મોટા થઈ ગયા...

1 રૂપિયાની 3 પાણીપુરી,3 રૂપિયાની 1 પાણીપુરી  એ બે ની વચ્ચે આપણે મોટા થઇ ગયા.હોટલમાં ખાવા ઝંખવું,હવે ઘરનું ખાવા ઝંખવું.એ બે ની વચ્ચે આપણે મોટા થઇ ગયા.
મમ્મી હજુ પાંચ મિનિટ ઉંઘવા દે,હવે snooze બટન દબાવવાની વચ્ચે ક્યાંક મોટા થઇ ગયા.

હું મોટો થવા માંગુ છું.અરે..!હું ફરીથી બાળક બનવા માંગુ છું.એની વચ્ચે આપણે ક્યાંય મોટા થઇ ગયા.ચાલો મળીને પ્લાન કરીએ સાથેચાલો પ્લાન કરીને મળીએની વચ્ચે આપણે કદાચ મોટા થઇ ગયા.

@#@
કોઈનું પેટ વધી ગયું તો કોઈના વાળ ખરી ગયા.ઉંમર સાથે વધતા વર્ષો.આપણી સાથે કળા કરી ગયા.એક વાતમાં આપણા સૌના નસીબ ઉઘડી ગયા.આપણને સૌને અનાયસે અદ્ભૂત મિત્રો મળી ગયા.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

નીલમનો ઝભ્ભો

ન્યાયાધીશ અને માસ્તર