જર્મન મહિલા બન્યાં: હેમાબહેન
केवल अंग्रेजी सीखने में जितना श्रम करना पडता हैं , उतने श्रम में भारत की सभी भाषाएँ सीखी जा सकती हैं! |
આપણાં
દેશની એક આગવી ઓળખ છે.આજે વિશ્વમાં ભારતીય સંસ્કૃતિને અલગ રીતે જ જોવામાં આવે છે.ઉગતા
સૂર્યની ભૂમિ એટલે ભારત.વિશ્વ સંતોની ભૂમિ એટલે ભારત.આ એ સમયની વાત છે જયારે આપણો
દેશ ગુલામ હતો.આઝાદીની વિચાર પણ ખૂબ દૂર હતો. એક તરફ આપણા દેશના જ અનેક લોકો
સરકારના નોકર હતાં.સરકાર એટલે ગોરાઓ.અંગ્રેજોનું રાજ હતું. આ સમયે એક ઘટના બની. આવી
એક ઘટના જેની આજે અહીં નોધ લેવી ગમે.આજે વિદેશી ભૂમી અનેકને ગમે છે.તેનાં સ્વપ્ન
જોઈએ છીએ.તે સમયે એક જર્મન મહિલા ભારત આવ્યાં.તેમણે દસ વર્ષ સુધી તપ કર્યું.સખત
સાધના અને તપને લીધે તેઓ ભારતીય સંસ્કૃતિની નજીક આવ્યાં.તેમણે જાણ્યું કે
‘વિનોબા’નામનાં એક સંત લોકપ્રિય છે.ધર્મની જાણકારી વધુ મળે તેવાં આશય સાથે
લ્યૂસીયેન વિનોબાને મળવા ગયાં.
વિનોબા
ભાવે.આ સમયે તે મહારાષ્ટ્રમાં હતાં.વિનોબા પંઢરપુરમાં હતા.જર્મન મહિલા અહીં
વિનોબાને મળવા પહોંચી ગયાં.વિનોબા જી તો તેમના સાથીઓ સાથે ચર્ચા કરતાં હતા.વિનોબા
સાથે સૌ ચર્ચામાં વ્યસ્ત હતાં. સાદું જીવન.બોલવા ચલાવામાં અને વ્યવહારમાં ખૂબ જ
સાદાઈ એટલે વિનોબા ભાવે.ગાંધીજી જેવી વિશ્વ વિભૂતિને માર્ગદર્શન આપનાર વિનોબા.
તેમણે જર્મન મહિલાને ઈશારો કરી બેસવા માટે કહ્યું.ચર્ચા પૂરી થઇ.વિનોબાજીએ આ
મહિલાને આવવાનું કારણ પૂછ્યું.જર્મન મહિલાએ કહ્યું: ‘મેં આપણું નામ સાંભળ્યું
હતું.આપતો સામાન્ય માનવી જેવા છો.સાધુ સંત જેવો કોઈ પહેરવેશ નથી?’એક સાથે પોતાનું
નામ કહ્યા વગરનો તમામ પરિચય આપનાર મહિલા સામે વિનોબા જોઈ રહ્યા.
વિનોબાએ
આ સાંભળી કહ્યું: ‘એમાં આવું અચરજ પામવાનું નથી.માત્ર ચોક્કસ કપડાં પહેરવાથી જ
સેવા થાય?માત્ર મંદિર કે કોઈ જાહેર સ્થળે જ પૂજા થાય?’વિનોબાજી બોલતા હતા.તેમણે
કહ્યું: ‘જેનું પણ દુઃખ હોય તેને મદદ કરવી એ મોટી સેવા છે.પિતાને પુત્ર વહાલો હોય
તેટલું જ વહાત કુદરતને મનુષ્ય માટે હોય છે.’વિનોબાજી બોલતા હતા.જર્મન મહિલા
લ્યૂસીયેન સાંભળતાં હતાં.તેમણે વિનોબાજી ની વાત સચોટ લાગી.તેમણે સમાજ સેવા અપનાવી
લીધી.ગામડાઓમાં ફરી ફરીને તેમણે ભેદભાવ ઓછાં થાય તેવાં પ્રયત્નો કર્યા.તેમણે
અછૂતોના ઉદ્ધાર માટે આજીવન કામ કર્યું.તેમની સેવાથી ખૂશ થઇ વિનોભાજીએ તેમનું નામ
‘લ્યૂસીયેન બદલી હેમાબહેન’રાખ્યું હતું.
Comments