કલાકાર એટલે...

 
DR BHAVESH PANDYA
આમ તો હુય ચિત્રકાર.

મારે એક મિત્ર. એમનું નામ જયેશ.

ચિત્રકાર તરીકે નામચીન માણસ. અનેક દૈનિકપત્રો અને સાહિત્યિક સામગ્રીમાં એમના ચિત્રો છપાય. અત્યારે બાલ વાટિકા અને ધોરણ એક અને બે ના આવનાર નવતર પુસ્તકોમાં પણ એમણે ચિત્રકામ કર્યું છે.

એમના માટે કહી શકાય કે એ ખૂબ જ ઝડપી સ્કેચ બનાવી શકે છે. હું રેડિયો પાલનપુર સાથે જોડાયેલ છું. રેડીયોમાં જોડાયેલ અને જેમના રેગ્યુલર પ્રોગ્રામ ટેલીકાસ્ટ થતા હોય એવા રેડિયો જોકી તરીકે મારું કાર્ટૂન બનાવવાનું થયું. મારી સાથે વર્તમાન  ધારાસભ્ય શ્રી અનિકેત ઠાકર, રેડિયો સ્ટેશન  ડાયરેક્ટર અને સમગ્ર ગુજરાતના કોમ્યુનીટી રેડિયો સંઘના અધ્યક્ષ  શ્રી અભિજિત સિંહ રાઠોર,અંજલી રાણા,ઋચાનું કાર્ટૂન બનાવવાનું થયું. બધા જ કાર્ટૂન હું અહીં મુકાતો નથી. જ્યારે કોઈ વિષે લખવાનું થશે ત્યારે એમનું કાર્ટૂન જરૂર મુકીશ.હા, આ કાર્ટૂન બનાવનાર કલાકાર એક સરળ અને સહજ વ્યક્તિત્વ ધરાવનાર શિક્ષક છે. એમનો દીકરો તો એમના કરતાં આગળ જાય એટલો ઝડપી અને ઉત્તમ કલાકાર છે. અમારી ગમતી નિશાળમાં દોરવામાં આવેલ દરેક ચિત્રોના સર્જક એટલે જયેશ વાઘડોદા નો આ તબક્કે રેડિયો પાલનપુર અને ગમતી નિશાળ વતી આભાર માનું છું.


Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી