમજી શક્યા.આ સફળતા પછી જાગૃતિ પંડ્યાએ અનેક રમતોનું નિર્માણ કર્યું.અરે! નાનાં મોટા સૌને રમવી ગમે એવી પ્રારંભિક કે દેશી  રમતોને પણ નવી  રીતે રજુ કરી.બીજગણિત શીખવવા માટે રમતમાં અને રમતોમાં ફેરફાર કર્યા.સાપસીડી,સાચી જોડ,રાજાનો હાર,ગંજીફાની રમતો અને અન્ય પ્રવૃત્તિઓ વિકસાવવામાં આવી. શાળાની  વિદ્યાર્થીની નેહા ભરતભાઈ પ્રજાપતિ કહે: અમે જાતે રંગ કરી ધાબામાં મોટી સાપસીડી બનાવી છે.હાલ ધોરણ આઠમા ભણતી રુચિતા બાબુભાઈ પ્રજાપતિ નવાં રમકડાં અને તે રમત રમવાના નિયમો વિશે જણાવે છે.કઈ રમત રમવામાં કોણ વધારે વખ્હત જીતે છે?આવું પૂછતાં કુસુમ વિનોદભાઈ પ્રજાપતિ તરફ સૌ એક સાથે જુએ છે.દરેક રમતના નિર્માણમાં વિદ્યાર્થીઓનો સહયોગ.દરેક રમત બાબતે દરેકમાં સરખી સ્પષ્ટતા.નિયમો અને પરિણામની  જાણકારી દરેક વિદ્યાર્થી પાસે સરખી.અરે! બીજગણિત જેવા વિષયને રમત ધ્વારા શીખતા વિદ્યાર્થીઓ જોવા બસ...મજા પડે.એક એક કરતાં લગભગ ૧૮ કરતાં વધારે રમતો અને ૧૩ કરતાં વધારે પ્રવૃત્તિઓનું નિર્માણ કર્યું.આ પ્રવૃત્તિનો વર્ગ વ્યવહારમાં અમલ કર્યો.અને જાગૃતિ પંડ્યાને ચોક્કસ પરિણામ મળ્યું.નેહા પ્રજાપતિ  હાલ નવમાં ધોરણમાં ભણે છે.તેને આખા વર્ગમાં સૌથી વધારે માર્ક્સ મળે છે.તે ગણિતમાં સૌથી વધારે હોંશિયારી ધરાવે છે.
જાગૃતિ પંડ્યા જણાવે છે કે આ કામમાં શાળાનાં આચાર્યશ્રી,શાળાનાં સહકર્મીઓ અને સીઆરસી કૉ.ઓર્ડીનેટરનું વિશેષ માર્ગદર્શન અને સહયોગ મળ્યો છે. બીજગણિત જેવા ફ્રેમ આધારિત વિષયને રમત ધ્વારા શીખવવાનો વિચાર અને તેનું અમલી કરણ કરી પરિણામ મળે તે જ સાચો આનંદ.પણ તેમના આ વિચારને આઈ.આઈ.એમ ધ્વારા પસંદ કરવામાં આવ્યો.
ગાંધીનગર સ્થિત જીસીઇઆરટી ખાતે આયોજિત એક કાર્યશાળામાં તેમના આ નાવાચારનું નિદર્શન કરવાની તેમને તક મળી.ગુજરાત અને ભારતની ૩૯ શિક્ષિકાઓ પૈકી એક એટલે જાગૃતિ પંડ્યા.બીજગણિત ને રસપ્રદ બનાવવામાં સફળ રહેલા જાગૃતિ પંડ્યાને સ્વ. અબ્દુલ કલામની ઉપસ્થિતિ ધરાવતી થર્ડ ઇન્ટરનેશનલ કોન્ફરન્ફ્માં હાજર રહેવાની તક મળી.ડૉ.અનીલ ગુપ્તા અને પ્રો.વિજયા શેરીચંદ ધ્વારા આ કૃતિઓ પસંદ કરવામાં આવી હતી.ડૉ.કલામ અને ડૉ.અનીલ ગુપ્તા એ આ પ્રદર્શનની મુલાકાત લઇ તેમના કામને બીરદાવ્યું હતું.
ગુજરાતના એક નાનાં શહેરની કન્યાઓને પડતી મુશ્કેલી અને તેના નિવારણ માટે એક નાનો પ્રયત્ન થયો.આ પ્રયત્ને લીધે ચોક્કસ પરિણામ મળ્યું.પરિણામ મળવાથી આ વિગતની પસંદગી એક નાવાચાર તરીકે થઇ.આઈ.આઈ.એમ અને જીસીઇઆરટી ધ્વારા આવા શિક્ષકોને યોગ્ય પ્લેટફોર્મ અને માર્ગદર્શન મળ્યું.પોતાની વિગત અંગે તેઓ જણાવે છે કે આવી સંસ્થાઓ ધ્વારા આ વિચારને વધુ લોકો સુધી પહોંચાડવાની તક મળી.પ્રો.વિજય શેરીચંદ કહે છે કે આ પ્રક્રિયાથી લાભ શું થયો?વિદ્યાર્થી શું શીખ્યા?’બસ આવું જ જાગૃતિ પંડ્યાએ વિચાર્યું. આ રમત ધ્વારા મને વર્ગખંડમાં શું લાભ થાય.વિદ્યાર્થીઓને શું લાભ થાય.પૂનરાવર્તન   ધ્વારા આ રમત ધ્વારા શું શું શીખવી શકાય?કઈ કઈ બાબતોનો આ રમતો ધ્વારા મહાવરો કરી શકાય?’બસ...સતત રમતો અંગે જ વિચાર્યું.અરે મોબાઈલની રમતોને પણ બીજગણિત શીખવવા માટે સાધન બનાવ્યું.ચોક્કસ પરિણામ મળ્યું.આઈ.આઈ.એમ સુધી પહોંચ્યું તે અંગે પૂછતાં તે જણાવે છે કે માત્ર વાચન,ગનન લેખનને બદલે જેણે વાંચતા અને ગણતાં આવડે છે તેને માટે વધુ શું કરી શકાય તે અંગે વિચારવાની તક મળી તે જ સૌથી મોટી સફળતા.કન્યા શાળાનાં મહિલા શિક્ષિકા જાગૃતિ પંડ્યા.તેમને મળેલી આ સિધ્ધી માટે તેમના પરિવાર અને માતા પિતાનો આભાર માને છે.બીજગણિત જેવા વિષયમાં વિદ્યાર્થીઓને રસ પડે,વિદ્યાર્થીઓ સિધ્ધી હાંસલ કરે તો શિક્ષકને આનંદ થાય જ.આવા આનંદ સાથે કાયમી ફરજ નિભાવતા આ શિક્ષિકા બેનને જીવન શિક્ષણ પરિવાર વતી અભિનંદન.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

નીલમનો ઝભ્ભો

ન્યાયાધીશ અને માસ્તર