હુકુમ ની ચતુરાઈ


એક નગર.અહીં એક રાજા.રાજાનું નામ રાજદીપસિંહ.નગરનું નામ રાજ નગર.અહીં એક માણસ નોકરી માટે આવે છે.રાજા સામે એને ઊભો કરવામાં આવે છે.સામે ઊભેલો જોઈ રાજા તેની લાયકાત અંગે પૂછે છે.

આવનાર માણસનું નામ હુકુમ. રાજાએ તેને નામ પૂછતાં તેણે તેના નામ અંગે ચોખવટ કરી હતી.રાજા કહે:' હુકુમ,હું તમને નોકરીએ કેમ રાખું?'આ સાંભળી હુકુમ કહે:સરકાર...નામદાર... હું અવલોકન કરવામાં પાવરધો છું.કોઇ પણ જાતનો કોયડો ઉકેલી શકું છું.આ વિગત ને હું સરસ રીતે સમજાવી શકું છું.'

રાજા એ હુકુમ ને ધોડાના તબેલા ની જવાબદારી સોંપી.થોડા દિવસો પછી રાજદીપસિંહ તબેલામાં ગયા.રાજાએ તેમના  મોંધા ધોડા બાબતે હુકુમ ને જણાવવા કીધું.

જવાબમાં હુકુમ કહે:'સરકાર, આ ધોડો અસલી નથી.'રાજા એ તપાસ કરાવી.રાજાને માહિતી મળી.રાજદીપસિંહ ને એ ખબર પડી કે ધોડાની નસલ તો અસલી છે,પરંતુ જનમ આપીને તેની મા મરી ગઈ હતી. રાજાનો આ ઘોડો ગાયને ધાવીને મોટો થયો હતો.આ બધું જાણી લીધા પછી રાજ હુકુમ ને મળવા ગયા.રાજા રાજદીપસિંહ કહે:'હુકુમ, તને આ વાત કઈ રીતે ખબર પડી?'હુકુમે સલામી આપી.નીચે નમી રાજાને કહે:'નામદાર...સરકાર...ધોડાઓ મોઢામાં ધાસ લઈને મોઢુ ઉંચુ કરીને ચાવે છે.આ ધોડો ગાયની માફક મોઢું નીચું  રાખીને ધાસ ખાય છે.

રાજા એ ખુશ થઈને હુકમને ધરે અનાજ...ધી અને પક્ષીઓનું માંસ મોકલી આપવાની સૂચના આપી ,હુકુમ ને બઢતી આપી.ન હુકુમ હવે રાણી મહેલમાં નોકરી કરવાનો હતો.થોડા દિવસ પસાર થયા.રાજા એ એક વખત રાણી અંગે કોઈ વાત કહેવાની વાત હુકુમ ને કરી.જવાબમાં હુકુમ કહે:'રાણી ની રહેણીકરણી બરાબર.પણ, તે રાજકુમારી નથી.'રાજદીપસિંહ ને નવાઈ લાગી. રાજાએ તેમના સાસુને બોલાવી લાવવા આદેશ આપી દીધો.બીજા દિવસે સાંજે સાસુ આવી ગયાં.સાસુએ એક નવી જ વાત કરી. મારી દિકરી સાથે આપની સગાઈ થઈ હતી.થોડા દિવસોમાં તે મરી ગઈ. બીજી છોકરીને અમે ગોદ લીધી.એ છોકરી આજે આપની મહારાણી છે.આ વાત સાંભળી રાજા સીધો હુકુમ પાસે ગયો.રાજા કહે:'તમને કઈ રીતે રાણીની વાત ખબર પડી?હુકુમ કહે:"ખાનદાન લોકોનો અન્ય લોકો સાથેનો વ્યવહાર સરળ હોય છે.આવું રાણીમાં નથી.

રાજા એ ખુશ થઈને ફરી હુકુમને ધરે અનાજ...ઘેટાં અને બકરાં ઇનામમાં આપીને  પોતાના દરબારમાં કાયમી સલાહકાર બનાવી દીધો.

થોડા વખત પછી રાજા એ સલાહકાર હુકુમ ને પોતાનાં વિષે જાણવાની વાત કરી.હુકુમ કહે:' મને વચન આપો કે મને સજા નહીં કરું તો તમારી વાત કરું.' રાજદીપસિંહે તેને કોઈ સજા ન કરવાનું હુકમને વચન આપ્યું.વચન લઈ ને હુકુમ કહે:'ના તો આપ રાજા છો. ના તો તમે રાજા જેવો ભાવ રાખો છો.'રાજા લાલપીળો થઈ ગયો. પણ,સજા ન કરવાનું વચન આપેલું હતું.રાજદીપસિંહ સમસમીને બેઠા હતા.રાજા એ તેમના પિતા પાસે જઈને પૂછી લીધું.' હું ખરેખર કોનો  દીકરો છું!'

 જવાબમાં રાજદીપસિંહના પિતાજી કહે:'હા સાચી વાત છે. મારે કોઇ ઓલાદ ન હતી. મેં તને એક કસાઈ પાસેથી ગોદ લીધો છે.એ વાત સાચી કે તું રાજા છે પણ,રાજ કુમાર નથી.'

 રાજાને નવાઈ લાગી.હુકુમ જોડે જ ઊભો હતો.રાજા કહે:' કેવી રીતે ખબર પડી.!?'રાજા બોલવાનું પૂરું કરે એ પહેલાં હુકુમ કહે:'બાદશાહ જયારે કોઇને ઇનામ આપે તો... હીરા ,મોતી અને ઝવેરાતના રૂપમાં આપે છે.તમે મને કાયમ અનાજ,માંસ, ઘેટાં કે બકરાં ઇનામમાં આપો છો.ખાવા માટે માંસનું ઇનામ એ કસાઈ જેવું લાગતું હતું.


@#@
હેસિયત બદલાઇ જાય છે ,પણ ઔકાત એજ રહે છે.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

નીલમનો ઝભ્ભો

ન્યાયાધીશ અને માસ્તર