સરકારી શાળાના બાળકો...


બોટાદ જિલ્લાના રાણપુર ખાતે એક શાળા.શાળાનું નામ રાણપુર. અહીં શ્રી રમેશ રાઠોડ શિક્ષક તરીકે ફરજ બજાવે.હમણાં ગાંધીનગર ખાતે આયોજિત એક તાલીમ વર્ગમાં મળવાનું થયું.બોલવા ચાલવામાં ખૂબ સરળ એવા શ્રી રમેશભાઈ અને તેમના સાથી પાસેપાસે બેઠા હતા.અહીં તાલીમ વર્ગમાં પરિચય આપવાનું શરૂ થયું.તજજ્ઞ શ્રી સૂચિતભાઈ પ્રજાપતિ એ નવી રીતે પરિચય માટે કહ્યું.આસપાસના બે મિત્રો એક બીજાનો પરિચય આપે.રમેશભાઈ નો પરિચય તેમના સાથીએ આપ્યો.પરિચય જાને એક મિશનરી વ્યક્તિનો આપતા હોય તેવું જણાયું.રમેશભાઈ શાળાના બાળકો માટે  અનેક પ્રયત્નો કરે છે.આપણે જાણીએ છીએ કે સરકારી શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ મોટેભાગે ગરીબ ઘરના આવે છે.આવા વિદ્યાર્થીઓને સૌથી મોટો પ્રશ્ન શિક્ષણ માલતે કરવા પડતા ખર્ચનો છે.આ માટે રમેશભાઈ એ સરસ આયોજન કર્યું.પોતે સીપીએડ શિક્ષક છે.તેમણે વિદ્યાર્થીઓમાં રમત પ્રત્યે રસ જગાવ્યો.તએમને રમતાં કર્યા.આટલું કરીને તેમને સતત અને સખત તાલીમ આપી.આ વિદ્યાર્થીઓ ડિસ્ટ્રી લેવલ સ્પોર્ટ સ્કૂલમા પસંદ થાય તે માટે સતત આયોજન કર્યું.
આપણી જાણ માટે કે આવી સ્ફુક દરેક જિલ્લામાં સરકાર દ્વારા બનાવવામાં આવી છે.કાર્યરત છે.અહીં ભણનાર નો ખર્ચ સરકાર. કરે છે.ધોરણ 3 થી 12 સુધી વિદ્યાર્થીઓને સરકાર દ્વારા રમત સાથે શિક્ષણ આપવામાં આવે છે.રાજ્ય રમત ગમત મંત્રાલય સ્પોર્ટ ઓથોરોટી ઓફ ઇન્ડિયા દ્વારા આખા દેશમાં આ વ્યવસ્થા થઈ છે.આવા સંકુલ અને વ્યવસ્થાનો પ્રચાર થાય એ વિદ્યાર્થીઓ માટે ખૂબ જરૂરી છે.

@#@
રમત ગમત ને કારકિર્દી બનાવનાર ભૂખ્યા ન રહે તેવું આયોજન થાય એ પણ જરૂરી છે.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી