એક મેં ઓર એક તુમ
આમ તો એ જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,વડોદરા ખાતે સીનીયર લેકચરર. ભાષાના જાણકાર અને સારા ગાયક ઉપરાંત વક્તા. કોઈ પણ વાત ને સંભાળે અને સમજે. એ બોલવા ઉભા થાય એટલે એ સંભાળવા ગમે.
વાર્તા કહેવા માટે...બાળગીત ગાવા માટે...પુસ્તક લખવા માટે અને સાથે સાથે શૈક્ષણિક અમલ વારી માટે તાલીમ કે આયોજનમાં યાહ્યા હોય એટલે મજા મજા.
જયારે જયારે મારે મળવાનું થાય એ દરેક વખતે નવી જ રીતે મળતા હોય એવું લાગે. આતો માનનીય શ્રી યાહ્યા સપાટવાલા કહેવું અને લખવું પડે છે. બાકી મારે તો તું...તારી અને એથીય આગળ વધે એવો સબંધ છે. મારા પરિવારના (નો) સભ્ય. મારી દીકરી ઋચા પંડ્યા. એ જયારે યાહ્યા સાથે વાત કરે કે એની સામે રૂબરૂ ઊભી હોય તો વાત કરતાં કરતાં રડતી હોય છે. યાહ્યા ને જોઈ રડવા માટેનું કારણ પૂછીએ તો ઋચા આજ સુધી કોઈ કારણ આપી શકતી નથી. આજે ક્યાંકથી આ ફોટો મને હાથમાં આવ્યો. ફોટો સચવાય અને સાહેબ શ્રી અંગે લખી શકાય એટલે આવું કર્યું. આપે જોયું અને મેં લખ્યું.
Comments