જીવાતું જીવન


જીવન માં કેટલાક ગુણ આપો આપ ઉતરી આવતા હોય છે. અવગુણ અગણિત  હોવાના લીધે આપણે ફક્ત ગુણ ની જ વાત કરી રહ્યા છીએ.કેટલાક ગુણ એવા હોય છે જે આપના વિચાર અને વર્તન માં હોય છે.આવા કારણે વ્યક્તિ મહાન બની જાય છે.આપણા અવગુણ  સદગુણના વિશાળ પડછાયા માં  ઢંકાઈ જાય  છે.

 રાત્રે સુવાની  તૈયારીમાં હતો અને થયું ચાલો લાસ્ટ મેસેજ જોઈને લંબાવું.પણ છેલ્લો મેસેજ એવો હતો કે એના વિચાર સતત આવતા રહ્યા.આ વિચાર એક લેખના સ્વરૂપમાં પ્રકટ કરવાના હતા.મુદ્દો माफ करना सीखिए,क्योकि हमभी भगवान से यही उम्मीद रखते हैं।વાત માફ કરવાની હતી,માફ કોને કરવા, ક્યારે કરવા, કેમ કરવા,કેટલી હદ સુધી માફ કરી શકાય,કેવી રીતે માફ કરવા ,કોને કોને માફ કરી શકાય, કેવી  પરિસ્થિતિમાં માફ કરી શકાય,ઈતિહાસમાં માફ કરવાનાં ઉદાહરણ પણ નજર સામે આવવા લાગ્યા. આવા અનેક વિચાર આવ્યા પછી આ લેખ માટે બેઠો.બે-ચાર વખત વિચાર આવ્યો કે ચલો લખવાનાર સાથે વાત કરીને પછી લખું.પણ મેસેજ માં સ્પષ્ટ સૂચના  આપેલી હતી કે આપ આપના વિચારો પ્રકટ કરી શકો છો.મતલબ કોઈના અભિપ્રાય કે સહકાર વગર લખવાનું હતું.પછી આંગળીઓ ના ટેરવાં  અને કમ્પ્યુટર.'ટેરવાં શબ્દને લીધે એક ઐતિહાસિક વાર્તા યાદ આવી ગઈ , એ વાર્તા “ લોક હૈયા ભીનાં –ભીનાં  માં કનુ આચાર્ય એ લખેલી છે.આકાશ વાણી રાજકોટ પરથી એ નાટ્ય સ્વરૂપે પ્રસારિત પણ થઈ ગઈ એ વાર્તા માં પણ માફ કરવાની વાત જ આવે છે.લોક હૈયા  ભીનાં – ભીનાં  એ બનાસકાંઠા ની  ઐતિહાસિક લોક કથાઓ છે.એ અંગે ક્યારેક ફરી...તો માફ કરો.માફ કરવાની વાતમાં આગળ....

 આ સંસારમાં આપણે છીએ.આપણી ઘણી બધી ભૂલ કોઈએ ક્યારેક માફ કરી હશે. આપણે પણ આ જગત માં આવ્યા છીએ તો આપણા થી થતી નાની નાની ભૂલ સુધારવા મથવું જોઈએ.આમ કરવાથી કે કિઈને માફ કરવાથી હૃદય વિશાળ બને છે. જે નાની નાની ભૂલોને માફ કરી શકે છે એ જ માણસ  મોટી ભૂલોને  માફ  કરીને પોતાની મહાનતા સાબિત કરી શકે છે.

કેટલાક લોકો એવા જ હોય કે એમાંની આંખો ફક્ત  લોકો ની ભૂલ જ શોધતી હોય છે. આવા માણસોને ગુસ્સો બહુ ઝડપી મગજ પર સવાર થઈ જાય છે. ક્રોધ માં લોકો  સામે વાળાને અપમાનિત પણ કરી દેતા હોય છે.કેટલાક લોકોને પૂર્વાનુભવોને લીધે સામેવાળી વ્યક્તિ પર ગુસ્સો આવી જાય છે. કેટલાક લોકોને ક્રોધ એટલો ઝડપી આવી જાય છે કે એમાંની પાસે માફ કરવાનો સમય રહેતો નથી.

ઉદાહરણ તરીકે જોઈએ. કોઈ ચોક્કસ જગ્યા જવા માટે બહુ ઉતાવળ છે.આપ આનન ફાનનમાં ગાડી લઈને ઘરથી બહાર નીકળો છો, એજ સમયે કોઈ રોંગ સાઈડ માંથી બાઇક સવાર ફોન પર વાત કરતો આવી જાય છે.એવીતો જોરદાર ચિચુયાટા  વાળી બ્રેક અને સાથે ગાળ પણ...

@#@
આવી જ પરિસ્થિતિ  બીજી વાર થઈ  જાય.કોઈ મધુર ગીત વગાડતા વગાડતા અને ઘરમાંથી સારા સંવાદો સાથે વિદાય લીધી છે. જવાની કોઈ ઉતાવળ નથી  અને કોઈ બાઇક વાળો કે ગાડી વાળો  અચાનક રફ ડ્રાઇવિંગ કરી નજીક આવી ગયો. આ વખતે આપના ચહેરા પરના સ્મિત સાથે સામેવાળા ને પણ વિચારમાં મૂકી દે. મન જેટલું શાંત હોય એટલું સારું,તો જ તમે સામે વાળાને માફ કરી શકો.

વાસ્તવિક રીતે જોવા જઈએ તો માફ કોને – કોને કરી દેવા જોઈએ. બાળકને હંમેશાં માફ કરીદેવો જોઈએ. બાળકએ પરમપિતાએ આપેલી અણમોલ ભેટ છે. બાળકને હજી આ નઘરોળ દુનિયાના પૂરા સારા- નરસા  અનુભવો હોતા નથી માટે હર હાલતમાં બાળકને માફ કરી દેવો જોઈએ. નજીકનાં સ્નેહીઓ અને મિત્રોને પણ ભૂલ કરેજ. આ વખતે  તમારા થી માફ થઈ શકે એવી  હોય એમાં એમને માફ કરી દેવા જોઈએ.જ્યારે તમે એમને માફ કરી શકતા નથી તો એ લોકો તમારી જિંદગી માંથી દૂર થઈ જાય છે. એક એવો સમય આવે છે કે એમના વગર તમને ખાલીપો લાગે છે.ખાલીપો કોઈ દિવસ જીવનમાં સાચું સુખ ન આપી શકે.

પતિએ પત્ની ને અને પત્નીએ પતિ  ને માફ કરવાની ટેવ રાખવી જોઈએ.તમે એની જ્ગ્યા એ હો ત્યારે તમને કેટલી તકલીફ પડે એનો વિચાર અને એણે તમારી સેવાઓને ધ્યાને લઈને માફ કરી દેવી જોઈએ.પોતાના માતા-પિતાને હરહાલતમાં કે ગમેતેવી ભૂલો થાય તો પણ માફ કરી દેવા જોઈએ.

શિક્ષક તરીકેનો વ્યવસાય સ્વીકારેલો છે. એમને બાળકો ને માફ કરવાનો ગુણ ખાસ કેળવવો જોઈએ. શાળાના બાળકો એ દેશ ની સંપતિ છે. તમે ઘેર થી ગુસ્સે થઈને આવ્યા હો અને એ ગુસ્સો બાળકો પર ઉતારવાનો કોઈ અધિકાર શિક્ષક ને નથી.બાળક સમાજ ની અલગ-અલગ પરિસ્થિતિ  માંથી આવતું હોવાથી એના જુદા –જુદા  આનુભવો અણે પ્રશ્નો હોવાના શિક્ષકે બાળકોને સાંભળવાની ટેવ પાડવી જોઈએ.જે માણસ સારી રીતે સાંભળી શકે એ જ કોઈ પણ પ્રશ્ન નો ઉકેલ લાવી શકે છે.માફક નાં આવે તો શિક્ષક ની નોકરી છોડી દેવી  જોઈએ પણ બાળકોને ક્યારેય શારીરિક શિક્ષા ન કરવી જોઈએ.આપણી પાસે ઘણું બધુ જ્ઞાન હોય એના લીધે બાળકના  સામાન્ય પ્રશ્ન પર ક્રોધિત ન થાતાં એની સહજતા થી જવાબ આપવો જોઈએ.

 જ્યારે તમે એક માણસ તરીકે કોઈ પરિસ્થિતિનો    સામનો કરી રહ્યા છો એ સમય એક એવો મોડ આવે છે કે જો તમે જતું કરો. એટલે કે  માફ કરો તો  એ મુદ્દો પૂરો થાય એમ છે પણ તમે તમારી જીદ નાં લીધે માફ નથી કરતાં અને  પછી સમય એવો આવે છે કે તમે એ બે મિનિટ ન સાચવો એમાં તમારે બે-ચાર વર્ષ સુધી કોર્ટ-કચેરીના ધક્કા ખાવા પડે.આજીવન ભોગવવું પડે.આવી કોઈ ઘટના હોય તો સમયને પારખીને માફ કરતાં શીખી જવું જોઈએ. દરેક અનુભવ જાતે જ લેવોએવું  નથી  કેટલાક અનુભવો બીજાઓના આધારે પણ શીખી શકાય છે.

એક વખત ઉના કોડીનાર તાલીમમાં જવાનું થયું. જ્યાં દીપકભાઈ તેરૈયાઆવ્યા હતા. એમણે ક્રોધ માટે એક સરસ ઉદાહરણ આપ્યું હતું કે એક કાચના ગ્લાસને તને હાથથી અડધો કલાક પકડી રાખો તો ઠીક છે પણ એ જ ગ્લાસ ને તમે બે વર્ષ  સુધી પકડી રાખો તો પછી ગ્લાસનું તો કઈ ન થાય પણ તમારો હાથ કાપવો પડે. ક્રોધનું પણ એવું જ છે જેટલો લાંબો સમય રાખો એટલો એ તમારા માટે નુકસાન કારક છે.એનો એક માત્ર ઉપાય.....માફ કરવું.......  પરમપિતા પરમાત્મા થી પણ આપણે આજ અપેક્ષા રાખીએ છીએ.

(કાંતિલાલ પરમાર ના મોકલેક લેખને આધારે.)

@#@
એક વિચાર આવ્યો.
એક વિષય નક્કી કર્યો.
કેટલાક મિત્રોને મેં એ વિશે લખવા કીધું.
13 મિત્રોએ લખીને મોકલ્યું.હવે કોનું લખું.છેવટે જેણે પહેલું મોકલ્યું એનું લખ્યું.આમ હવે બીજાનું મોકલેલું આપ જોઈ શકશો.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી