નેપાળી ભાષા શીખ્યા...

ભાવેશ પંડ્યા dr bhaveshpandya

 ઉલ્લાસ મેળો દિલ્હી ખાતે યોજાયો. અહીં વિવિધ રાજ્યમાંથી નિરંતર શિક્ષણ માટે તૈયાર સાહિત્ય લઈને આવ્યા હતા. આ જૂથમાં અલગ અલગ રાજ્યો અને તેમની ભાષામાં સાહિત્ય મળતું હતું. 

એક સ્ટોલમાં અમે ગયા.

અહી કોઈ એક રાજ્યમાં નેપાળી ભાષામાં તૈયાર થયેલ પુસ્તકો સાથે તેઓ અહીં સ્ટોલમાં હતાં. અન્ય રાજ્યની માફક આ સાહિત્ય જોયું. હાથમાં આવતાં તેને વાંચવા માટે પ્રયત્ન કર્યો.હિન્દી ફોન્ટમાં લખેલું હતું.. ધ્યાનથી જોયું તો એ વાંચી શકાયું. માનસિક રીતે સજ્જ થઇ ફરી વાંચ્યું. શિક્ષક માટે સૂચનાઓ હતી. આ સૂચનો વાંચી અને તેનો અર્થ સમજી શકાયો. અમે થોડું થોડું વાંચવા અને સમજવા પ્રયત્ન કરતાં હતા ત્યાં સ્ટોલમાં ઉપસ્થિત મહિલા મને કહે: ' આપ પિછલે જનમ મેં નેપાળી રહે હોંગે.' મને નેપાળી સમજવા સરળ રહી કારણ મેં નેપાળના શિક્ષકો સાથે લગભગ ત્રણ વરહ સુધી જોડીને કામ કર્યું છે. નેપાળના મારા અનુભવ વિષે વાત કરી અને નેપાળની સ્થાનિક વિગતો અને ચર્ચા કરી ત્યારે મનેય એ દિવસો યાદ આવ્યા.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી