ઝભ્ભા વાળા:નીલમ પટેલ



દરેક સમસ્યાનો જવાબ શિક્ષણ દ્વારા મળી શકે છે. આધુનિક સમયમાં શિક્ષક અને શિક્ષણમાં અનેક તબક્કે નવું કે નવતર થતું જોવા મળે છે. કેટલાક એવા શિક્ષક જેમની કાર્ય પ્રક્રિયા થકી તેઓને અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે. કેટલાક નવતર પ્રયોગો સૌની સામે આવે છે. આવું અભિનવ કાર્ય કરનાર શિક્ષકોને સમાજ,સંસ્થાઓ અને સરકારો આવકારે છે, સહયોગી બને છે.આવી શિક્ષણ સાથે જોડાયેલ કેટલીક બાબતો અને ઉત્તમોત્તમ શિક્ષકો અંગે આપણે અવગત રહેવું જરૂરી છે. પણ, શિક્ષણની વાત કે વિગત માટે જ્યારે ચોક્કસ વિષય આધારિત વાત કરવી હોય ત્યારે શિક્ષક દિન ખૂબ મહત્વનો માનવામાં આવે છે. આજના દિન વિશેષ એટલે કે 'શિક્ષક દિન' નિમિત્તે આજે આપણાં કેટલાક શિક્ષકો અંગે આજે અહીં વિશેષ વિગતો રજૂ કરી છે.

શિક્ષક શું કરી શકે અને એનું શું પરિણામ થાય એ અંગે જો કોઈ વિચારે તો એ માટે નિલમભાઈ પટેલનું નામ સામે આવે અને પરિણામ પણ જોઈ શકાય. આપણાં જિલ્લાના આ શિક્ષકને સમગ્ર રાજ્યમાં ઝભ્ભા વાળા શિક્ષક તરીકે ઓળખવામાં આવે છે. બાળકોને રસપડે એવી રીતે શીખવતાં શિક્ષાવતાં એમના કપડાં ઉપર જ વિવિધ વિષયોને આવરી લેવાય એવી રીતે એટલે શૈક્ષણિક ઝભ્ભો તૈયાર કરવામાં આવ્યો. ખાસ કરીને નાના ધોરણના બાળકો માટે એમને શીખવવા શરૂઆતમાં એક ઝભ્ભા ઉપર મૂળાક્ષરો અને શબ્દો લખ્યા. આવા કપડાં પહેરી શાળામાં ગયા તો બાળકોને મજા આવી. 

બસ, પછી તો આવા અનેક ઝભ્ભા અને શર્ટ તૈયાર કરી નિલમભાઈ શિક્ષણ કાયને રસપ્રદ કરી શક્યા છે. જિલ્લા અને રાજ્યમાં શ્રેષ્ઠ દેખાવને કારણે બારમી જુલાઈ 2022ના રોજ ધાર્મિક સંત અને કથાકાર રમેશભાઈ ઓઝાના હસ્તે રાજ્ય કક્ષાનો સાંદિપની પુરસ્કાર પ્રાપ્ત થયો. નીલમ પટેલ આ ઉપરાંત અનેક સન્માન અને બહુમાન મેળવી અનોખી ઓળખ ઉભી કરનાર આપણાં આ ગુરુજી શૈક્ષણિક સાહિત્ય નિર્માણ અને તેને લગતી બાબતોમાં વિશેષ નિપુણતા ધરાવે છે.

આમ આપણાં જિલ્લાના આ નવતર ઝભ્ભા વાળા શિક્ષક તરીકે ઓળખ ધરાવનાર નીલમ પટેલ વધુ સિદ્ધિઓ હાંસલ કરી શકે એવી આજે શુભકામનાઓ પાઠવી ગૌરવ અનુભવીએ છીએ.


Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી