નવસર્જક:રોશન હસન



 શિક્ષણ મારે સતત ચિંતિત બધા હોય છે. પરંતુ તેની સમજ સાચી હોય અને તે ચિંતા કરે તો પરિણામ સુધી પહોંચી શકાય છે. શીખવા શીખવવાનું કામ ધીમું હોઈ શકે પણ અશક્ય નથી. આવા આત્મ વિશ્વાસ સાથે કાર્યરત એક શિક્ષિકા એટલે રોશન હસન. નામ બોલતાં જ જાણે મોઢું ભરાઈ જાય.

બ્રાન્ચ શાળા નં:૧ પાલનપુર એક એવી શાળા કે જ્યાં સ્લમ વિસ્તારમાંથી આવતા બાળકો અભ્યાસ કરે છે. આ બાળકો સાથે લાગણીસભર તાદાત્મ્ય સાથે જ બાળકો પ્રત્યે આગવી વાત્સલ્યથી બંધાયેલ શિક્ષિકા રોશન હસન એક આગવું વ્યક્તિત્વ ધરાવે છે. તેઓ બાળકોમાં રહેલી અખૂટ શક્તિઓને કોઈક મુકામ પર પહોંચવા માટેના સપનાઓનું વાવેતર કરવાના સપના પૂર્ણ કરવા સતત તેઓ કાર્યરત છે. બાળકો માટે મોટીવેશનલ મુદ્દાઓની સોશિયલ મીડિયામાં ચર્ચા થકી તેઓ શિક્ષણ અને સમાજ માટે વિશેષ કાર્ય કરી રહ્યા છે. એમની શાળામાં શાળા પંચાયતના નિર્માણ અને તે પછી વિશેષ પદગ્રહણ સમારોહ દ્વારા બાળકોને જવાબદારી અને સર્જનાત્મકતાનો  વિચાર એક નવતર વિચાર છે. તેઓના ઇન્સ્ટોલેશન પ્રોગ્રામ દ્વારા બાળકોને પોતાના વ્યક્તિત્વની ઓળખ પણ આપવામાં આવે છે. એમની આ શાળાના બાળકો એમની વાંચન ક્ષેત્રે વિશેષ આયોજન અને અમલવારી પછી રાજ્યના મુખ્યમંત્રી સાથેની સીધી વાતચીત સુધી  તક મેળવી સફળ રહ્યાં છે. પોતાની શાળા અને ફરજ સાથે બાળકો માટે શિક્ષણ ને સરળ બનાવે છે. એમના પ્રયત્નો થકી કેટલીક કન્યાઓ વધુ અભ્યાસ કરી રહી છે. હિન્દી વિષયમાં ગોલ્ડ મેડાલિસ્ટ 'રોશન હસન' સાહિત્ય સર્જનમાં પણ સક્રિય છે. તેઓ કાવ્ય  રચના,ગઝલ, વાર્તા લેખનમાં એમનું વિશેષ યોગદાન રહ્યું છે.

પૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધા કૃષ્ણનની યાદમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. રાષ્ટ્રીય, રાજ્ય અને જિલ્લાથી છેક તાલુકા સુધીના શ્રેષ્ઠ શિક્ષકોનું આ દિવસે સન્માન કરવામાં આવે છે.દેશમાં  રાષ્ટ્રપતિ અને રાજ્યમાં રાજ્યપાલ અને જિલ્લા સ્તરે વિવિધ અધિકારીઓ આ શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરે છે. આવા જ એક  જિલ્લા કક્ષાના દાંતીવાડા તાલુકાની રામનગર પ્રાથમિક શાળાના એચ ટેટ આચાર્ય શ્રી કમલેશભાઈ ઠક્કર અને ભાભર તાલુકાની લાડુલા પ્રાથમિક શાળાનાં રમીલાબેન મકવાણા આ વર્ષે રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે બનાસકાંઠા જિલ્લામાંથી પસંદગી પામ્યા છે. મહામાહિમ રાજ્યપાલ શ્રીના વરદ હસ્તે રાજભવન ગાંધીનગર ખાતે આયોજિત શિક્ષક દિનના વિશેષ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લાના આ બે શિક્ષકનું આજરોજ વિશેષ સન્માન થશે. 


Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી