RUCHARMI અને ગમતી નિશાળ


 આજે ગમતી નિશાળ કાર્યરત છે. આ વિચારને અમલમાં મુકવા માટે કહી શકાય છે છેલ્લા પંદર વર્ષથી કામ અમલી બનાવ્યું હતું. પ્લાસ્ટિક વીણતા અને અન્ય એવા બાળકો જેમની આર્થિક પરિસ્થિતિ સારી નથી, ઘરમાં કોઈ કમાનાર નથી અથવા ઘરના બધા જ સભ્યોની કમાણી ભેગી કરીએ તો પણ આખું ઘર ચલાવી શકાય એવી આર્થિક વ્યવસ્થા કે આવક નથી.

શરૂઆતમાં આવા સાત બાળકો સાથે ડીસા ખાતે બગીચામાં એક શાળા ઉભી કરી. અન ફોરમલ શાળા અને એમાં આવતાં બાળકો પણ ફોરમલી સ્કુલમાં નહીં પણ, અમારા માટે આવતાં હોય એવા બાળકો હતા. ધીરે ધીરે ગમતી નિશાળ જમવા માંડી. આજે પાલનપુર ખાતે ડૉ.જીગર જોશી અને અન્ય સહયોગીઓ ધ્વારા આગવું સંકુલ તૈયાર થયું છે. આસપાસના બાળકો અહી કેળવાઈ રહ્યા છે.

ગમતી નિશાળનો એક જ નિયમ છે.

જે બાળકો પ્રવેશ માટે આવે એમણે અહીં સીધો પ્રવેશ આપવામાં આવે છે. કોઈ જ પ્રકારના ડોનેશન કે અન્ય આર્થિક લાભ વગર આર્થિક ભેદભાવ વગર અહીં પ્રવેશ આપવામાં આવે છે. અત્યારે જે બાળકો છે એમાંથી પાંચ બાળકો અનાથ છે. આ ઉપરાંત છ બાળકો ફી વગર અભ્યાસ કરે છે. નોરમલ બાળકો સાથે દિવ્યાંગ બાળકો અભ્યાસ કરે છે. સંકુલના આ આગવા નિયમને સમજવા એટલું કહી શકાય કે,જે માવતર ને જેટલી ફી પોસાય એટલી ફી ભરીને એ બાળક શાળામાં એટલે કે ગમતી નિશાળમાં ગમતી ફી ભરીને બાળકો અભ્યાસ કરે છે. અહીં ફોટો જે છે એમાં દેખાતી બે દીકરીઓ ધ્વારા RUCHARMI ઇનોવેશનનું સંચાલન થાય છે. અત્યાર સુધીમાં એટલે કે ગમતી નિશાળ નામની પસંદગી થી શરુ કરી સંકુલ બન્યું ત્યાં સુધી આ દીકરીઓ ધ્વારા કાયમી સહયોગ મળ્યો છે.


Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી