ઉલ્લાસ મેલા:૨૦૨૪

DR BHAVESH પંડ્યા

 ઉલ્લાસ મેળો.

છેલ્લા બે વર્ષથી ભારત સરકાર ધ્વારા આ વિશેષ આયોજન થાય છે.

આ વખતે છ અને સાત ફેબ્રુઆરી ૨૦૨૪ દરમિયાન બાળ ભવન દિલ્હી ખાતે આયોજન કરવામાં આવ્યું. સમગ્ર દેશમાંથી નિરંતર શિક્ષણ સાથે જોડાયેલ વિવિધ રાજ્યો અહીં એકઠા થાય છે.  ગુજરાતમાં નિરંતર શિક્ષણમાં જે કામ થઇ રહ્યું છે એના પ્રદર્શન અને દરેક રાજ્યની કલ્ચર અંગે સમજી શકાય એવું કશુક રજુ કરવાનું હતું. સ્ટેલ અને તેના નિદર્શન માટે સામગ્રી તો હતી. ગુજરાતનું કલ્ચર સમજાવી શકાય એ માટે અમે શેરી નાટક અને ભવાઈનું વચ્ચેનું એક ફોરમેટ પસંદ કર્યું અને પહોંચ્યા દિલ્હી બાળ ભવન ખાતે.

ભારત સરકારના શિક્ષણ પ્રધાન શ્રી ધર્મેન્દ્ર પ્રધાન ધ્વારા આ મેળાનું ઉદઘાટન કરવામાં આવ્યું. સાથે રાજ્ય કક્ષાના કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રીમતી સાથે ભારત સરકારના શિક્ષણ સચિવ સંજય કુમાર અને એન.સી.ઈ.આર.ટી. ના ડાયરેક્ટર અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

ગુજરાતની ટીમ ધ્વારા ગમતી નિશાળ શેરી નાટકની રજૂઆત કરવામાં આવી. નાટકની રજૂઆત પછી સમૂહ ફોટો અને ટીમ ગુજરાતના સભ્યો તસવીરમાં જોઈ શકાય છે.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી