પડકાર જીલનારો માણસ:સફન

 દરેક સમસ્યાનો જવાબ શિક્ષણ દ્વારા મળી શકે છે. આધુનિક સમયમાં શિક્ષક અને શિક્ષણમાં અનેક તબક્કે નવું કે નવતર થતું જોવા મળે છે. કેટલાક એવા શિક્ષક જેમની કાર્ય પ્રક્રિયા થકી તેઓને અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે. કેટલાક નવતર પ્રયોગો સૌની સામે આવે છે. આવું અભિનવ કાર્ય કરનાર શિક્ષકોને સમાજ,સંસ્થાઓ અને સરકારો આવકારે છે, સહયોગી બને છે.આવી શિક્ષણ સાથે જોડાયેલ કેટલીક બાબતો અને ઉત્તમોત્તમ શિક્ષકો અંગે આપણે અવગત રહેવું જરૂરી છે. પણ, શિક્ષણની વાત કે વિગત માટે જ્યારે ચોક્કસ વિષય આધારિત વાત કરવી હોય ત્યારે શિક્ષક દિન ખૂબ મહત્વનો માનવામાં આવે છે. આજના દિન વિશેષ એટલે કે 'શિક્ષક દિન' નિમિત્તે આજે આપણાં કેટલાક શિક્ષકો અંગે આજે અહીં વિશેષ વિગતો રજૂ કરી છે.

એક શિક્ષક.

નામ એમનું સફન.

સંગીત શિક્ષક તરીકે જોડાયા.

જન્મજાત અંધત્વ એમના ભાગે આવ્યું. આગળ વધીએ. કહી શકાય કે તે એક વ્યક્તિ. અનેક સમસ્યાઓ અને છતાંય પોતાના ક્ષેત્રમાં વિશેષ સ્થાન. આ ત્રણેય બાબતો એક સાથે જોવી હોય તો એ માટે આપણા જિલ્લાના ધાનેરા તાલુકાની મોટી ડુંગડોલ પ્રાથમિક શાળામાં શિક્ષક સફન મનસુરી ને મળવું રહ્યું. આંખે ન જોઈ શકવાના કારણે શિક્ષક તરીકે કામ કરવું એક ચેલેન્જ છે. સફન મનસુરી દ્વારા આ ચેલેન્જ ને એક સહજ પ્રક્રિયા બનાવવામાં સફળતા મળી છે.

 જિલ્લાના દિયોદર,ડીસા અને હાલ ધાનેરા ખાતે ફરજ બજાવતા આ શિક્ષક આંખે જોઈ શકતા નથી. દિવ્યાંગ હોવા છતાં એ આધુનિક ટેક્નોલોજીની મદદ વડે વર્ગખંડમાં બાળકોને સફળતા પૂર્વક શિક્ષણ કાર્ય કરાવી શકે છે. પાઠ્યપુસ્તકોને સ્વ બળે બ્રેઇલમાં તૈયાર કરવાથી લઈ બાળકો શું શીખ્યાની ચકાસણી કરવા આગવા અને અનોખા રસ્તાનો ઉપયોગ કરનાર સફન મનસુરી ને એક સફળ શિક્ષક તરીકે આજના તબક્કે ઓળખવા એ આપણું ગૌરવ છે.

પૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધા કૃષ્ણનની યાદમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. રાષ્ટ્રીય, રાજ્ય અને જિલ્લાથી છેક તાલુકા સુધીના શ્રેષ્ઠ શિક્ષકોનું આ દિવસે સન્માન કરવામાં આવે છે.દેશમાં  રાષ્ટ્રપતિ અને રાજ્યમાં રાજ્યપાલ અને જિલ્લા સ્તરે વિવિધ અધિકારીઓ આ શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરે છે. સફાનભાઈ જેવા પ્રથમ પસંદગી પામે અને દિવ્યાંગ શિક્ષકોમાં આદર્શ બની દેશને વિશ્વગુરુ બનાવવામાં સહયોગી થાય.


Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી