સરકારી શાળા...મારી શાળા...

આધુનિક સમયમાં ખાનગી સંસ્થાઓ માત્ર પ્રચારને કારણે વિદ્યાર્થીઓ મેળવે છે.લોભામણી અને અતિશયોક્તિ ધરાવતી જાહેરાતોથી લોકોને પોતાના તરફ આકર્ષે છે.આમ પ્રચારને કારણે નાનાં શહેરોમાં પણ અસર જોવા મળી હતી.દિયોદર જેવા નાનાં નગરમાં છ ખાનગી પ્રાથમિક શાળાઓ હતી.લોકો પાસે અધધ...ફી પણ લેવામાં આવતી હતી.ખાનગી શાળા સામે સરકારી  શાળાનોઈ ઓળખ આપવાની જરૂરિયાત જણાતી હતી.
સરકાર શ્રી ધ્વારા આપવામાં આવતી સુવિધાઓનો યોગ્ય ઉપયોગ કરવાની શરૂઆત કરી.ખાનગી શાળાઓની જાહેરાતો,ચોપાનિયા અને અંકો એકઠા કરી લીધા.દિયોદર પ્રાથમિક શાળા:૩ માટે આવીજ અને જાહેરાતો,ચોપાનિયા,સમાચાર અને અન્ય રીતે લોક સંપર્ક ધ્વારા શાળાની  ઓળખ ઊભી કરવામાં આવી.એક ખાનગી શાળા જેમ પોતાનીઓ સફળતાઓ ફોટા સાથે છાપે ભાસ,એવું  જ અમે કર્યું.જીલ્લા,રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ મેળવેલ સિદ્ધિઓ સાથે શાળાનું બ્રોસર બનાવવામાં આવ્યું.
શાળાની હાલની સુવિધાઓ અને જરૂરીયાત દર્શાવતા પોસ્ટરો અને બ્રોસર ધ્વારા લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવ્યો.શાળા પરિવાર અને ગ્રામજનોના સહયોગથી શાળાની કેટલીક મહત્વની સુવિધાઓ પૂર્ણ કરવામાં આવી.બીજા વર્ષે શાળાનાં બ્રોસરમાં દાતાઓનું નામ અને અન્ય જરૂરીયાતો દર્શાવવામાં આવી.શાળાની સિદ્ધિઓ પણ વધતાં એક મુખપત્ર જેવું બ્રોસર પણ બનાવવું પડ્યું.નગરની છ ખાનગી શાળાઓ કરતાં આ શાળાની સિધ્ધી અને વિદ્યાર્થીની સંખ્યા પણ વધવા લાગી.સમગ્ર શાળા સંકુલને ‘કોલ સરકીટ કેમેરા’થી સજ્જ કરવામાં આવી છે.ખાનગી શાળા કરતાં પણ ઉત્તમ અને સફળ પ્રવાસ આયોજન સાથે શાળા પરિવાર શાળા માટે સતત સક્રિય છે.

મુકેશકુમાર એસ. ત્રિવેદી
દિયોદર પ્રાથમિક શાળા:૩ 
તાલુકો:દિયોદર 
જિલ્લો:બનાસકાંઠા
મો.નંબર: ૮૭૩૪૦ ૩૦૦૨૫

Comments

Unknown said…
Congrats Mukesh bhai......
Bhagwan tamne ane bhavesh bhai ne khub j sakti aape aava navtar ane samaj sudharna na kam mate... Ae j prabhu ne prathna..
Unknown said…
Congrats Mukesh bhai......
Bhagwan tamne ane bhavesh bhai ne khub j sakti aape aava navtar ane samaj sudharna na kam mate... Ae j prabhu ne prathna..
Bee The Change said…
pradipbhai

mukeshbhai innovation aword vijeta shikshak chhe.
he can make sussace
thanks for read.
Bee The Change said…
pradip ji.


mukesh trivedi is innovative teacher.
he can make success.
thanks for read.

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી