સમાનતા



BHAVESH PANDYA
સમાનતા એક સરળ શબ્દ છે. આ શબ્દને  સમજવા અને સમજાવવા માટે આ એક ચિત્ર ખુબ જ ઉપયોગી થાય એમ છે.  શાળામાં  બાળકો રમત રમે એ સહજ સામાન્ય વાત છે.પણ, મોટેભાગે આ રમત દિવ્યાંગ ન હોય એવા બાળકો જ મોટે ભાગે રમે છે.

આ ચિત્ર મુજબ, જો કોઈ એક બાળક ને એક પગ નથી તો સાથે રમનાર બાળકો પોતાનો એક પગ બાંધીને રમત રમે છે. જો આવું જ થાય તો બધા જ રમત રમનાર સમાન છે એવું કહી શકાય.

કદાચ આ માટે જ વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં સૌ પ્રથમ વખત ખેલ મહાકુંભ અને એ પછી દિવ્યાંગ ખેલાડીઓને પણ સાથે જોડવાની શરૂઆત કરી. મારી શૈલી અને સ્વભાવ મુજબ હું જીવતી વારતા રેકોર્ડ કરવા માટે સંગીત અને વાર્તાના પ્લોટ ઉપર થોડી વધારે મહેનત કરું છું.  આવી જ એક વાર્તા વચ્ચે એક દિવ્યાંગ ખેલાડી અને ગુજરાતના ગોલ્ડ મેડાલીસ્ટ અને ચક્રફેંકના સિલ્વર મેડલીસ્ટ અંશુ દરજી અને હું બેઠા હતા. ચક્ર ફેંકની પ્રેકટીસ દરમિયાન મને કહે: ' તમારો હાથ મારી જેમ રાખીને ચક્ર ફેંકો. આમતો એના કરતાં મારું ચક્ર વધારે દૂર  જતું હતું. એની વાતનો અમલ કરીને ચક્ર ફેંક્યું તો અંશુ જીત્યો અને હું હાર્યો. આ પછી આ બાબતે વિચારતા અને થોડી શોધ કરતાં આ ચિત્ર હાથમાં આવતાં બસ...લખી નાખ્યું.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી