दो इनोवेशन

આજે ઇનોવેશન અંગે બે મહિલા શિક્ષિકા અંગે વાત કરવી છે.આ બહેનો એ એકદમ અલગ વિચાર સાથે કામ કર્યું છે.
વિજ્ઞાન જેવા વિષય ને રમત કે રમકડાં દ્વારા શીખવી શકાય એવા વિચાર સાથે એક બેને કામ શરૂ કર્યું.બીજા એક બેન આમતો માધ્યમિક માં ફરજ બજાવે છે.હા,તેમણે કરેલું કામ પ્રાથમિક શાળામાં પણ ઉપયોગી છે.તેઓના કામ અને અન્ય વિગત માટે આપ એમનો સંપર્ક કરી શકો તે માટે સરનામું આપેલ છે.

શ્રીમતી મિરલ પટેલ 
વિજ્ઞાન અને ટેક્નોલીજી વિષયને રસપ્રદ બનાવવા માટે એમને વિશેષ આયોજન કર્યું.વિદ્યાર્થીઓ વિજ્ઞાન વિષે જાણકારી મેળવે એ માટે જરૂરી છે કે તે પ્રયોગ કરી શકે.અહી પ્રયોગશાળા કે પ્રયોગના સાધનો ઉપલબ્ધ ન હોય તેવા સંજોગોમાં તેમણે શાળાની વિશ્રાંતિણા સમયમાં વિવિધ રમકડાં બનાવવાનું આયોજન કર્યું.વિદ્યાર્થીઓ સાથે મળી તેમને વિજ્ઞાન વિષયને શીખવી શકાય તેવાં ૧૦૦ કરતાં વધારે વૈજ્ઞાનિક અભિગમ ધરાવતાં રમકડાં બનાવી વિજ્ઞાન વિષયને સરળ બનાવવાનું સફળતા પૂર્વક કરી શક્યા.

સંપર્ક વિગત:
મીરલબેન ઠાકોરભાઈ પટેલ
આંબોલી પ્રાથમિક શાળા.
તાલુકો:ભરૂચ   જીલ્લો: ભરૂચ

કિરણબા જાડેજા 

અંગ્રેજી શિક્ષણમાં વિદ્યાર્થીઓનો શબ્દ ભંડોળ ઓછો હોઈ તે સહજ રીતે અંગ્રેજીમાં વાતચીત કરી શકતા ન હતાં.આ માટે તેમને સહજ બોલચાલ માટે વાપરી શકાય તેવા શબ્દોનો સંગ્રહ વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી ને કર્યો.સાથે સાથે એકમને અનુરૂપ શબ્દો એકઠા કર્યા.વિદ્યાર્થીઓ ને સાથે રાખી તેને શબ્દકોશના ક્રમમાં ગોઠવણી કરી.જેમાં ઔષધ,ઘરેણાં,આભુષણ,કઠોળ,મારી મસાલા અને પારિવારિક શબ્દોનો સંગ્રહ કરી ખપ પુરતી ડીક્ષનેરી બનાવી.આ સામગ્રીના ઉપયોગથી શિક્ષણ કાર્ય અસરકારક બન્યું છે.

સંપર્ક વિગત:

કિરણબા વેલુભા જાડેજા.
શ્રી ઉત્તર બુનિયાદી વિદ્યાલય,
મુકામ: ફરીયાદકા.
તાલુકો: ભાવનગર જીલ્લો:ભાવનગર

@703@

આજે ઇનોવેશન અંગે બે મહિલા શિક્ષિકા અંગે વાત કરવી છે.આ બહેનો એ એકદમ અલગ વિચાર સાથે કામ કર્યું છે.
વિજ્ઞાન જેવા વિષય ને રમત કે રમકડાં દ્વારા શીખવી શકાય એવા વિચાર સાથે એક બેને કામ શરૂ કર્યું.બીજા એક બેન આમતો માધ્યમિક માં ફરજ બજાવે છે.હા,તેમણે કરેલું કામ પ્રાથમિક શાળામાં પણ ઉપયોગી છે.તેઓના કામ અને અન્ય વિગત માટે આપ એમનો સંપર્ક કરી શકો તે માટે સરનામું આપેલ છે.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી